તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીઓ માટે વિદેશમાં રહેવા માટેના વિકલ્પો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિદ્યાર્થીઓ માટે વિદેશમાં રહેવા માટેના વિકલ્પો
‘It is wiser to find out than to suppose.’
- Mark Twain
વિદેશમાં ભણવા માટે જતા વિદ્યાર્થીઓ માટે રહેવા માટેના વિકલ્પો વિગતે જોઈશું.
-Homestay Accommodation: વિદેશમાં અભ્યાસ દરમિયાનના શરૂઆતના મહિનાઓ ત્યાંના ફેમિલી સાથે ઘર ભાડે રાખીને રહેવું એ સૌથી ઉત્તમ પસંદગી છે. પોતાના ઘરથી દૂર નવા ઘરમાં નવા લોકો સાથે રહેવાથી તેમના કલ્ચર વિશે જાણી શકાશે.

-હોમસ્ટે એકોમોડેશનમાં શેનો સમાવેશ થશે?
-એરપોર્ટ પિકઅપ
-જે ફેમિલી સાથે રહેવાના છો તે ઘરમાં એક સારો રૂમ
-જમવાનું
-ઇન્ટરનેટ સહિત તમામ સગવડતાઓ

-હોમસ્ટે એકોમોડેશનના ફાયદાઓ
-જે વિદ્યાર્થીઓ પોતાના પરિવારથી દૂર રહેવાથી હોમ સિકનેસ હોય તેમના માટે આ સારો વિકલ્પ છે.
-અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ આવી શકે છે.
-પરિવારના સભ્યોને મળીને જે તે દેશ, તેમના તહેવારો, આદતો, શોખ વગેરે જાણી શકાય છે.
-બીજા એકોમોડેશનના વિકલ્પો કરતા સસ્તું છે.

-રેસિડેન્શિયલ કોલેજ
રેસિડેન્શિયલ કોલેજમાં વિદ્યાર્થી કોલેજના નજીકના કે કોલેજ પરના કેમ્પસમાં રહેવું એ ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે સૌથી વધારે પસંદ કરે છે. જેમાં વિદ્યાર્થીને જમવાનું, ઇન્ટરનેટ, લાઇબ્રેરી, ટ્યુટર તેમજ અઠવાડિયે એક વાર રૂમ સાફ કરવાની સગવડ મળે છે. રેસિડેન્શિયલ કોલેજમાં રહેવાનું મોંઘું હોવાની સાથે સાથે ત્યાંના નિયમો પણ પાળવા પડે છે.કોઈક રેસિડેન્શિયલ કોલેજ માત્ર ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે જ હોય. કોઈક કોલેજ માત્ર છોકરી કે છોકરા માટે જ હોય છે. અમુક કોલેજો આલ્કોહોલ-સ્મોકિંગ ફ્રી હોય છે વગેરે.

-રેસિડેન્શિયલ કોલેજોમાં સગવડતાઓ
-એક બેડ, ઓઢવાનું, કબાટ, ટેબલ અને ખુરશી
-ઇન્ટરનેટ
-બધાં જ પ્રકારનાં ભોજન
-કોલેજ ટ્યુટર અને એકેડેમિક પ્રોગ્રામમાં ભાગ લેવાનો હક
-એરકન્ડિશન અને હિટરની સગવડતા
-સ્પોર્ટ્સ ફેસિલિટી

-રેસિડેન્શિયલ કોલેજોમાં રહેવાના ફાયદાઓ:
-કોલેજ ટ્યુટર પાસેથી શીખવાનો અને અન્ય પ્રોગ્રામમાં ભાગ લેવાનો મોકો.
-સામાજિક અને સ્પોર્ટિંગ ઇવેન્ટમાં ભાગ લેવાની તક
 
-Managed Student Apartments
સ્ટુડન્ટ એપાર્ટમેન્ટ્સ ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે જ બાંધવામાં આવેલા હોય છેે. સ્ટુડન્ટ એપાર્ટમેન્ટ્સમાં 4થી 5 વિદ્યાર્થીઓ સિંગલ કે ડબલ રૂમ સાથે રસોડું અને બાથરૂમ રાખીને રહી શકે છે.
સ્ટુડન્ટ એપાર્ટમેન્ટ્સમાં ફેસિલિટી
-રસોડું મોટાભાગના એપ્લાઇન્સીસ સાથે મનોરંજન માટે TV ગેમ, સિનેમા રૂમ, જિમ, ટેબલ ટેનિસ {
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો