તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેટરી ઉદ્યોગમાં ક્રાંતિ લાવનાર જય ગાલા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જયદેવ (જય) ગાલા ઈ.સ. 1986માં સ્થપાયેલી અમર રાજા ગ્રૂપના સંસ્થાપક ડો. રામચંદ્ર નાયડુ ગાલા અને અખંડ આંધ્રપ્રદેશના પૂર્વ મંત્રી અરુણાકુમારી ગાલાના પુત્ર છે. અમર રાજા ગ્રૂપના વાઇસ ચેરમેન અને એમડી જય ગાલા દેશના ધનવાન રાજનેતા (2014માં તેમની અંગત સંપત્તિ 684 કરોડ રૂપિયા) પણ છે.

જય ગાલા 22 વર્ષ સુધી અમેરિકામાં રહ્યા. ત્યાં તેમણે રાજનીતિ તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. અમેરિકામાં જ તેમણે જીએનબી બેટરીઝમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરી. 1991માં તેમનાં લગ્ન તેલુગુ અભિનેત્રી કૃષ્ણા (તેલુગુ અભિનેતા મહેશ બાબુની બહેન) સાથે થયાં. 1992માં જય ગાલા સ્વદેશ પાછા આવ્યા ત્યારે અમર રાજા ગ્રૂપ અન્ય બેટરી બનાવતી કંપનીઓની જેમ જ જાપાની ટેક્નિકથી ડ્રાય-ચાર્જ્ડ ઇન્ડસ્ટ્રિયલ બેટરી બનાવતું હતું અને ઓટોમોબાઇલ કંપનીઓને સપ્લાય કરતું હતું.
જય ગાલાએ પૈતૃક ઉદ્યોગમાં જોડાવાની સાથે જ બી2બીને બદલે બી2સી (સીધા ગ્રાહક) સેલ્સ-સર્વિસનું નેટવર્ક બનાવ્યું. અમર રાજા ગ્રૂપે ઓટોમોબાઇલ બેટરી પણ બનાવવી જોઈએ એ વાત પિતાને સમજાવવામાં જય ગાલાને પાંચ વર્ષ લાગી ગયાં. સિનિયર ગાલાનું કહેવું હતું કે અમર રાજા ગ્રૂપ ઇન્ડસ્ટ્રિયલ બેટરીથી સારી કમાણી કરી રહ્યું છે. ઓટોમોટિવ બેટરી માર્કેટમાં એક્સાઇડનો એકાધિકાર છે, આપણે તેની સાથે હરીફાઈ નહીં કરી શકીએ.

જય ગાલાએ જીએનબી બેટરીઝ, યુએસએમાં નોકરી કરતી વખતે ઇન્ટરનેશનલ બેટરી ઉદ્યોગ અને માર્કેટને નજીકથી જોયું હતું. 1998માં અમર રાજા ગ્રૂપે ઓટોમોબાઇલ બેટરી બનાવવાનો નિર્ણય કર્યો. જય ગાલાએ ન્યૂ-એજ બેટરી બનાવવા માટે જાપાની કંપનીઓ સાથે ભાગીદારી કરવાને બદલે અમેરિકન કંપની જોન્સન કંટ્રોલ્સ સાથે જોડાણ કર્યું. આ કંપની ટેક્નોલોજી લીડર હતી, પરંતુ તે સાઇઝની બેટરીઓ નહોતી બનાવતી જે ભારતમાં વેચાતી હતી. જય ગાલાના આ નિર્ણયને ભારતીય બેટરી ઉદ્યોગને અચંબામાં પાડ્યો, પણ તેઓ પરંપરાગત બેટરી બનાવવા નહોતા માગતા.

તેથી જ તેમણે વર્ષ 2000માં અમર રાજાને એમરોન બ્રાન્ડ સાથે ન્યૂ-એજ લાઇફ ટાઇમ મેન્ટનન્સ ફ્રી બેટરી લોન્ચ કરી. આની પહેલાં ડ્રાય બેટરી બનતી હતી, પરંતુ બેટરી વિક્રેતા ચાર્જ કર્યા પછી ગ્રાહકોને ડિલિવરી કરતા હતા. એટલું જ નહીં, ગ્રાહકોએ પણ બેટરીમાં સમયાંતરે ડિસ્ટિલ્ડ વોટર નાખવું પડતું હતું. એમરોન બેટરીએ લોકોને આ ઝંઝટમાંથી મુક્તિ અપાવી. જય ગાલાએ અમર રાજા ગ્રૂપના ઓટોમોબાઇલ કંપનીઓના સપ્લાય બિઝનેસને પણ નાનો કર્યો. આ ચેનલથી બિઝનેસ તો ખૂબ જ મળ્યો, પરંતુ માર્જિન ઓછું રહેતું. જય ગાલાએ સીધા ગ્રાહકોને વધારેમાં વધારે બેટરી વેચવા માટે એમરોનના એરકન્ડિશન્ડ આઉટલેટ્સ અને 24 કલાક વેચાણ પછીની સેવા આપનારાં સર્વિસ સેન્ટર ખોલ્યાં. વધારે સમયની વોરંટી આપી. વિજ્ઞાપનોના માધ્યમથી તેમણે ગ્રાહકોને જણાવ્યું કે એમરોન બ્રાન્ડ બેટરીમાં પેટન્ટેડ સિલ્વન (સિલ્વર) એલોયનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેથી તે લાંબા સમય સુધી ઝંઝટમુક્ત સેવા આપતી રહે.

એમરોન આજે દેશની બીજી સૌથી મોટી (પહેલી એક્સાઇડ) ઓટોમોટિવ બેટરી બ્રાન્ડ છે. એમરોને દેશમાં સૌથી પહેલાં ફેક્ટરી-ચાર્જ્ડ જીરો મેન્ટનન્સ બેટરી બનાવી. એમરોને જ સૌથી પહેલાં કાર બેટરીની 36થી 60 અને દ્વિચક્રી વાહનોમાં 60 માસની વોરંટી આપી. બેટરીની ખરીદી વધારવા માટે વાતાનુકૂલિત આઉટલેટ્સ ખોલ્યા અને દેશમાં સૌથી પહેલાં ઓટોમોટિવ બેટરીઝ વિજ્ઞાપનોથી પ્રમોટ કરી. આની પહેલાં અમર રાજાએ 1993માં દેશમાં સૌથી પહેલાં વેલ્યૂએડેડ રેગ્યુલેટેડ લીડ-એસિડ તથા મેન્ટનન્સ ફ્રી બેટરીઓ લોન્ચ કરી હતી, જેનાથી ભારતીય રેલવેમાં એસી કોચની શરૂઆત થઈ હતી.

આજે દર એક મિનિટમાં પાંચ મોટરકારમાં એમરોન બેટરી ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. સિંગાપુર અને મોરેસિયસમાં દર ત્રીજી કારમાં એમરોન બેટરી ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. ઓટોમોબાઇલ બેટરી માર્કેટમાં એમરોનની ભાગીદારી 25 ટકા થઈ ગઈ છે જે એક્સાઇડથી માત્ર 5 ટકા ઓછી છે. જયદેવ ગાલાએ ચિત્તૂર (આંધ્રપ્રદેશ)માં દુનિયાની સૌથી મોટી યુપીએસ મેન્યુફેક્ચરિંગ સુવિધા ઊભી કરીને બેટરી માર્કેટમાં ક્રાંતિ લાવી દીધી છે. ઇન્ડસ્ટ્રિયલ બેટરી માર્કેટના તેઓ લીડર છે, પણ જયદેવ ગાલા તેનાથી સંતુષ્ટ નથી અને અમર રાજા ગ્રૂપ અને એમરોન બેટરી બ્રાન્ડને ‘લોકલમાંથી ગ્લોબલ’ બનાવવા માગે છે. અમર રાજા ગ્રૂપનું ટર્નઓવર અત્યારે 1 બિલિયન ડોલરની આસપાસ છે, જેને 2025 સુધીમાં 10 બિલિયન ડોલર પર પહોંચાડવું તે જ જય ગાલાનું લક્ષ્ય છે.

જય ગાલા સમાજસેવામાં પણ એટલા જ સક્રિય છે. તેમણે કૃષ્ણા દેવઆર્ય એજ્યુકેશન એન્ડ કલ્ચર સોસાયટી બનાવી છે, જે ગરીબ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશિપ આપે છે. જ્યારે રાજન્ના અને મંગલ ટ્રસ્ટ આંધ્રપ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું શુદ્ધ જળ પહોંચાડી રહ્યા છે.
prakashbiyani@yahoo.co.in
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો