પ્ર. રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમમાં કેવા પ્રકારની સમસ્યાઓ થાય છે? - નિલાંજના સોની
જવાબ : આ સમસ્યામાં દર્દીને પોતાના પગમાં ઝણઝણાટી અને બેચેની અનુભવાય છે. બેચેની એટલી હદે વધી જાય છે કે દર્દી સતત પોતાના પગ હલાવતો રહે છે. આ સમસ્યા હંમેશાં રાત્રે સૂતી વખતે વધારે અનુભવાય છે. દર્દીને એવું લાગ્યા કરે છે કે તેના પગ પર કંઈક સરકી રહ્યું છે અને બેચેનીને રોકવા માટે તેણે ચાલવું પડે છે. તેનાથી દર્દીની ઊંઘ પણ બગડે છે. આ રોગ તંત્રિકા તંત્ર સાથે પણ જોડાયેલો હોઈ શકે છે.
પ્ર. કોને આ રોગ થવાની શક્યતા વધારે રહે છે? - કીર્તના સહગલ
જવાબ : સમસ્યાનાં ચોક્કસ કારણો હજુ સુધી જાણી શકાયાં નથી. આમ તો આ બીમારી વિશે એવું કહેવાય છે કે તે અાનુવંશિક કારણોથી પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં આ બીમારીનાં લક્ષણ 40 વર્ષની ઉંમર પહેલાં જ દેખાવા લાગે છે. આમ તો આ બીમારી વૃદ્ધ લોકોમાં વધારે જોવા મળે છે. ઘણાં અધ્યયનોથી જાણવા મળે છે કે તેનું કારણ ડોપામાઇનની ઊણપ સાથે જોડાયેલું છે.
પ્ર. કઈ પરિસ્થિતિઓ સમસ્યાઓને વધારવાનું કામ કરે છે? - મયૂર ભૂષણ
જવાબ : શરીરમાં આયર્નની ઊણપ, કોઈ જટિલ બીમારી જેમ કે પાર્કિંન્સન્સ, કિડનીની બીમારી, ડાયાબિટીસ થાય ત્યારે રેસ્ટલેસ લેગ સમસ્યા વધી શકે છે. ગર્ભવતી મહિલાઓને પણ આ સમસ્યા થઈ શકે છે, પરંતુ બાળકના જન્મ પછી આ સમસ્યા દૂર થઈ જાય છે. આ સિવાય તણાવ, મેદસ્વિતા, ધૂમ્રપાન તથા શરાબનું સેવન તથા ઉચ્ચ રક્તચાપ, બાયપોલર બીમારીની દવાઓ લેવાથી પણ વધારે વધી શકે છે.
પ્ર. આ રોગથી બચવા માટે કેવા ઉપાય કરવા જોઈએ? - માનસી સિંહ
જવાબ : જો આ બીમારી શરૂઆતના સ્ટેજમાં હોય તો વિટામિન બી અને આયર્ન પ્રચુર માત્રામાં લેવું જોઈએ અને પગની મસાજ તથા સાઇકલિંગ કરો. જો સમસ્યા નર્વ સિસ્ટમ સાથે જોડાયેલી હોય તો ડોપામાઇનને વધારનારી દવાઓ ડોક્ટરની સલાહ લઈને લેવી જોઈએ.