તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરાટે ચેમ્પિયન ઘરોમાં વાસણ માંજે છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કરાટે ચેમ્પિયન ઘરોમાં વાસણ માંજે છે

2009માં આખા દેશે અંજના પુરુષ્ટીને કરાટેની નેશનલ ચેમ્પિયન ખેલાડી તરીકે ઓળખી હતી, પણ આજે તેની ઓળખ એક કામવાળી બાઈ તરીકેની જ રહી ગઈ છે. અંજનાના કોચ ભુપેન્દર સિંહ કહે છે કે, ‘અંજના ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે અને માંડ માંડ કરાટે શીખી શકી છે. તેની અંદર કરાટેનું ઝનૂન અને સ્ફૂર્તિ છે. જિંદગી તેને એક ચાન્સ આપે તો તે જરૂર કમાલનું પર્ફોર્મન્સ આપશે.’ નોએડામાં ભંગેલ ગામમાં રહેનારી અંજના પુરુષ્ટી સાંજની શિફ્ટમાં આશરે 7 વાગ્યે વાસણ માંજવા માટે સાઇકલ લઈને પોતાની ગલીમાંથી નીકળે છે. તે કહે છે કે, ‘હું એ વ્યક્તિ છું જે બીજાના ઘરમાં ખાવાનું બનાવી રહી છું,

પણ પોતે હોટલમાંથી ખાવાનું ખરીદીને ખાઉં છું. હું રોજ સવારે સાડા પાંચે ઊઠું છું, પછી કલાક સુધી રૂમમાં જ કરાટેની પ્રક્ટિસ કરું છું. ત્યારબાદ 7 વાગ્યે નોએડા સેક્ટર 72 જવા માટે નીકળું છું. ત્યાં ઘરોમાં કામ કરતાં કરતાં દિવસનો એક વાગી જાય છે. પછી તે જ વિસ્તારમાં 3 વાગ્યે એક બાળકને ભણાવું છું. પછી સાંજની શિફ્ટમાં 9 વાગ્યા સુધી એક ઘરમાં ખાવાનું બનાવું અને વાસણ માંજું છું. ઘરે આવ્યા પછી એવી સ્થિતિમાં રહેતી જ નથી કે હું ખાવાનું બનાવી શકું. 2009માં હું 9 વર્ષની હતી, ત્યારે ટીવી અને સમાચારપત્રોવાળા મારો ઇન્ટરવ્યૂ લેવા ઊમટી પડ્યા હતા. નેશનલ ચેમ્પિયનમાં મેં સિલ્વર મેડલ મેળવ્યો હતો. જ્યારે 2012માં પણ મને એક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મળ્યો હતો.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો