તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિ ઘણી વાર મારી સાથે જબરદસ્તી કરે છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
-પ્રશ્ન : મારા પતિને અઠવાડિયામાં બેથી વધારે વાર સાથ માણવા જોઈએ છે. હું એ માટે ના નથી કહેતી, પણ ક્યારેક મને પણ થોડો આરામ જોઇએ છે. હું ના કહું તો એ મને જબરદસ્તી કરે છે. મારે એમને કેવી રીતે મારી સ્થિતિ વર્ણવવી?

ઉત્તર : કેટલાક પુરુષોને જાતીય આવેગ વધારે હોવાથી તેમને વધારે વાર સાથ માણવાની ઇચ્છા થતી હોય છે. પત્ની તરીકે તમે એમને પૂરતો સહકાર આપો છો તે યોગ્ય છે, પરંતુ એમણે તમારી સ્થિતિનો વિચાર કરવો જોઈએ. જો એ તમારી સાથે જબરદસ્તી કરતા હોય તો એક વાર શાંતિથી તમારી સ્થિતિ વિશે પતિને  જણાવો. તમારા પતિ ચોક્કસ તમારી તકલીફ સમજશે.

-પ્રશ્ન : મને જ્યારે પણ પિરિયડ્સ આવે ત્યારે પેટમાં અસહ્ય દુખાવો થવા સાથે બ્લીડિંગ પણ ખૂબ થાય છે. મારા પતિ આવા સમયે પણ સાથ માણવાનો આગ્રહ કરે છે. મને ઇન્ફેક્શન થવાનો ડર લાગે છે. શું કરું?
ઉત્તર : પિરિયડ્સ દરમિયાન સાથ માણવાનું થોડું જોખમી તો છે જ, કેમ કે ક્યારે કઈ રીતે ઇન્ફેક્શન લાગી જાય તે વિશે કહી શકાય નહીં. વળી, તમારી સમસ્યા ધ્યાનમાં લેતા આ દિવસો દરમિયાન સાથ માણવાનું ટાળવું જોઈએ, કેમ કે બ્લીડિંગ થતું હોય ત્યારે સાથ માણવાની મજા આવતી નથી. આથી બને તો પતિને સમજાવી આ સ્થિતિમાં સાથ માણવાનું ટાળો.

- પ્રશ્ન : મારી ઉંમર પિસ્તાળીસ વર્ષ છે. છેલ્લા છએક મહિનાથી મને સાથ માણવાની ઇચ્છા થતી નથી, જ્યારે મારી પત્ની મને સતત ઉત્તેજિત કરતી રહે છે. એને કેવી રીતે સમજાવવી? એને કેમ આટલી ઉત્તેજના થાય છે?

ઉત્તર : અમુક ઉંમર પછી શરીરમાં જાતીય આવેગ ઉત્પન્ન કરતા સ્રાવમાં ઘટાડો થાય છે. તમારા કિસ્સામાં પણ એવું બન્યું છે. જેના લીધે તમને સાથ માણવાની ઇચ્છા નથી થતી. જ્યારે સ્ત્રીઓમાં મેનોપોઝનો સમય નજીક આવે ત્યારે ઘણી મહિલાઓમાં સાથ માણવાની ઇચ્છા વધારે તીવ્ર બની જાય છે. તમારાં પત્નીનો પણ મેનોપોઝનો સમય નજીક હોય અને તેથી એ વધારે ઉત્તેજના અનુભવતાં હોઈ શકે છે. આવું થોડો સમય રહેશે. ચિંતા ન કરો.
 
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો