તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘર અને ઓફિસને કેવી રીતે જુદાં રાખી શકાય?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘણી વર્કિંગ વુમનને એવું લાગે છે કે નોકરી કરવા કરતાં તો ઘરે રહેવું વધુ સારું અને સરળ છે. કરિયરને લઈને ઉત્સાહ ઓછો થઈ ગયો છે? તો કરવાના કામ અંગે અઠવાડિયાનું શિડ્યુલ બનાવી લો. જો તમે દરરોજ તમારા વર્કપ્લેસને લઈને નાનાં-નાનાં સ્ટેપ્સ આગળ વધો તો માત્ર ઓફિસના કામકાજમાં જ નહીં બલકે તમારા જીવનમાં પણ ઘણા બધા પોઝિટિવ બદલાવ આવશે. આજે જાણીએ કે ઘર ને ઓફિસને કેવી રીતે જુદાં રાખી શકાય. વ્યવસ્થિત પ્લાનિંગ કરીને જોબ કરવાથી એ ક્યારેય તમારા ઘર-પરિવારની વચ્ચે નહીં આવે. તાણથી બચવા માટે કામ અને પરિવાર બંનેને જુદા રાખવાં જરૂરી છે.

સોમવાર: તમારી પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને સોમવારના કરવાના કામને અડધા સમયમાં પૂરા કરવાનો પ્રયાસ કરો. બોસની અપોઇન્ટમેન્ટ લો અને તમારા ટાર્ગેટ વિશે વાત કરો. આમ કરવાથી અડધું કામ કરી લીધું છે એવું લાગશે.

મંગળવાર: તમારા પ્રોફેશનલ સર્કલમાં સ્પાર્ક ફરીથી જગાડો અને કંઈક એવી નેટવર્કિંગ સાઇટ્સ સર્ચ કરો જે તમારી ઇન્ડસ્ટ્રી મુજબ હોય. તમારા જૂના કલીગ્સને ફોન કરો. ફ્રેન્ડલી ટૉક આત્મવિશ્વાસને ઘણા અંશે વધારે છે અને જીવનમાં પ્રગતિનાં નવાં દ્વાર ખોલે છે.

બુધવાર: આ દિવસે એક વખત જાણી લો કે તમે તમારા ટાર્ગેટને હાંસલ કરવામાં કેટલા સફળ રહ્યા છો. એક વખત જ્યારે તમને ખબર પડી જશે કે તમે કઈ સ્થિતિમાં છો તો પછી તમે તમારા કામને પૂરા કરવામાં સફળ થઈ શકો છો. દિવસ પૂરો થતા પહેલાં સ્વયંને મિડ વીક બ્રેક આપો.

ગુરુવાર: આ દિવસને વીકેન્ડ જેવો માનો. તમારી ટીમને નાનકડી ભેટ આપો. આ તમારા હાથેથી બનાવેલી કોઈ વસ્તુથી માંડીને નવા નોટપેડ્સ સુધી કંઈ પણ હોઈ શકે છે. ઓફિસમાં જેમની સાથે તમારી વાતચીત થોડી ઓછી છે તેમની સાથે વાતચીત કરો. સારું કામ કર્યા પછીની ખુશી કોઈ પણ વ્યક્તિને વધારે મહેનત કરવા માટે પ્રેરે છે.

શુક્રવાર: તમે થોડા ટેક્નોસેવી બનો અને અમુક પ્રોડક્ટિવિટી એપ ડાઉનલોડ કરો. તે તમને કામમાં મદદ કરશે. તેને વીકેન્ડ પર ટ્રાય કરો, જેથી આગામી વીકમાં તમે તેનો ફાયદો લઈ શકો. વીકેન્ડ શરૂ થયા પહેલાં બોસને પૂછો કે આ વીકમાં તમારી કામગીરી કેવી રહી.

શનિવાર: તમે તમારા સપ્તાહની શરૂઆત શનિવારથી કરો. જ્યાં મોટાભાગના લોકો વીકએન્ડના મૂડમાં હોય છે, તમે તેમનાથી બે ડગલાં આગળ વધો. તમારા વોર્ડરોબને આવનારા સપ્તાહ માટે તૈયાર કરો, જેથી સોમવારના તમારો સમય ન બગડે. આ દિવસે શોપિંગ માટે જાવ અને સામાન તથા ઘરને વ્યવસ્થિત કરો.

રવિવાર: રવિવારને એન્જૉય કર્યા પછી થોડો સમય આવનારા સપ્તાહમાં તમારે ઓફિસમાં શું કામ કરવાનું છે, તેના માટે લક્ષ્ય નક્કી કરી લો. તમે લિસ્ટ બનાવો કે આજે તમે ક્યાં છો, તમારે આવનારા સમયમાં શું કામ કરવાનું છે અને કઈ બાબતો તમને પાછળ લઈ જાય છે તેનું રફ પ્લાનિંગ કરો અને તે મુજબ કામ કરવાનું નક્કી કરો.
અન્ય સમાચારો પણ છે...