પ્રશ્ન : હું 48 વર્ષની છું. મારે બે દીકરાઓ છે, જે પરણી ચૂક્યા છે. મને સતત એવું લાગે છે કે ઘરમાં હવે કોઈને મારી જરૂર નથી. ક્યારેક કારણ વગર રડવું આવે છે. હસવાનું હું ભૂલી ગઈ છું, ખબર નહીં મને શું થઈ રહ્યું છે? હું શું કરું?
પ્રી મેનોપોઝ પિરિયડ દરમિયાન શારીરિક- માનસિક ફેરફાર જોવા મળતા હોય છે. હોર્મોન્સમાં ફેરફાર થાય છે. એટલે હતાશા અનુભવાય છે
જવાબ: તમારે આ વાતની જાણ ઘરના લોકોને કરવી જોઈઅે અને વહેલી તકે ગાયનેકોલોજિસ્ટ પાસે જવું જોઈએ કારણ કે તમારો મેનોપોઝનો તબક્કો શરૂ થઇ ગયો હોય એમ લાગે છે એટલે તમે ડિપ્રેશનનો ભોગ બન્યાં છો. પ્રી મેનોપોઝ પિરિયડ દરમિયાન શારીરિક- માનસિક ફેરફાર જોવા મળતા હોય છે. હોર્મોન્સમાં ફેરફાર થાય છે. એટલે તેની સારવાર કરાવવી જરૂરી છે. જો તમે વધારે વિલંબ કરશો તો વધારે હેરાન થશો અને તમારી સ્થિતિ બગડતી જશે.
પ્રશ્ન : મારે એક દીકરો છે અને બીજા સંતાન વચ્ચે અંતર રાખવા મેં આંકડી પહેરી છે. જ્યારે મારા પિરિયડમાં શરૂ થાય છે ત્યારે મને શરૂઆતમાં બે-ત્રણ દિવસ ફક્ત ડાઘ જ પડે છે અને એ પછી માસિક આવવાનું શરૂ થાય છે. આવું કેમ થતું હશે?
જવાબ: ના, તમને કોઈ તકલીફ નથી તેથી ચિંતા કરવા જેવું નથી. જે મહિલાઓ આંકડી પહેરે છે તેમાંથી મોટા ભાગની મહિલાઓને પિરિયડના પહેલા ત્રણ દિવસ સુધી ફક્ત ડાઘ જ પડે છે, જે સામાન્ય છે એ પછી એટલે કે ચોથા કે ત્રીજા દિવસે બ્લીડિંગ આવવાનું શરૂ થાય છે, જેને તમે પિરિયડનો પ્રથમ દિવસ ગણી શકો.
પ્રશ્ન : મારી ઉંમર 28 વર્ષની છે અને મારા મેરેજ થોડા સમય પહેલાં જ થયા છે, પરંતુ પતિ સાવ સુકલકડા અને હું સ્થૂળ છું. તેમની સાથે સમાગમ કરતી વખતે મને સંતોષ થતો નથી. તો શું હું જાડી છું એટલે તેમને સંતોષ મળતો નહીં હોય અને મને મહિના રહેતા નહીં હોય?
જવાબ: જાડી સ્ત્રી અને પાતળો પુરુષ એકબીજાને સંતોષ આપી શકતાં નથી, આવી આપણા સમાજમાં માન્યતા પ્રવર્તે છે. કોઈ અકળ કારણસર ઘણા લોકો આવી ગેરસમજ ધરાવે છે. હકીકતમાં શરીરનો વિપરીત બાંધો જાતીય સુખમાં ક્યાંય નડતો નથી. તમને તમારા પતિથી સંતોષ મળતો નથી અને દિવસો રહેતા નથી એ માટે સારા ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક સાધો.