તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોકરી પહેલાં ઇન્ટર્નશિપ કેટલી જરૂરી છે?

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નોકરી પહેલાં ઇન્ટર્નશિપ કેટલી જરૂરી છે?
જ્યારે કરિયરની શરૂઆત થાય છે, ત્યારે જે તે ફિલ્ડ આપણા માટે નવું હોય છે, તેથી નોકરીના પહેલા દિવસે ગભરાટ થતો હોય છે, પરંતુ જો નોકરી શરૂ કર્યા પહેલાં ક્ષેત્ર અનુસાર કોઈ જગ્યાએ ઇન્ટર્નશિપ કરી હશે તો તે બહુ ઉપયોગી બનશે. તો કેમ જરૂરી છે નોકરી પહેલાં ઇન્ટર્નશિપ ચાલો જાણીએ.

-સોશિયલ સ્કિલ: જ્યારે કરિયરમાં સેટ થવાની અને નોકરી કરવાની વાત આવે ત્યારે સોશિયલ સ્કિલ પાવરફુલ હોવી જરૂરી છે. આ સોશિયલ સ્કિલ ત્યારે જ મજબૂત બને જ્યારે ઇન્ટર્નશિપ કરી હોય. ઇન્ટર્નશિપ વખતે એ કામ તો શીખવાડવામાં આવે જ છે જે તમારે આગળ જઈને નોકરીમાં કરવાનું છે. આ સાથે ઓફિસમાં સહકાર્યકરો સાથે કેવી વર્તણૂક રાખવી, તેમજ ઓફિસના માહોલમાં કેવી રીતે સેટ થવું તે સ્કિલ પણ શીખવા મળે છે. એક ઇન્ટર્ન પાસે સારી સોશિયલ સ્કિલ હોવી જરૂરી છે.

-પ્રેક્ટિકલ નોલેજ: જ્યારે ઇન્ટર્નશિપ કરીએ ત્યારે પ્રેક્ટિકલ નોલેજ વધે છે. ઓફિસમાં લોકો સાથે કેવી રીતે વાત કરવી, કસ્ટમર સાથે કેવી રીતે ડીલ કરવી, ઓફિશિયલ ઇ-મેઇલ કેવી રીતે મોકલવા વગેરે પ્રેક્ટિકલ નોલેજ ઇન્ટર્નશિપમાં શીખવા અને જાણવા મળે છે.

-ટાઇમિંગ એટિકેટ્સ: નોકરીમાં શિસ્ત, ટાઇમ અને ડિસિપ્લિન ઘણી મહત્ત્વનાં હોય છે. જો ટાઇમસર ઓફિસ ન પહોંચ્યા તો પગાર પણ કપાઈ જાય છે. ઓફિસમાં ટાઇમ પર પહોંચવાની આદત તમારી સારી છાપ ઊભી કરે છે.
કામ પતાવીને ઊભું થવું
ઇન્ટર્નશિપમાં ધીમે ધીમે કામનું ભારણ વધતું જાય છે, તેથી એક નિયમ કરવો કે આજનું કામ પતાવીને જ ઊભું થવું. આવી આદત પડી જવાથી ભવિષ્યમાં કામ લાગે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો