તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધન તો સમાજની રગેરગમાં દોડતું લોહી છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધન તો સમાજની રગેરગમાં દોડતું લોહી છે

છેલ્લા થોડા સમયમાં દેશમાં આર્થિક ઊથલપાથલ જબરદસ્ત જોવા મળી. પહેલી વાર એવું બન્યું હશે કે ખિસ્સામાં પૈસા હોવા છતાં તેની કોઈ કિંમત નહોતી. ભારતીય માણસોની સંગ્રહ કરવાની જે વૃત્તિ છે તેના ઉપર જ બૉમ્બધડાકો થયો. સવાલ એ છે કે આપણે ત્યાં આટલો બધો ભ્રષ્ટાચાર શા માટે છે? એના મૂળમાં ધન ભેગું કરવાની ભારતીયોની જે મનોદશા છે એ જ મોટું કારણ છે. નોટ હોય, સોના-ચાંદી કે જમીન-મિલકત હોય આપણને આ બધું ભેગું કરવાનો શોખ છે. લોકો પણ આનાથી જ પ્રસન્ન થાય છે કે અમારા નામે આટલી બધી સંપત્તિ છે, પણ તેનો ઉપયોગ કરવાનો વિચાર તેમને નથી આવતો.

ધન વિશેનું આપણું વલણ આવું શા માટે છે? એક તરફ આધ્યાત્મિકતાની ઊંચાઈ અને બીજી તરફ ધનની આટલી હોડ! ઓશોએ ભારતીય માનસિકતાનાં કેટલાંક માર્મિક સૂત્રો કહ્યાં છે, એ સમજવાં જરૂરી છે. એક- વિવિધ ધર્મે સમજાવ્યું છે કે ધન વ્યર્થ છે, ધન તો માટી છે, પણ આ સૂત્રથી ધનની અપેક્ષા જરાય ઓછી થઈ નથી, ઊલટાનું ધન પ્રત્યે લોકો વધુ ને વધુ લોભી બનવા લાગ્યા છે. આખો દેશ ધન પાછળ બીમાર છે.

જે લોકો પાસે ધન નથી તેઓ ધન ન હોવાથી પીડિત છે અને જેમની પાસે ધન છે તેઓ ધન હોવાને કારણે પીડિત છે. જે સમાજમાં ધનનો સંગ્રહ કરનારા લોકો જન્મે છે, એ સમાજ આખો બીમાર થઈ જાય છે. ધન ભોગવનારા લોકો પણ જોઈએ કે જેઓ ધન વાપરી શકતા હોય અને ધનનો વિસ્તાર કરતા હોય, પણ અહીં તો માણસો એટલા માટે ધન ભેગું કરે છે કે એ તિજોરીમાં બંધ રહે. જે ધન તિજોરીમાં સચવાય છે એ ધન સમાજ માટે વ્યર્થ છે.

ધન તો સમાજની રગેરગમાં દોડતું લોહી છે. જ્યાં આ લોહી અટકી જશે, ત્યાં જ વૃદ્ધાવસ્થા શરૂ થઈ જશે. આ જ હાલત ભારતીય સમાજની પણ બની છે. લોકો હંમેશાં એવું વિચારે છે કે કાલે ખબર નહીં શું થાય એટલે આજે ખર્ચો નથી કરવો. ખરેખર તો પૈસો એક ઊર્જા છે અને તે વહેતી રહેવી જોઈએ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો