તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુખ્ય પરીક્ષાના મહત્ત્વના મુદ્દા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુખ્ય પરીક્ષાના જનરલ સ્ટડીઝનાં પેપર (1) અને પેપર (2)ના મુદ્દાઓ પૈકી ગત અંકમાં ભારતીય સમાજનાં વિશિષ્ટ લક્ષણો અને સામાજિક બાબતોની ચર્ચા અને ‘રોડમેપ’ તપાસ્યા બાદ આજે જોઈએ. જનરલ સ્ટડીઝનાં પેપર (1) અને પેપર (2)ના મહત્ત્વના મુદ્દાઓ પૈકી ઇન્ડિયન ઇકોનોમી – ભારતનું અર્થતંત્ર અને સંલગ્ન મુદ્દાઓમાં સમાવિષ્ટ રેન્જ ઓફ પ્રિપરેશન અને ડેપ્થ ઓફ પ્રિપરેશનની રૂપરેખા.
ઇન્ડિયન ઇકોનોમી : ભારતનું અર્થતંત્ર – સંલગ્ન મુદ્દાઓના વિશાળ–વ્યાપક ફલકમાં નીચેના મુદ્દાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ જરૂરી છે.
આર્થિક સુધારાઓ અને નવી આર્થિક નીતિઓ
ફાયદા અને ગેરફાયદાઓ: 1991ની નવી આર્થિક નીતિના મુખ્ય ઉદ્દેશો, મહત્ત્વનાં નીતિગત પરિવર્તનો. L.P.G. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન :
ક્ષેત્રીય નીતિગત સુધારાઓ : સેક્ટરલ પોલિસી રિફોર્મ્સ
ઉદ્યોગો અને નીતિગત સુધારાઓ : ઉદ્દેશો – ઔદ્યોગિક પરવાના નીતિમાં પરિવર્તનો, વિદેશી રોકાણો, વિદેશી ટેક્નોલોજી સંબંધિત કરારો, પબ્લિક સેક્ટર, MRTP એક્ટ.
ઉપરોક્ત મુદ્દાઓના અભ્યાસમાં ઊંડાણપૂર્વક જતા પહેલાં NCERTની અર્થશાસ્ત્રની હાઈસ્કૂલ લેવલની ટેક્સ્ટ બુક્સની બુનિયાદી બાબતોની સમજણ પુન: વિકસિત અવસ્થામાં હોવી આવશ્યક છે. જેમાં બુનિયાદી સૈદ્ધાંતિક ખ્યાલોની શરૂઆતથી જ યોગ્ય સમજણ હોવી જરૂરી છે. જેમ કે, માંગ, પુરવઠો, મંદી, ફુગાવો, ‘સ્ટેગફ્લેશન’, ઇલાસ્ટિસિટી ઓફ લો ડિમિનિશિંગ રિટર્ન્સ (ઘટતા વળતરનો નિયમ)
આ બાબતોની પ્રારંભિક તબક્કે યોગ્ય જાણકારી આવશ્યક છે.
ભારતના અર્થતંત્ર અને સંલગ્ન મુદ્દાઓ
- વિદેશ વ્યાપાર અને નીતિગત સુધારાઓ.
- નવી વ્યાપાર નીતિની ચાવીરૂપ વ્યૂહાત્મક બાબતો.
- એગ્રિકલ્ચર અને નીતિગત સુધારાઓ, અાર્થિક સુધારાઓનું મૂલ્યાંકન
- FDI - ફોરેન ડાઇરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ – આ વિષયમાં ભારત અને ચીન વચ્ચેની સરખામણી મહત્ત્વનો મુદ્દો છે.
- આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ.

સ્પાર્ક પ્લગ :કોશેટાને ‘સલામતી’ને બદલે ‘આસમાન’નું આકર્ષણ જાગે ત્યારે તે પતંગિયું બને છે!
pankaj.3008@yahoo.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો