તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધુનિક યુગની આગવી ઓળખ: આલ્ફા વુમન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આધુનિક યુગમાં અનેક ક્ષેત્રોમાં અવ્વલ રહેતી યુવતીઓ માટે હાલમાં આલ્ફા વુમન નામનો નવો શબ્દ પોપ્યુલર બન્યો છે. પારિવારિક ‘પળોજણો’થી ‘સેફ ડિસ્ટન્સ’ રાખીને પોતાની કારકિર્દી પ્રત્યે સમર્પિત મહિલાઓને આલ્ફા વુમન તરીકે ઓળખાય છે. આ એક નવો સામાજિક ટ્રેન્ડ છે. આલ્ફા વુમન તરીકેના મહિલાના આ અતિ મોડર્ન સ્વરૂપની સ્વીકૃતિ આપણા સમાજમાં ધીમે ધીમે વધી રહી છે ત્યારે પોતાના પ્રોફેશન પ્રત્યે કટિબદ્ધ તેજીલા તોખાર જેવી મહિલાઓએ સામાજિક મોરચે જુદા જ પ્રકારનાં એડજસ્ટમેન્ટ માટે સજ્જ રહેવું પડે છે.

આલ્ફા વુમન તરીકેના મહિલાના આ અતિ મોડર્ન સ્વરૂપની સ્વીકૃતિ આપણા સમાજમાં ધીમે ધીમે વધી રહી છે ત્યારે તેમની ખૂબીઓ જાણીએ

સુપર વુમન શબ્દથી સહુ કોઈ પરિચિત છે, પણ આ આલ્ફા વુમન કોને કહેવાય? કરિયર ઓરિએન્ટેડ આલ્ફા વુમનની ખૂબીઓ અને ખામીઓ વિશે વિગતવાર ચર્ચા કરીએ. દરેક ક્ષેત્રે પ્રથમ રહેનાર, તમામ મોરચે નંબર વન રહેતી સ્ત્રીને આલ્ફા વુમન કહી શકાય. સ્ત્રીઓનું આકાશ સતત વિસ્તરતું જાય છે અને એ આભને આંબવાની મહેચ્છા સાથે મહિલાની ઇમેજ સતત બદલાઈ રહી છે. પોતાના કામના આધારે તે વર્કિંગ વુમન, મલ્ટિ ટાસ્કિંગ વુમન, સુપર વુમન, હોમમેકર અને હવે આધુનિક યુગમાં ‘આલ્ફા વુમન’ની કેટેગરીમાં સામેલ થઈ રહી છે.

પોતાના ક્ષેત્રમાં સફળ થવા માટે બીજી બધી બાબતોને બાજુ પર મૂકીને પોતાની કારકિર્દીના લક્ષ્યને સિદ્ધ કરવા માટે આગળ વધે તેવી મહિલા આલ્ફા વુમન કે આલ્ફા ફીમેલ તરીકે ઓળખાય છે.
આલ્ફા વુમન આગવી સ્વતંત્ર વિચારધારા મુજબ આગળ વધે છે. કોઈ પણ પ્રકારની ઇમોશનલ રિલેશનશિપમાં અટવાતી, ગૂંચવાતી નથી અથવા તો ગમે તેમ કરીને એ રિલેશનશિપ ટકાવવા કે નિભાવવા માટે તે તલપાપડ થતી નથી. તે કોઈ પણ પ્રકારની કૌટુંબિક જંજાળમાં પડવા માગતી નથી.

કરિયર ઓરિએન્ટેડ આલ્ફા ફિમેલ માત્ર પોતાના પ્રોફેશનલ ટાર્ગેટ પર જ ફોકસ રાખે છે અને તે એચિવ કરીને સતત પ્રગતિના પંથે આગળ વધે છે. આલ્ફા વુમનઆગવી વિશેષતા ધરાવે છે.
આલ્ફા વુમન આગવી સ્વતંત્ર વિચારધારા ધરાવે છે. તેનો આઈ ક્યૂ ઊંચો હોય છે. આવી આલ્ફા ફીમેલ ખૂબ મેચ્યોરિટી સાથે પોતાના દરેક નિર્ણયને વળગી રહીને આગળ વધે છે. તે પોતાના ક્ષેત્રમાં રિઅલ હીરો પુરવાર થાય છે. તે કામને જ મહત્ત્વ આપતી હોવાથી લાગણીઓની આંટીઘૂટીમાં અટવાતી નથી. ઇમોશનલ રિલેશનશિપથી થોડું દૂર રહેવાનું પસંદ કરે છે.

આલ્ફા વુમનની અન્ય લાક્ષણિકતા તેનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. એ સ્ટાઇલ પરિધાનની હોઈ શકે અને કામ કરવા-કરાવવાની આગવી પદ્ધતિની પણ હોઈ શકે. તેની કોમ્યુનિકેશન સ્કિલ સારી હોય છે. તે જબરદસ્ત કોન્ફિડન્સ સાથે પોતાના ક્ષેત્રમાં આગળ વધતી જોવા મળે છે. આલ્ફા વુમનની અન્ય એક આઇડેન્ટિટી એ છે કે તે પોતાના અધિકારો-સત્તા બાબતે પૂરેપૂરી સભાન હોય છે. તે પોતાને મળેલી સત્તાનો ઉપયોગ કરીને સંગીન નિર્ણયો લઈ શકે છે. તેનું વર્તન ઉષ્માસભર અને વિનમ્ર હોય છે. તે પોતાની કારકિર્દીને અનુલક્ષીને આગળ વધે હોય અડગ નિર્ણય લેવામાં સક્ષમ પુરવાર થાય છે.

લક્ષ્યને સમર્પિત આલ્ફા વુમન
આલ્ફા વુમનનું આકર્ષક વ્યક્તિત્વ એ તેનું નોંધનીય પાસું છે. તે ડાયનેમિક રહીને કામ કરે છે. તેની અન્ય એક ખૂબી તેની કમ્યુનિકેશન સ્કિલ છે. તે જે બોલે છે એ જ ભાવ તેની આંખોમાં દૃઢતાપૂર્વક રજૂ થતો હોય છે. તે પ્રસિદ્ધ હોય છે તથા દરેક બાબતે સ્પષ્ટ હોય છે. તે પોતાના વિચારોને સરળતાથી સમજાવી શકે છે. જોકે, આપણા સમાજમાં હજુ આજે પણ આલ્ફા વુમનની સ્વીકૃતિ ઓછી જોવા મળે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો