IAS/IPSમાં સફળતાનો સ્માર્ટ પ્લાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
IAS/IPSમાં સફળતાનો સ્માર્ટ પ્લાન
કાર્ય પ્રત્યેનું સમર્પણ આપણને જીવનના દરેક તબક્કે મદદરૂપ થતું જ હોય છે
અલગ અલગ વર્ષમાં જેઓ ટોપર્સ રહ્યા છે તેમની પાસેથી સફળ થવા માટેનાં સૂચનો તપાસીએ, તેમની સફળતાનું રહસ્ય જાણીએ તેમના જ શબ્દોમાં - કયાં કયાં પરિબળોએ કેવો ભાગ ભજવવાનો હોય છે, તપાસીએ. ...

-સખત મહેનત : આપણે બધા જાણીએ છીએ, પરંતુ વારંવાર ભૂલી પણ જઈએ છીએ કે સખત મહેનતનો કોઈ પયાર્ય નથી. આકાશમાંથી કોઈ જ ફરિસ્તા આવીને મદદ કરવાના નથી સમગ્ર અભ્યાસક્રમ આપે જ તૈયાર કરવાનો છે. સીએસઇ એ એક મેરેથોન રેસ છે. સિવિલ સર્વિસીસ એક્ઝામ આપનાર બધા જ સારું શિક્ષણ પામેલા છે. જેઓ આ પરીક્ષાનું ફોર્મ ભરે છે તેમાંથી 40  ટકાથી પણ વધુ પરીક્ષા પ્રત્યે ગંભીર છે, જેમને આ પરીક્ષામાં પાસ થવાનો – સફળ થવાનો વિશ્વાસ પણ છે. આ 40 ટકા ગંભીર ઉમેદવારોમાંથી લગભગ 20 ટકા ઉમેદવારો એવા હોય છે, જેઓ સખત મહેનતુ છે.

યાદ રહે, આ 30થી 40 હજાર ઉમેદવારોમાંથી લગભગ 400 ઉમેદવારો જ સફળ થવાના છે. (આશરે 400 પોસ્ટ હોવાનું સ્વીકારીએ તો) આપણું ધ્યેય આ 400 ઉમેદવારોમાં સ્થાન મેળવવાનું છે. તો પ્રથમ 400માં સ્થાન મેળવવા ખૂબ જ મહેનત કરવી જરૂરી છે. સારી લેખનશક્તિ અને લેખા કૌશલ્ય અને તમારી આગવી સ્ટાઇલ આ બધું જ તમને સફળ બનાવી શકે. યાદ રહે સફળ થવા માટે કોઈ ટૂંકો રસ્તો નથી.

તમારી સખત અને સ્માર્ટ મહેનત ક્યારેય એળે જતી નથી. પરીક્ષાની પૂર્વતૈયારી લાંબો સમય ચાલે છે અને આ સમય દરમ્યાન ઘણા ચઢાવ-ઉતાર પણ આવે છે. આપણે નબળા સમયની વિશેષ કાળજી લેવાની છે સતત સેલ્ફ મોટિવેશન માટે જાગૃત રહેવું અનિવાર્ય છે. યોગ્ય આયોજન સાથે પ્રીલિમિનરી પરીક્ષા સાથે કે પહેલાંથી મુખ્ય પરીક્ષાની 60 ટકા કે વધુ તૈયારી સુનિશ્ચિત કરવી સફળ થવા માટેનો સ્માર્ટ રસ્તો છે, કારણ સમય ખૂબ જ ઓછો રહે છે.

- સમર્પણ : તમારા કાર્ય પ્રત્યેનું સમર્પણ આપણને જીવનના દરેક તબક્કે મદદરૂપ થાય છે, જેથી અભ્યાસ પ્રત્યે જ પૂરેપૂરા સમર્પિત રહો. સંપૂર્ણ ધ્યાન અભ્યાસક્રમમાં જ કેન્દ્રિત કરો. સારી સફળતા મેળવવા માટે આપણે ફિલ્મો, મસ્તી, મનોરંજન, મિત્રો સાથેની ગપસપ અને મોજ મજાને થોડા સમય માટે ભૂલી જવાં જ પડશે. દિવસ-રાત અભ્યાસ માટે જ ફાળવો, સતત પ્રવૃત્ત રહો, જો તમારા ધ્યેય(સીએસઇ પાસ કરવા)ને સમર્પિત નહીં રહો તો ધ્યેય હાંસલ કરવું શક્ય નથી.

ધૈર્ય : પ્રચંડ પરિશ્રમ+અખંડ ધીરજ = ઇચ્છિત સફળતા આ સૂત્ર આત્મસાત્ કરવું જોઈએ.
(વધુ આવતા અંકે)
સ્પાર્ક પ્લગ : ઉન્નત વિચારો અને ઉન્નત કક્ષા પાપ્ત કરેલાઓ જ નતમસ્તકે રહેવાનું પણ સવેળા શીખ્યા હોય છે! ખરી માનસિક ઊંચાઈ સાથે નમ્રતા આપોઆપ પ્રગટે છે.
 
અન્ય સમાચારો પણ છે...