તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફળ-શાકભાજી વેચતા બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફળ-શાકભાજી વેચતા બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓ
આપણા દેશમાં ફળ અને શાકભાજીની 45 ટકા ઉપજ ખેતરમાંથી વાયા બજાર ગ્રાહકો સુધી પહોંચે ત્યાં સુધીમાં ખરાબ થઈ જાય છે. તાજાં ફળ-શાકભાજીનો સ્વાદ અને સુગંધ આકર્ષક હોય છે, પણ શાકમાર્કેટમાં તેનો વેસ્ટ દુર્ગંધ ફેલાવે છે. બજારમાં વચેટિયાઓ પણ બહુ હોય છે જેમના ચક્રવ્યૂહમાં ખેડૂતોને ઠગવામાં આવે છે. તેઓ ખેડૂતોના નફામાં તો મોટો ભાગ પડાવે જ છે, પણ આ સિસ્ટમને કારણે ગ્રાહકોએ પણ શાકભાજીની વધારે કિંમત ચૂકવવી પડે છે. બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓએ ફળ-શાકની આ માર્કેટિંગ સિસ્ટમને બદલવા માટે જ નિન્જાકાર્ટ નામની કંપની સ્થાપી છે.

જે સીધા ખેડૂતો પાસેથી ફળ-શાકભાજી ખરીદીને બેંગલુરુના 400થી વધારે રિટેલ સ્ટોર્સ અને રેસ્ટોરાંને દરરોજ સપ્લાય કરી રહી છે. દર મહિને 4 કરોડ રૂપિયાનો વેપાર કરનારા આ ઇનોવેટિવ ઉદ્યમીઓ છે- આઈઆઈએમ, કોઝીકોડમાંથી ભણેલા શરત લોગનાથન, થિરુકુમારન નાગરાજન, આશુતોષ વિક્રમ, આઈઆઈએમ, અમદાવાદના કાર્થીસ્વરણ કે.કે. અને બિઝનેસ સ્કૂલ ગુડગાંવના સચીન પી. બોસ તથા વાસુદેવન ચિન્નાથમ્બી.

હાઇપર ગ્લોબલ ગ્રોસરી કંપની નિન્જાકાર્ટે મે, 2015માં સીધા ગ્રાહકોને ફળ-શાકની સપ્લાય શરૂ કરી હતી, પણ છ માસમાં જ બી-ટુ-સી (બિઝનેસ-ટુ-કસ્ટમર) મોડલ ફ્લોપ થઈ ગયું. ઘરે ઘરે નાના-નાના ઓર્ડરને પૂરો કરવામાં સમસ્યાઓ આવવા લાગી ત્યારે નિન્જાકાર્ટે ડિસેમ્બર, 2015માં બી-ટુ-બી મોડલ અપનાવ્યું. કંપનીના સંસ્થાપકોએ ફળ-શાકભાજીના રિટેલર્સ અને રેસ્ટોરાંનો સંપર્ક કર્યો અને તેમને સમજાવ્યું કે તેઓ ફળ-શાક ખરીદવા માટે તેમનો સ્ટાફ દરરોજ બજારમાં જાય છે, પણ ત્યાંથી જે ખરીદીને લાવે છે તે બધું જ તાજું હોતું નથી.

નિન્જાકાર્ટમાં તેઓ ઓનલાઇન ઓર્ડર બુક કરીને સીધા ખેતરમાંથી તાજાં અને સારી ગુણવત્તાવાળાં ફળ-શાકભાજી મેળવી શકશે. વળી, વચ્ચે કોઈ વચેટિયા ન હોવાને કારણે તેમને કિંમત પણ ઓછી ચૂકવવી પડશે. ફળ-શાકભાજી મેળવવા માટે નિન્જાકાર્ટે રિટેલર્સનો કર્યો તે રીતે ખેડૂતોનો પણ સંપર્ક કર્યો અને તેમને સમજાવ્યું કે તેમના ગામની નજીકના નિન્જાકાર્ટના કલેક્શન સેન્ટર પર તેઓ પોતાનાં ફળ-શાક વેચે. અહીં તેઓ કિંમત ને વજનની બાબતે છેતરાશે નહીં અને પૈસા તે જ વખતે તેમના એકાઉન્ટમાં સીધા જમા થઈ જશે. તેની સાથે નિન્જાકાર્ટે બેંગલુરુના નજીકનાં ગામોમાં કલેક્શન સેન્ટર અને બેંગલુરુમાં જ બે ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર ખોલ્યાં.

નિન્જાકાર્ટે ફાર્મર ડેવલપમેન્ટ પ્રોગ્રામ પણ લોન્ચ કર્યો. સેમિનાર આયોજિત કરીને ખેડૂતોને માર્કેટિંગ શીખવાડ્યું અને સારાં બીજથી ગુણવત્તાયુક્ત ફળ-શાકભાજી ઉગાડવાની ટેક્નિક પણ શીખવી. ફળ-શાકભાજીની સીધી ખેડૂતો દ્વારા પારદર્શક ખરીદ-વેચાણ શાકમાર્કેટના કમિશન એજન્ટ્સ અને લોકલ ટ્રાન્સપોર્ટના લોકોને ન ગમ્યું. તેમણે કંપનીના સ્ટાફને ધમકીઓ આપી, કંપનીના કલેક્શન અને ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને બગાડવાના પણ અનેક પ્રયત્નો કર્યા, પણ ખેડૂતો અને ફિલ્ડ સ્ટાફે દૃઢતાથી આ બધાનો સામનો કર્યો. હવે તો નિન્જાકાર્ટે ખેડૂતોને પ્રાઇઝ ડિસ્કવરી પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ કરાવ્યું છે.

નિન્જાકાર્ટના સંસ્થાપકો બેંગલુરુની સાથે ચેન્નઈ અને હૈદરાબાદમાં પણ કારોબાર વિસ્તારવાનું આયોજન કરી રહ્યા છે. તેના માટે ટેક્નિકથી સંચાલિત ફળ-શાકભાજીની પ્રાપ્તિ અને ડિલિવરીની તેમણે જે સિસ્ટમ વિકસિત કરી છે તે તેમના પોતાના માટે, ખેડૂતો અને ગ્રાહકો માટે પણ શ્રેષ્ઠ સાબિત થયું છે. નિન્જાકાર્ટના સંસ્થાપકોનું કહેવું છે કે તેઓ કૃષિ ઉત્પાદનોનું સૌથી મોટું માર્કેટિંગ પ્લેટફોર્મ બનાવવા માગે છે. અમારું લક્ષ્ય એ છે કે ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત મળે સાથે પોતે વાજબી કિંમતે ખરીદી કરી શકે.

જો આપણે દેશભરમાં ફળ-શાકભાજીનો વેસ્ટ ઘટાડી શકીએ તો તેનાથી ખેડૂત અને ગ્રાહક બંનેને લાભ થશે. ફળ-શાકના ઓનલાઇન અને ઓફલાઇન માર્કેટમાં સ્વરોજગારની ખૂબ જ સંભાવનાઓ રહેલી છે.{
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો