તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બળાત્કાર મજા કે મજાકની વાત નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુલતાન ઉર્ફે સલમાનને ના હોય ત્યાંથી કંઈક થાય ને કોર્ટમાં કેસ થાય. 18 જૂને મીડિયા સાથેના વાર્તાલાપમાં સુલતાનના શૂટિંગની વાત કરતાં અતિશિયોતિ કરી બેઠા. ‘શૂટિંગ દરમ્યાન કુસ્તીની સિક્વન્સ બાદ જ્યારે ડગલાં માંડું ત્યારે જાણે બળાત્કાર પીડિત સ્ત્રી હોય તેમ લાગતું હતું.’ આ એક વિધાન માટે મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફોર વુમન દ્વારા નોટિસ મોકલી વકીલ સાથે પ્રત્યક્ષ હાજરી આપી ખુલાસો માગ્યો. નેશનલ કમિશન ફોર વુમન, નવી દિલ્હી દ્વારા પણ સલમાનને 8મી જુલાઈના રોજ પ્રત્યક્ષ હાજર થવા સમન્સ મોકલવામાં આવ્યો. આવી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત નારી-વિકાસ માટેની સંસ્થાને સલમાન સાથે કોઈ વેરભાવ ના હોય, પણ અહીં પ્રશ્ન સ્ત્રી સાથે બળાત્કાર શબ્દને જોડવામાં આવ્યો એનો છે.

કોઈ પણ સ્ત્રી માટે બળાત્કારની કલ્પના ભયાવહ હોય છે. એને નાનપણથી જ જીવનની સૌથી મોટી બીકનું નામ બળાત્કાર આપવામાં આવે છે

સલમાને પોતાની થકેહાલ ચાલને બળાત્કાર પછીની સ્ત્રીની ચાલ સાથે સરખામણી કરી. સ્ત્રી પર બળાત્કાર થાય એ મજાકની કે ઉપમા -ઉદાહરણ આપવાની વસ્તુ છે? બળાત્કાર થાય પછીની ચાલ જોવા ગયા છો? અને જો ચાલની ખબર છે તો એની માનસિક સ્થિતિની ખબર છે ખરી? સલ્લુને વકીલની મદદથી સમન્સનો જવાબ આપવો તો ડાબા હાથનો ખેલ છે. પુરુષ દ્વારા થયેલો આ “ખેલ’ એક સ્ત્રી, એનું જીવન અને એના કુટુંબ માટે એક ગ્રહણ સમાન છે. બળાત્કાર પીડિત યુવતી કે સ્ત્રીની ચાલ શું આખું સ્વાસ્થ્ય લથડી પડે.

શારીરિક સમસ્યાનો ઉપાય શક્ય એટલો ઝડપથી કરવામાં આવે છે અને તેમાં સફળતા પણ મળે છે, પરંતુ માનસિક આઘાત મનના અને જીવનના દરેક સ્તર સુધી પહોંચી જાય છે “રેપ ટ્રોમા સિન્ડ્રોમ’થી પીડિત સ્ત્રી એકથી વધુ અસાધારણ (એબનોર્મલ) વર્તન કરે છે. તે ડિપ્રેશન, ખોરાક, ઊંઘની અનિયમિતતા વગેરે અનેક મનોરોગનો ભોગ બને છે. કોઈ પણ સ્ત્રી માટે બળાત્કારની કલ્પના ભયાવહ હોય છે. એને નાનપણથી જ જીવનની સૌથી મોટી બીકનું નામ બળાત્કાર આપવામાં આવે છે.

સ્ત્રીની શારીરિક રચના જ “સ્વીકૃતિ’ની છે આથી શારીરિક સંબંધ સમયે પણ તે “નિષ્ક્રિય” રહે તો ચાલે છે. તેની ઇચ્છા વિરુદ્ધ પુરુષ સંબંધ બાંધી શકે છે જ્યારે સ્ત્રી ધારે તો પણ પુરુષ પર બળાત્કાર ના કરી શકે. પ્રકૃતિગત અશક્ય છે. સદીઓથી પુરુષને પુરુષ હોવાનો મુખ્ય માપદંડ તેની શારીરિક ક્ષમતા રહી છે. આથી જ્યાં પોતાનું પૌરુષ સાબિત કરવાનો વખત આવે છે તેનું મુખ્ય ધ્યાન પોતાને શારીરિક સમર્થ સાબિત કરવામાં હોય છે. કોઈ પણ પુરુષ માટે સમગ્ર વિશ્વની સૌથી વાંધાજનક ગાળ “નપુંસક’ છે. પથારીમાં નબળો સાબિત થયેલો પુરુષ દરેક ક્ષેત્રમાં નકામો જ હશે એમ માનવામાં આવે છે.

પુરુષની મર્દાનગી અને વીરતા ‘વીર્ય’ શબ્દથી ઉત્પન્ન થઈ છે. આ મર્દાનગીનું પ્રદર્શન ઘરના બેડરૂમથી બળાત્કાર સુધી પહોચી ગયું. સેક્સ એ સંપૂર્ણ નૈસર્ગિક પ્રવૃત્તિ અને જરૂરિયાત છે છતાં સૌથી વધુ ગૂંચવાડા, સમસ્યા એની સાથે જોડાયેલાં છે. બળ પ્રયોગની સાથે બળજબરી પણ જોડાઈ ગઈ. દરેક ભાષામાં અપશબ્દો એટલે કે ગાળથી માંડીને શૃંગારિક શબ્દોમાં જાતીયતા અને તે સાથે જોડાયેલાં અંગોની વાત આવે છે. દરેક પ્રાણી માટે જે સાહજિક ક્રિયા હોય છે તેને માણસે વધારે પડતી ગૂંચવી દીધી.

સ્ત્રીનું શરીર કાયમ માટે આકર્ષણ અને કુતૂહલનું કેન્દ્ર રહ્યું છે અને તેનાં અંગઉપાંગો કાયમ અભદ્ર ચેનચાળાના વિષયો રહ્યા છે. રોજ ક્યાં અને કેટલાને સમન્સ મોકલાશે? બળાત્કારની કાયદા માન્ય વ્યાખ્યામાં નહીં આવતા દરેક અશ્લીલ વર્તન અને ભાષાનો સામનો પહેલાં સ્ત્રીએ જ કરવો જોઈએ. જે ભાષા આપણા માટે સહ્ય નથી એ જ્યારે બીજી સ્ત્રી માટે વપરાય ત્યારે આંખ આડા કાન કરવાને બદલે પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે વિરોધ નોંધાવીએ. માનસિક બળાત્કાર એક એવો ગુનો છે જે મોટેભાગે સ્ત્રી અવગણે છે. જે શરીરને કારણે માતૃત્વ શક્ય છે, એની શરમ કે બીક નહીં પણ ગૌરવ લેવું જોઈએ. બળાત્કાર જેવી સૌથી ઘૃણાસ્પદ ઘટના કોઈ પણ સંજોગોમાં મજાક કે ઉદાહરણને પાત્ર નથી જ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો