તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામાન્ય અભ્યાસ–અસામાન્ય રુચિ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સામાન્ય અભ્યાસ–અસામાન્ય રુચિ

અંતરીક્ષમાં મોકલેલા ઉપગ્રહો નકામા થઈ ગયા હોય તેને અંતરીક્ષ કચરો કહેવાય છે
જનરલ સ્ટડીઝ સતત પરિવર્તનશીલ અને ગતિશીલ છે. ચાલો જોઈએ સાયન્સ અને ટેક્નોલોજીના મુખ્ય પરીક્ષામાં પુછાઈ શકે તેવા શબ્દ સીમા આધારિત મુદ્દા. જીપીએસસી વર્ગ 1/2ના નવા માળખામાં જનરલ સ્ટડીઝ વિષયની મુખ્ય પરીક્ષામાં પણ આ બાબતો ખૂબ ઉપયોગી બની રહેશે. અંતરીક્ષનો કચરો Space waste એટલે શું?

અર્થ - પ્રક્ષેપણયાનો, અંતરીક્ષ યાનોના નષ્ટ થયેલા ભાગો, જે ઉપગ્રહો કે જેનું આયુષ્ય પૂર્ણ થયેલું હોય, અંતરીક્ષમાં મોકલેલા ગ્રહો નકામા થઈ ગયા હોય અથવા તેને સંબંધિત બિનઉપયોગી ઉપકરણો અને સામગ્રીઓને અંતરીક્ષ કચરો Space waste કહેવાય છે.

સમસ્યાનું  સ્વરૂપ- કચરો જો આ જ પ્રકારે વધતો રહે તો મોકલેલા ઉપગ્રહોની કામગીરી અને આયુષ્ય ઉપર જોખમી અવરોધ સર્જાય છે.
-ફાસ્ટ બ્રીડર રિએક્ટર- FBR પરમાણુ ઊર્જામાં મહત્ત્વ
વ્યાખ્યા- રિએક્ટરનો એક એવો પ્રકાર છે તેમાં જેટલું પરમાણુ બળતણ વપરાય છે તેનાથી અનેકગણું બળતણનું ઉત્પાદન થઈ જાય છે. આ પ્રકારના રિએક્ટરને તેના વપરાશથી અનેકગણી ઝડપથી ઉત્પન્ન થતા બળતણનો વિશિષ્ટતાને કારણે FBR ફાસ્ટ બ્રીડર રિએક્ટર કહે છે. ભારતીય પરમાણુ ઊર્જા કાર્યક્રમનો બીજો તબક્કો FBR અંતર્ગત છે.

-થર્મલ રિએક્ટર (TR) – ગુણધર્મો-
-આ રિએક્ટરમાં ન્યુટ્રોનની ગતિ ઓછી તેમજ વિભાજિત ન્યુટ્રોન્સની સંખ્યા ઓછી હોય છે
-મંદકના સ્વરૂપમાં ગ્રેફાઇટ અથવા ભારે પાણીનો ઉપયોગ કરાય છે તેમજ તેનો આકાર મોટો હોય છે.
-બળતણ સ્વરૂપે પ્રાકૃતિક યુરેનિયમ U235નો ઉપયોગ.
-કૂલન્ટના સ્વરૂપમાં ભારે પાણીનો પ્રયોગ.

-ફાસ્ટ બ્રીડ રિએક્ટર FBR – ગુણધર્મો
-ન્યુટ્રોનની ગતિ વધારે તેમજ વિભાજિત તેમજ/વિખંડિત ન્યુટ્રોન્સની સંખ્યા વધુ હોય છે. તે પરમાણુ વિખંડનની પ્રક્રિયાને સતત ચાલુ રાખે છે.
-મંદકનો ઉપયોગ નથી થતો તેમજ તેનો આકાર નાનો હોય છે.
-FBRમાં પ્લુટોનિયમ તેમજ યુરેનિયમ મિશ્રિત કાર્બાઇડનો પ્રયોગ કરવામાં આવે છે.
-કૂલન્ટ સ્વરૂપે દ્રવ્ય સોડિયમનો ઉપયોગ.
-ZERO POWER Reactor (ZPR) શું છે?
મુખ્ય હેતુ પ્રક્રિયા ચાલુ રાખવાનો હોવાથી ZPR કહે છે. તેમાં ઊર્જાની ઉત્પત્તિ નહીંવત્ હોય છે, આપણા દેશના ZPR આસરા, સાયરસ, પૂર્ણિમા, ધ્રુવ વગેરે ZPR છે.

-ન્યુક્લિયર વિન્ટર : પરમાણુ બોમ્બમારાની સ્થિતિને લીધે ખૂબ મોટા પ્રમાણમાં ધૂળ, ધુમાડો, કાર્બનયુક્ત વાયુઓનું સ્તર વાયુમંડળમાં છવાઈ જાય ત્યારે સૂર્યકિરણોને પૃથ્વી સુધી પહોંચતાં રોકે અને વાતાવરણ ઠંડું બની જાય તેને ‘ન્યુક્લિયર વિન્ટર’ કહે છે.
-સ્પાર્ક  પ્લગ: શૂન્ય બાળપણ ધરાવતી વ્યક્તિ ક્યારેક ‘નરાધમ’ બની શકે! ચેતવા જેવું ખરું!
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો