ચાંપાનેરની કળાત્મક કેવડા મસ્જિદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુર્જરધરાનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સ્થળ કયું? પંચમહાલ જિલ્લાની ચાંપાનેર નગરી અવિસ્મરણીય વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ‘ચાંપાનેર-પાવાગઢ’નો 2004માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજના લિસ્ટમાં સ્થાન મળ્યું. ચાંપાનેરમાં 114 જેટલાં નિર્ધારિત સ્મારકોની શ્રૃંખલા ઇસ્લામિક સ્થાપત્યોનાં ઉત્તમ નમૂના છે. ચાંપાનેર ‘મસ્જિદો’નું ગામ છે.
જામા મસ્જિદ 66 મીટર x 55 મીટરના ક્ષેત્રફળમાં બનેલી છે. કેવડા મસ્જિદ-સ્મારક-મકબરા મહંમદ બેગડાએ પોતાના શાસનકાળ (1458-1511)માં બનાવેલી મસ્જિદનો પ્રાર્થના કક્ષ બે માળનો છે. વચ્ચેના મહેરાબની બંને બાજુના મિનારા સુંદર કળાત્મક કોતરણીવાળા છે. નગીના મસ્જિદ નામ તેવા ગુણથી અલંકૃત છે. નગીના મસ્જિદ બેઠી દડીની છે. સામે ચોરસ કળાના ભંડારવાળું ‘સેનોટફ’ ચારે બાજુ પ્રવેશદ્વાર છે. હાલ વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી થતી હોઈ તસવીરમાં કળાત્મક કેવડા મસ્જિદ બતાવેલ છે.
અન્ય સમાચારો પણ છે...