તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

USAમાં ભણવા સાથે કામ કરવાની વિવિધ તકો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓફ કેમ્પસ કામ કરવા એલિજિબલ થવા માટે ઓછામાં ઓછા 1 વર્ષ માટે F-1 સ્ટુડન્ટ વિઝા ઇસ્યૂ થયેલો હોવો જોઈએ
‘The starting point of all achievement is desire.’
- Napoleon Hill
જેવિદ્યાર્થીઓ ભારતમાંથી USAમાં અભ્યાસ કરવા જાય છે તેઓ અને તેમના વાલીઓને ભણવા સાથે USAમાં ફુલ ટાઇમ કે પાર્ટ ટાઇમ કામ કરવાની શું તકો છે અને તેના નિયમો શું છે તેની માહિતી હોતી નથી. તો આ વિદ્યાર્થીઓ USAમાં કામ કરતા પહેલાં બધા નિયમોથી પરિચિત હોય તે વધારે હિતાવહ છે. F-1 સ્ટુડન્ટ વિઝા સ્ટેટસ ધરાવતા વિદ્યાર્થીઓ નીચેની કેટેગરીમાં કામ કરી શકે છે.

ઓન કેમ્પસ એમ્પ્લોયમેન્ટ
ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ ઓન કેમ્પસ ટીચિંગ કે રિસર્ચ આસિસ્ટન્ટ, યુનિવર્સિટી સેન્ટર વગેરેમાં અઠવાડિયાના 20 કલાક અભ્યાસ દરમિયાન કામ કરી શકે છે અને વેકેશન દરમિયાન ફુલ ટાઇમ કામ કરી શકે છે. વિદ્યાર્થીનો કોર્સ પૂર્ણ થઈ ગયા બાદ ઓન કેમ્પસ મંજૂરી વગર કામ કરી શકતા નથી.

ઓફ કેમ્પસ એમ્પ્લોયમેન્ટ
ઓફ કેમ્પસ (યુનિવર્સિટી કેમ્પસની બહાર) કામ કરવા માટે ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ પાસે U.S Citizenship and immigration Services (USCIS) અથવા તો યુનિવર્સિટી દ્વારા લેખિત અથવા દસ્તાવેજી ઓથોરાઇઝેશન લેટર ઇસ્યૂ કરેલો હોવો જોઈએ. ઓફ કેમ્પસ કામ કરવા માટે એલિજિબલ થવા માટે ઓછામાં ઓછા 1 વર્ષ માટે F-1 સ્ટુડન્ટ વિઝા ઇસ્યૂ થયેલો હોવો જોઈએ. ઓન કેમ્પસ અને ઓફ કેમ્પસ બંનેમાં 20 કલાક અભ્યાસ દરમિયાન કામ કરી શકે છે અને વેકેશનમાં ફુલ ટાઇમ કામ કરી શકે.

Curricular Practical Training (CPT)
CPTમાં ઓફ કેમ્પસ કામ કરી શકાય છે અથવા વિદ્યાર્થીના અભ્યાસને સંબંધિત ઇન્ટર્નશિપ હોય છે. તેના માટે વિદ્યાર્થીએ ફરજિયાત ક્લાસ માટે રજિસ્ટર કરાવવું પડે છે જ્યાં તેમને ટ્રેનિંગ કે ઇન્ટર્નશિપ માટે યુનિટ ક્રેડિટ આપવામાં આવે છે. CPT એ પાર્ટ ટાઇમ હોય છે અને બ્રેક દરમિયાન ફુલ ટાઇમ હોય છે. CPT એ વિદ્યાર્થીના 12 મહિનાના Optional practical training (OPT)માંથી બાદ કરવામાં આવતી નથી. એટલે કે આ કેસમાં વિદ્યાર્થી OPT માટે એલિજિબલ નથી. CPT માટે એ યુનિવર્સિટીની ઇન્ટરનેશનલ ઓફિસ અને સ્કોલર્સ (OISS) દ્વારા મંજૂર કરવામાં આવે છે જેમાં આશરે 2 અઠવાડિયાં જેટલો સમય લાગે છે.

Optional practical Training (OPT)
POT એ વિદ્યાર્થીના અભ્યાસને સંબંધિત નોકરી કે ટ્રેનિંગ હોય છે. OPT એ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ સંબંધિત અનુભવ મેળવવા માટેની તક પૂરી પાડે છે. F-1 સ્ટુડન્ટ વિઝા પર વિદ્યાર્થી 12 મહિના ફુલ ટાઇમ કામ કરી શકે છે. OPT એ USCIS દ્વારા મંજૂર કરવામાં આવે છે અને તેમાં 90 દિવસ જેટલો સમય લાગતો હોય છે.

OPT STEM extension
બેચલર્સ, માસ્ટર કે ડોક્ટરેટ ડિગ્રી અમુક ચોક્કસ ગવર્નમેન્ટ દ્વારા નિયુક્ત સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ (STEM) ફિલ્ડમાં હોય તો તે વિદ્યાર્થી પ્રથમ 12 મહિના પછી બીજા 24 મહિનાનો OPT એક્સટેન્ડ કરાવી શકે છે.

Employment due to economic hardship
F-1 સ્ટુડન્ટ વિઝા ધરાવતા વિદ્યાર્થીઓ અણધારી આર્થિક હાડમારીના કારણે ઓફ કેમ્પસ કામ કરવા માટે અરજી કરી શકે છે. આ વર્ક પરમિટ માટેની અરજી USCISમાં સબમિટ કરવાની હોય છે. તે EAD કાર્ડ દ્વારા એપ્રૂવલ આપવામાં આવે છે અને આ માટેની અરજી કરનારા વિદ્યાર્થીઓ સામાન્ય રીતે એક વર્ષ માટે ઓન કેમ્પસ કામ કરી શકે છે.
prasanna@educationworld.co.in
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો