તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્વચા ગોરી કરવાના ઉપાય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ત્વચા ગોરી કરવાના ઉપાય
આ જકાલ આપણે લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે સ્વયંની કાળજી રાખવાનું યાદ જ નથી આ‌વતું. પરિણાણ? સ્કિન બરછટ અને કાળી પડી જાય, પછી ખબર પડે કે સ્કિન મૂળ જે કલરની હતી એનાથી સાવ જુદી થઈ ગઈ છે. પછી અફસોસ થાય છે કેે કામમાં આપણી જાતની સંભાળ લેવાનું પણ ભૂલી ગયા. તે પછી પણ આપણે તેની જરૂરી કાળજી લઈ શકતાં નથી, કારણ કે આજની આધુનિક દુનિયામાં કોઈની પાસે પોતાના માટે સમય જ નથી, તો કોઈ પાર્લર કે સલૂનમાં જઈને સમય ક્યાંથી આપે?

તો હવે એનો પણ ઉપાય છે કે જેની પાસે પોતાના માટે સમય નથી, તે પોતાના ઘરે જ રહીને ફેમિલીની સાથે સાથે પોતાના માટે પણ સમય કાઢી શકે છે. સનબર્ન થયેલી શ્યામ સ્કિનને ફરીથી ગોરી બનાવી શકે છે. જોઇએ, એ માટેની કેટલીક ટિપ્સ

-સૌ પ્રથમ લીંબુના રસમાં ખાવાનો સોડા મિક્સ કરીને વીસ મિનિટ ચહેરા, હાથ, પગ ઉપર લગાવીને રાખવાથી કાળાશ દિવસે દિવસે ઓછી થતી જશે. અઠવાડિયાં સુધી આ રીતે કરવાથી તમારી સ્કિન ચમકવા લાગશે અને સનબર્ન પણ નીકળી જશે.
-ચોખાના લોટમાં દહીં અને લીંબુનો રસ મિક્સ કરીને 30 મિનિટ સુધી લગાવીને રાખવું. ત્યારબાદ ધોઇ નાખવું. આ રીતે બે અઠવાડિયા સુધી અઠવાડિયામાં 3-4 વાર કરો.
-સંતરાંની છાલનો પાઉડર, લીંબુની છાલનો પાઉડર, ઓખાનો લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટ અઠવાડિયામાં 3-4 વાર લગાવવાથી પણ તમારી શ્યામ થઇ ગયેલી સ્કિન ગોરી થવા લાગશે.
-ચાની પત્તીનું પાણી, લીંબુનો રસ, ફુદીનાનાં પાન, અડધી ચમચી ખાવાનો સોડા નાખી આ મિશ્રણને ચહેરા, હાથ, પગ પર લગાવવાથી કાળાશ નીકળી જશે અને તમારી સ્કિન ચમકદાર બનશે.
-ચોખાના લોટમાં બાજરીનો લોટ, લીંબુનો રસ, ખાવાનો સોડા મિક્સ કરીને સાબુના બદલે આ ઉબટણ લગાવીને સ્નાન કરવાથી સ્કિનની કાળાશ દૂર થાય છે. આનાથી સ્કિન ફાટતી પણ નથી. આ ઉબટણથી નાનાં બાળકોને પણ સ્નાન કરાવી શકો છો. હા, જો બાળકો માટે આ ઉબટણ બનાવો તો ખાવાનો સોડા ન ઉમેરવો.
-કોફી પાઉડરમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી ચહેરાની ત્વચા કાંતિવાન બને છે અને ચહેરો આકર્ષક લાગે છે.
આ ઉપાયો દ્વારા સનબર્ન ત્વચાથી છુટકારો મેળવી શકાય છે.
 
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો