તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘પહેલો સગો પાડોશી’ માત્ર કહેવત નથી!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂ જર્સીમાં રહેતી રિટાયર્ડ શિક્ષિકા એન્ના ગ્લેન્સીનું ઘર જર્જરિત થઈ ગયું હતું. બાળપણથી લઈને જિંદગીની યાદગાર ક્ષણો તેમણે આ ઘરમાં વિતાવી હતી, પરંતુ ઘરની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે જેને રિપેર ન કરાવવાના દંડ સ્વરૂપ મ્યુનિસિપાલિટીએ તેમને ત્રણ હજારનો દંડ ફટકાર્યો હતો અને નોટિસ આપવામાં આવી કે ઘરનું સમારકામ નહીં કરવામાં આવે તો બમણો દંડ ભરવો પડશે. એન્ને પાસે ઘરનું સમારકામ કરવાના પૈસા જ નહોતા કે નહોતું કોઈ તેમને મુશ્કેલીમાંથી ઉગારનાર. તેમના પરિવાર કે મિત્રોમાંથી મદદ માટે કોઈ આગળ ન આવ્યું. એન્ને નિરાશ થઈ ગયાં, પણ પછી જે થયું તે આશ્ચર્ય પમાડનારું હતું.

એન્નેની પડોશમાં જ રહેતાં એડમ અને ક્રિસ્ટીના પાંચ વર્ષ પહેલાં જ તેમની બાજુના ઘરમાં રહેવા આવ્યાં હતાં. જ્યારે આ કપલે પડોશી (એન્ને)ની કથળેલી સ્થિતિ વિશે જાણ્યું તો તેમણે મદદ કરવાનું વિચાર્યું, પરંતુ એન્ને કોઈ કારણસર ગમે તેમ કરીને વાત ટાળતાં. છેવટે આ કપલે અન્ય પાડોશીઓ અને પોતાના મિત્રોને બોલાવ્યા અને તેમને પૂછ્યું કે શું તેઓ એન્નેના ઘરના સમારકામમાં તેમની મદદ કરશે?

બધા જ લોકોએ ફટાકથી હા પાડી દીધી અને કામ શરૂ થયું. બધા જ વીક એન્ડના સમયમાં આવીને એન્નેના ઘરનું સમારકામ કરી જતા. છેવટે 10 હજાર ડોલરના ખર્ચે ઘર ટકાઉ ને સુંદર બની ગયું. એન્નેની યાદોથી ભરેલું ઘર હવે નવી યાદો સમેટવા માટે તૈયાર થઈ ગયું. એન્નેએ બધાનો આભાર વ્યક્ત કરતાં કેરટ કેક ખવડાવી અને મનોમન વિચારવા લાગ્યાં કે ખરેખર પહેલો સગો પાડોશી હોય છે.
અન્ય સમાચારો પણ છે...