તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશી સ્કોલરશિપ મેળવવા આટલું જાણી લો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘Winning is not everything but making effort to win is.’ - Vince Lombardi
ગુજરાતમાંથી વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને વિદેશમાં ભણવાના ખર્ચાઓને પહોંચી વળવા માટે હંમેશાં બજેટની સમસ્યાઓ થતી હોય છે. ગુજરાતમાંથી વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓમાંથી બહુ થોડા જ વિદ્યાર્થીઓ સ્કોલરશિપ મેળવવાની કોશિશ કરતા હોય છે અથવા તો તેમને સ્કોલરશિપ કઈ રીતે મેળવવી તેમનો ખ્યાલ હોતો નથી. તો ભારત તેમજ ગુજરાતમાંથી વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ સ્કોલરશિપ કેવી રીતે મેળવવી તે જોઈએ.

સ્કોલરશિપ હાર્ડ વર્કથી મળશે
વિદેશમાં અભ્યાસ દરમિયાન સ્કોલરશિપ મેળવવા માટે હાર્ડ વર્ક કરવું જરૂરી છે. વિદ્યાર્થીઓને લાગે કે અહીંયાં મને સ્કોલરશિપ મળશે તેવી દરેક જગ્યાએ અરજીઓ કરવી પડશે. અરજીઓ કરવામાં સમય લાગશે, તેથી વિદ્યાર્થીએ તેની માટે જો શક્ય બને તો દરેક અઠવાડિયે ત્રણથી ચાર દિવસ નક્કી કરીને ત્રણ ત્રણ કલાક બેસી તે અરજીઓ પર કામ કરવું પડશે.
વિદ્યાર્થીઓ જે જે સ્કોલરશિપ પ્રોગ્રામ માટે ક્વોલિફાય થતા હોય તેમનું લિસ્ટ તૈયાર કરવું
વિદ્યાર્થીઓને લાગતું હોય કે આ વસ્તુ માટે તેમને સ્કોલરશિપ મળશે તે બધાનું એક લિસ્ટ તૈયાર કરવું. તેમાં શરૂઆત તમે જ્યાં અભ્યાસ કરતા હોવ તે યુનિવર્સિટી કે કોલેજમાંથી કરવી અને તે પછી તે સિવાય બહારથી ક્યાંયથી સ્કોલરશિપ મળતી હોય તે માટે પ્રયાસ કરવો. ઇન્ટરનેશનલ ઓફિસમાં મળો અને સ્કોલરશિપ માટે કયા કયા પ્રોગ્રામ છે, તેની જરૂરિયાત શું છે, ડેડલાઇન શું છે, વગેરેની ગૂગલ ડ્રાઇવમાં એક સ્પ્રેડશીટ બનાવો.

સ્કોલરશિપ માટેની વેબસાઈટ
- જનરલ સ્કોલરશિપ સર્ચ એન્જિન
- ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ એજ્યુકેશન સ્કોલરશિપ
- ગો ઓવરસીઝ સ્ટડી એબ્રોડ સ્કોલરશિપ
- યુનિપ્લેસીસ સ્કોલરશિપ ફોર સ્ટડી એબ્રોડ હાઇસિંગ
- સંસ્થાનાં લક્ષ્ય અને મૂલ્યોને સમજવાં વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ માટે અરજી કરતા પહેલાં ત્યાંના લોકોને સમજવા જરૂરી છે. સાથે તે સંસ્થા શું કરે છે, તેમનું મિશન અને વેલ્યૂ શું છે તેની પણ તપાસ કરી લેવી અને તે પરથી તમારી અરજી તૈયાર કરવી જોઈએ.
- તેઓ કઈ રીતે ઉમેદવારોનું મૂલ્યાંકન કરશે વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ માટે અરજી કરતા પહેલાં એ સમજવું જરૂરી છે કે જે તે સંસ્થા વિદ્યાર્થીનું મૂલ્યાંકન કઈ રીતે કરશે. તેની માટે વિદ્યાર્થીએ જૂના વિદ્યાર્થીઓ કે જેમને સ્કોલરશિપ મળેલી હોય તેમના FAQ વાંચવા જે મોટાભાગે સંસ્થાની વેબસાઇટ પર હોય છે. જેમાં એ પણ દર્શાવવામાં આવે છે કે વિદ્યાર્થીનું કઈ રીતે મૂલ્યાંકન કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...