તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પિરિચ્યુઅલ ઈન્ટેલિજન્સ! કોઈ કૉલેજ કે યુનિવર્સિટી નહીં આત્મા આપે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વાતિબુંદ
ઉનકી અનગિન બૂંદો મેં સ્વાતિબુંદ કૌન
યહ બાત સ્વયં બાદલ કો ભી માલૂમ નહીં!
કિસ એક સાંસ સેં ગાંઠ જૂડી હૈ જીવન કી
કૌન સી જલન જલકર સૂરજ બન જાતી હૈ
બુઝ કર ભી દીપકને યહ ભેદ ન જાના હૈ
ખિલ-ખિલકર, હંસ- હંસ કર,
ઝર-ઝરકર કાંટો મેં
ઉપવન કા ઋણ તો ભર દેતા હૈ હર ફૂલ મગર
મન કી પીડા કૈસે ખુશબૂ બન જાતી હૈ
યહ બાત સ્વયં કેસૂડે કે ફૂલ કો માલૂમ નહીં!
- કવિ ગોપાલદાસ ‘નીરજ’
ડિસકાર્ટિસ નામના રોમન વિદ્વાને કહેલું કે માત્ર એક સારું મન, બુદ્ધિમંત મન કે ઈન્ટેલિજન્ટ માઈન્ડ હોવું પર્યાપ્ત નથી. હવે 21મી સદીમાં અને 2016 પછી બડકમદારીથી જીવવું હશે તો તમારે અને તમારાં બાળકોએ સ્પિરિચ્યુઅલ-ઈન્ટેલિજન્સ કેળવવું પડશે. તમે હવેલીપંથી હો, વૈષ્ણવ હો, જૈન હો કે મુસ્લિમ કે ક્રિશ્ચિયન હો, તમારા ધર્મને સાચવીને તમારે સ્પિરિચ્યુઅલ ઈન્ટેલિજન્સ કેળવવું પડશે.
હવે 21મી સદીમાં અને 2016 પછી બડકમદારીથી જીવવું હશે તો તમારે અને તમારાં બાળકોએ સ્પિરિચ્યુઅલ-ઈન્ટેલિજન્સ કેળવવું પડશે

અકસ્માતે મારી પાસે ‘સ્પિરિચ્યુઅલ ઈન્ટેલિજન્સ- ધ અલ્ટિમેઈટ ઈન્ટેલિજન્સ’ નામનું પુસ્તક આવ્યું છે. ડો. દાનાહ ઝોહર અને ઈયાન માર્શલે લખ્યું છે. મારા પ્રિય વાચક બિપીન પારેખે મને ભેટ મોકલ્યું છે. કદાચ હવે આ પુસ્તક મુંબઈ કે ભારતમાં દુર્લભ હશે. આપણી માતાઓમાં, ઓછું ભણેલા પ્રેમાળ મિત્રોમાં ઈમોશનલ ઈન્ટેલિજન્સ હોય છે જ. પણ કોઈ વ્યક્તિ વિદેશ કે દેશની બનારસ સુધીની યુનિવર્સિટીમાં ન ભણ્યા હોય કે અંગ્રેજી પણ બહુ ન ભણ્યા હોય તેવા કેટલાક કથાકાર બાપુઓમાં સ્પિરિચ્યુઅલ ઈન્ટેલિજન્સ વિપુલ પ્રમાણમાં હોય છે.

હું આ લેખમાં મૂળ લેખકોનો ‘સ્પિરિચ્યુઅલ ઈન્ટેલિજન્સ’- શબ્દસમૂહ જ વાપરીશ. સાદી ભાષામાં- આ જિંદગી શું છે? ભગવાને શું કામ આપણને પેદા કરીને ફેંકી દીધા છે? તમારા જીવનનું કાંઈ મૂલ્ય છે કે બસ ખાઈ-પી-ને જલસા કરી કોરાધાકોર કરી વિદાય થવાનું છે? લેખકો કહે છે કે ‘સ્પિરિચ્યુઅલ ઈન્ટેલિજન્સ’ એટલે સાઉલ્સ- ઈન્ટેલિજન્સ (Souls Intelligence) એક વખત હું લખી ગયો છું કે ધુરંધર સાહિત્યકારો સુરેશ દલાલ અને હરીન્દ્ર દવે અને પછી ચંદ્રકાન્ત બક્ષીએ મોરારિ બાપુને આધ્યાત્મિક જગતને લગતા અઘરામાં અઘરા પ્રશ્નો પૂછેલા. જીભથી કે બુદ્ધિથી પૂછેલા પ્રશ્નોના બ્રેબોર્ન સ્ટેડિયમના શ્રોતા મંડળો સમક્ષ બાપુએ હૃદયથી- આત્માથી ઉત્તરો આપેલા. તાળીઓના ગડગડાટ મેં સાંભળેલા.

પણ આપણે પાછા દાનાહ જોહર અને ઈયાન માર્શલના પુસ્તક તરફ વળીએ. થોડીક જ બુદ્ધિની કસરત કરવી પડશે. ‘સ્પિરિચ્યુઅલ ઈન્ટેલિજન્સ’ એ એવો બુદ્ધિનો પ્રકાર છે કે તમે આધ્યાત્મિક બુદ્ધિમત્તા વાપરીને તમારા રોગ સારા કરી શકો છો. હું તો કહું છું કે તમે ‘સ્પિરિચ્યુઅલ ઈન્ટેલિજન્સ’ વાપરીને જીવતા હો તો બીમાર જ નહીં પડો. આધ્યાત્મિકતા તમારી દવા બને છે. આધ્યાત્મિકતા તમારો ખોરાક બની જાય છે. લેખકો કહે છે કે ‘આપણામાંના ઘણા ટુકડે ટુકડે જીવે છે.’ કવિ ટી. એસ. ઈલિયટ કહે છે કે આ ટુકડા ટુકડા થયેલા આપણા સાથે સાથે આપણા ટુકડા ટુકડા પણ અસ્તિત્વને જોડવા માગીએ છીએ. તે માટે સૌપ્રથમ તમારે તમારા અહમ્્ને ચૂર કરવો પડશે. જ્યારે બહુ જ મોટી સંખ્યામાં લોકો તમને માનવા માંડે કે તમને સાંભળવા માંડે કે વાંચવા માંડે ત્યારે તમારે ઊલટાનું વધુ નમ્ર બનવું જોઈએ. અહમ્્ને હેઠો પાડવો. ચાલો થોડા ઊંડા જઈને આ લેખની વાતને વિચારીએ.

1990ની શરૂમાં જગતના પ્રસિદ્ધ ન્યુરો સાયકોલોજિસ્ટ ડો. માઇકલ પરસીંગર અને પછી હમણાં હમણાં 2009 પછી મૂળ ભારતના ન્યુરોલોજિસ્ટ ડો. વી. એસ. રામચંદ્રન અને તેના મિત્રોએ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ભણતા હતા ત્યાં બધાએ નક્કી કર્યું કે ‘આપણા તમામના મગજમાં એક ‘ગોડ-સ્પોટ’ હોય છે! કેટલી સુંદર- સરળ અને જલદી- જેમ મધ ગળે ઊતરી જાય તેવી મીઠડી વાત કે આપણા સૌના મગજમાં (તમે લગભગ કંઈ ન ભણ્યા હો તો પણ પહેલાંના અભણ છતાં જાણીતા ભક્તોની જેમ) ઈશ્વરને જગાડવા માટે કે ઈશ્વરને સમર્પિત કરવા માટે એક ખાસ જગ્યા હોય છે, તે ગોડ સ્પોટને જગાડવાની પણ એક તારીખ, તિથિ, વર્ષ કે પળ પણ જન્મપત્રિકામાં લખી હોય છે. માફ કરજો. હું અહીં વિધાતાને વચ્ચે લાવ્યો છું. પણ મારા જીવન ઉપરથી માનું છું કે એ આધ્યાત્મિક પળ ક્યારે આવશે તે આપણે માટે વિધાતાએ લખ્યું જ છે તેમ માનવું પડશે.

‘સ્પિરિચ્યુઅલ ઈન્ટેલિજન્સ’ માત્ર તમારા રોજિંદા જીવનમાં લોકોની પ્રશંસાને નેવે મૂકો ત્યારે જ જાગે છે. સ્પિરિચ્યુઅલ ઈન્ટેલિજન્સના પુસ્તકમાં બીજા પ્રકરણમાં મથાળું છે કે માનવીના જીવનનો મતલબ શું છે? હું, તમે, સૌ શું કામ પેદા થયા છીએ? ડો. વિક્ટર ફ્રેંકલને ટાંકીને લેખકો કહે છે કે માનવીએ પોતાના જીવનનો મતલબ પોતે જ શોધવાનો છે. દરેક વ્યક્તિ માટે જિંદગીનો અર્થ અલગ અલગ છે અને એ અર્થને પૂર્ણ કરવાનું કામ માત્ર જે તે માનવીનું પોતાનું છે. તેમાં કોઈ વ્યક્તિ, કથાકાર, લેખક કે ફિલોસોફર માત્ર આંગળી ચીંધી શકે, કાન પકડીને તમને સાચા માર્ગે મૂકી શકે પણ પછી તમને છુટ્ટા મૂકી દે છે. તમારે માત્ર તમારી પોતાની આંગળી પકડીને તમે નક્કી કરેલા માર્ગે ચાલવાનું, અથડાવાનું, કુટાવાનું અને અંતે પ્રારબ્ધ હોય તો સાચા માર્ગે જવાનું છે.

ડો. વિકટર ફ્રેંકલ કહે છે કે ‘આપણા જીવનનો મુખ્ય મતલબ જિંદગીનો અર્થ શોધવાનો છે. આ અર્થ શોધવામાં આપણો પુરુષાર્થ જ આપણને ‘સ્પિરિચ્યુઅલ’ બનાવે છે. તમે નિરાશ થશો નહીં કે તમે આજે થોડા આડે રસ્તે છો. તમે વ્હિસ્કી કે બીયર લગાવો છો. દારૂના અડ્ડામાં જાઓ છો. પણ કોઈક દિવસ તમે પોતે જ તમારી મેળે જાગશો. કાં બધું છોડી દેશો કે વ્હિસ્કીના એક કે બે પેગ તમારા ‘સ્પિરિચ્યુઅલ’ માર્ગમાં આડા નહીં આવે તેમ ડો. વિકટર ફ્રેંકલ કહે છે.

ડો. વિલીયમ ફ્રેંકલ તેના સ્વિડનના સ્ટોકહોમ શહેરના મિત્રની વાત કરે છે. સ્ટોકહોમનો મિત્ર કહે છે ‘હું એક મોટી સફળ કંપનીનો મેનેજર છું. મારી ઉંમર 35ની છે. મારી તબિયત ફાંકડી છે. કારણ કે હું ખાવામાં સાદો છું. આમ છતાં મને લાગ્યા કરે છે હું બરાબર સાચે માર્ગે નથી. હું બરાબર જીવું છું?’ આવો અસંતોષનો અને આધ્યાત્મિક પ્રશ્ન થાય છે અને તમને લાગે છે કે આજે તમે જે જાતનું ભૌતિક માત્ર ભૌતિક જીવન જીવો છો તે પર્યાપ્ત નથી. તમારે સ્પિરિચ્યુઅલ થવું જ પડશે- આધ્યાત્મિક થવું જ પડશે. આધ્યાત્મિક થયા વગર જગતના કોઈ પણ જીવને આરોવારો નથી!
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો