તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્માર્ટ પેરેન્ટ્સ માટે પેરેન્ટિંગ એપ્સ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્માર્ટ પેરેન્ટ્સ માટે પેરેન્ટિંગ એપ્સ
-વ્હાઇટ નોઇસ એપ: સિંગલ પેરેન્ટને ઉપયોગી એવી આ સારી એપ છે. આખો દિવસ ઘર અથવા ઓફિસમાં કામ કર્યા બાદ પેરેન્ટને રાત્રે સારી ઊંઘ મળે તે ખૂબ જરૂરી છે, પરંતુ ઘણા બાળકો રાત્રે ઊંઘતાં ન હોવાથી માતા-પિતાની ઊંઘ પણ બગડતી હોય છે. વ્હાઇટ નોઇસ એપની ખાસ વાત એ છે કે તેમાં એવું સંગીત વાગે છે જેથી બાળકને તરત ઊંઘ આવી જાય. ધીમા અને ઝડપી વરસાદનો અવાજ, પાણીનો અવાજ. આવા અનેકવિધ અવાજ બાળકના મગજને શાંત કરી દે છે. રડતાં બાળકો પણ શાંત થઈ જાય છે. આ સંગીતને સાંભળતાં બાળક ઊંઘમાં સરી પડે છે.

-આઈસીઈ-ઇન કેસ ઓફ ઇમર્જન્સી એપ: આઈસીઈ એપ એવી એપ છે જે ઇમર્જન્સીના સમયે પેરેન્ટ્સને કામ આવે છે. આ એપની વિશેષતા એ છે કે તેમાં ડોક્ટર્સ અને નજીકના ફેમિલી મેમ્બર્સના નંબર સેવ કરી શકાય છે. ઘરની નજીકની હોસ્પિટલના ફોન નંબર અને મેડિકલ સ્ટોરના એડ્રેસ સાથે નંબર સેવ કરી શકાય છે. આ એપ દ્વારા દવાઓ, રોગો અને એલર્જી જેવી ઇન્ફર્મેશન મેળવી શકાય છે. આમાં એલાર્મની સુવિધા છે. જેને દબાવવાથી ફેમિલી મેમ્બરના લિસ્ટને ઇમર્જન્સીનો મેસેજ મળી જાય છે. માત્ર એક ક્લિકથી તેમનેે જાણ થઇ જાય છે કે તમને મદદની જરૂર છે.

-પેરેન્ટિંગ એજીસ એન્ડ સ્ટેજીસ: સિંગલ પેરેન્ટ માટે બાળકનો ઉછેર કેવી રીતે કરવો તે બહુ મોટી ચેલેન્જ હોય છે, પરંતુ પેરેન્ટિંગ એજીસ એન્ડ સ્ટેજીસ એવી એપ છે જેના દ્વારા બાળકનો ઉછેર પૂરેપૂરી જાણકારી અને નોલેજ સાથે કરી શકાય છે. પ્રેગ્નન્સીથી લઈને બાળક જન્મે અને દરેક વર્ષે મોટું થાય ત્યારે તેનો ઉછેર કેવી રીતે કરવો આ બધી જ જાણકારી પૂરી પાડે છે. પેરેન્ટિંગને લગતા હજારો આર્ટિકલ્સ આ એપમાં છે, જે પેરેન્ટિંગને લઈને દરેક જાણકારી પૂરી પાડે છે. આમાં ડોક્ટર્સ અને એક્સપર્ટ પાસેથી પોતાને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મેળવી શકાય છે.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો