તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેબ્યુલસ લુક આપે ફ્લોરિંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આપણે ત્યાં ઘરની સજાવટમાં ફ્લોરિંગનું ચલણ વધ્યું છે. હવે મકાનોની સ્ટાઇલને જોતાં અનેક પ્રકારનું ફ્લોરિંગ જોવા મળે છે. ફ્લોરિંગને લઈને લોકોની પસંદગીમાં ઘણું પરિવર્તન આવ્યું છે. ઘરને સાફ રાખવામાં સરળતા રહે એ માટે પહેલાં લોકો સાદી ટાઇલ્સનું ફ્લોરિંગ કરાવતા હતા. રાજા-રજવાડાંઓ વિદેશમાંથી ખાસ પ્રકારના ફ્લોરિંગ મંગાવીને પોતાના ઘરને રોયલ લુક આપતા હતા. ધીરે ધીરે હોમ ડેકોરેશનમાં ફ્લોરિંગનું મહત્ત્વ વધતું ગયું અને લોકો ઘરને અનોખો લુક આપવા ફ્લોરિંગનો ઉપયોગ કરતા થઈ ગયા.

ફ્લોરિંગનો ઉપયોગ વધવાથી તેની અનેક વેરાઇટી બજારમાં ઉપલબ્ધ થવા લાગી. જેમ કે લેમિનેટ ફ્લોરિંગ, કસ્ટમ ફ્લોરિંગ, હાર્ડવૂડ, સોફ્ટવૂડ ફ્લોરિંગ વગેરે. ઘરની લંબાઈ અને પહોળાઈને ધ્યાનમાં રાખીને ફ્લોરિંગ કરવું જોઈએ. તમે તમારી ઇચ્છા અનુસાર ફ્લોરિંગ કરાવી શકો, પરંતુ નિષ્ણાતને સાથે રાખીને ફ્લોરિંગ કરાવવાથી ફાયદો થાય છે, કારણ કે હવે ફ્લોરિંગમાં વાંસ, ફાઇબર, ટાઇલ્સ, વુડન, હાર્ડ ફ્લોર વગેરેનો સમાવેશ થયો છે.

તમે 7-8 વર્ષના અંતરે ઘરને રિનોવેશન કરાવતા રહેતા હોવ તો નવી ફ્લોર ડિઝાઇનને અજમાવી શકો છો. નેચરલ સેગમેન્ટ ફ્લોરિંગમાં ગ્રેનાઇટ અને માર્બલને ઉત્તમ માનવામાં આવે છે. તમે અવારનવાર ઘરને રિનોવેશન કરાવતા ન હોવ તો માર્બલનો ઉપયોગ કરી શકો છો. માર્બલ સદાબહાર છે તે ક્યારે આઉટ ઓફ ફેશન થતા નથી. તેમાં અનેક રંગ મળે છે.

ગ્રેનાઇટમાં અમુક સમયના અંતરે પોલિશિંગની જરૂર પડે છે. જ્યારે લાકડી અને વાંસનું ફ્લોરિંગ અવારનવાર બદલવું પડે છે જે બહુ મોંઘું પડે છે. બીજું, ગુજરાતના વાતાવરણને જોતાં વાંસ અને લાકડાનું ફ્લોરિંગ અહીં ચાલતું નથી. ફ્લોરિંગ જેમ અલગ અલગ હોય છે તેમ તેની સાફસફાઈ પણ અલગ અલગ રીતે કરવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો