તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોમાસામાં ગેસ્ટ્રોએન્ટરાઇટિસ ભયાનક રૂપ ધારણ કરે ત્યારે...

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એક અનુમાન અનુસાર ચોમાસામાં થનારી સૌથી સામાન્ય સમસ્યાઓમાંથી એક ગેસ્ટ્રોએન્ટરાઇટિસનાં પ્રમાણમાં 20 ટકાનો વધારો થઈ જાય છે. આવી સ્થિતિમાં આપણે પોતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, આ ઉપરાંત જીવનશૈલીમાં સુધારો પણ કરવો જરૂરી છે
ચોમાસામાં ઝરમર વરસતા વરસાદનું પાણી બધાને સારું લાગે છે, પરંતુ આ સુંદર વાતાવરણ પોતાની સાથે ઘણી બધી બીમારીઓ લેતું આવે છે. ચોમાસામાં થનારી સૌથી સામાન્ય સમસ્યાઓમાંથી એક છે ગેસ્ટ્રોઅેન્ટરાઇટિસ કે સ્ટમક ફ્લૂ. વરસાદના પાણીને લીધે ગંદકી વધી જાય છે જેમાં બેક્ટેરિયા, વાઇરસ અને અન્ય રોગો સાથે ચેપ લાગવાને લીધે બીમાર થવાનો ભય વધી જાય છે. જો ચોમાસામાં એવા આહાર કે પાણીનું સેવન કરવામાં આવે જેના લીધે ચેપ લાગવાની શક્યતા હોય તો ગેસ્ટ્રોએન્ટરાઇટિસ થઈ શકે છે.

શું થાય છે ગેસ્ટ્રોએન્ટરાઇટિસમાં...
ગેસ્ટ્રોએન્ટરાઇટિસ સામાન્ય રીતે બેક્ટેરિયા અને ‌વાઇરસનું સંક્રમણ છે. એમાં વધારે ઊલટી અને ઝાડા થઈ જાય છે. આ સંક્રમણને કારણે પેટ અને આંતરડાંમાં બળતરા અને સોજો આવી જાય છે. આ સંક્રમણ એવાં ભોજન કે પાણીના સેવનથી થાય છે જે ઈ. કોલાઈ, સાલ્મોનેલા, એચ.પાયલોરી, નોરો વાઇરસ, રોટા વાઇરસ વગેરેેના ચેપથી થાય છે. તેનાથી બચવા માટે ખાણીપી‌ણી અને સ્વચ્છતાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે.

કિડની પણ થાય પ્રભાવિત
ગેસ્ટ્રોએન્ટરાઇટિસની સ્થિતિ ગંભીરતા ધારણ કરે તો કિડની પર પણ અસર થાય છે. તેના લીધે ઘણી વખત કિડની બ્લોક થવાનો ભય પણ ‌રહે છે. તેના 10માંથી એક દર્દીની કિડની પર પ્રભાવ જોવા મળે છે. ઝાડા અને ઊલટીને લીધે શરીરમાં પાણી ઘટી જાય છે. જેના લીધે લોહીના વોલ્યૂમ ઘટી જાય છે અને કિડની સુધી ફિલ્ટર થવા માટે પૂરતા પ્રમાણમાં લોહી પહોંચી શકતું નથી.

50થી 70 ટકા કેસમાં નોરા વાઇરસ જવાબદાર
સંક્રમણ પેદા કરનાર નોરા વાઇરસ 50થી 70 ટકા કેસમાં ગેસ્ટ્રોએન્ટરાઇટિસ માટે જવાબદાર હોય છે. આ ‌વાઇરસ વધારે ચેપી હોય છે અને બહુ ઝડપથી ફેલાય છે. આવી વસ્તુઓ આ વાઇરસને કારણે સંક્રમિત થાય છે. તેનો સ્પર્શ કર્યા પછી આ આંગ‌ળીને મોંમા નાખવાથી ગેસ્ટ્રોએન્ટરાઇટિસનો ચેપ થઈ શકે છે. સાથે આનો ચેપ લાગ્યો હોય એવી વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ.
લક્ષણ
ગેસ્ટ્રોએન્ટરાઇટિસને કારણે પેટની અંદરના ભાગમાં બળતરા થાય છે અને તેના પર સોજો આવી જાય છે. આ ઉપરાંત નીચેનાં લક્ષણો જોવા મળે છે...
- પેટમાં દુખાવો અને ચૂંક આવવી
- ગંભીર ડાયેરિયા
- ઊલટી કે ઊબકા
- ડિહાઇડ્રેશન
- તાવ અને નબળાઈ
- મોં સુકાવું
રિસ્ક ફેક્ટર્સ
ગેસ્ટ્રોએન્ટરાઇટિસ કોઈ પણ ઉંમરની વ્યક્તિને અસર કરી શકે છે. આમ રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એવા લોકોમાં એનો ભય વધારે રહે છે.
નાનાં બાળકો
નાનાં બાળકોમાં તેનો ભય વધારે હોય છે, કારણ કે તેમની ઇમ્યૂન સિસ્ટમ સંપૂર્ણ રીતે વિકસિત થઈ હોતી નથી.
વૃદ્ધ
ઉંમર વધવાની સાથે સાથે વૃદ્ધોમાં બીમારીઓ સામે લડવાની શક્તિ ઘટવા લાગે છે, તેથી તેઓ બીમારીના ઝપેટમાં જલદી આવી જાય છે.
ગંદકી
જે લોકો ગંદી જગ્યા પર રહે છે, જ્યાં સ્વચ્છતાની ઊણપ છે. તેના સંક્રમણના લપેટમાં આવવાની શક્યતા વધારે રહે છે.
પહેલાં ક્યારેક એચઆઇવીની સમસ્યા રહી હોય
એચઆઇવી, કીમોથેરપી કે કોઈ બીજી મેડિકલ કન્ડિશનથી ઇન્યૂન સિસ્ટમ નબળી પડી જવાની સ્થિતિમાં ગેસ્ટ્રોએન્ટરાઇટિસના સંક્રમણનો ભય વધી જાય છે. આવી સ્થિતિમાં ડોક્ટરનો સંપર્ક કરો.
- જો તમને બે દિવસ કરતાં વધારે સમય સુધી ઊલટી થઈ રહી હોય.
- ઊલટીમાં લોહી આવી રહ્યું હોય, મળની સાથે લોહી આવી રહ્યું હોય.
- 104 ડિગ્રી ફેરેનહીટ કરતાં વધારે તાવ હોય
- ડિહાઇડ્રેશનનાં લક્ષણ જોવા મળે. જેમ કે, વધારે તરસ લાગવી, મોં સુકાઈ જવું, ઘાટ્ટા રંગનો પેશાબ આવવો. બહુ ઓછા પ્રમાણમાં પેશાબ આવવો, વધારે પડતી નબળાઈ લાગવી, ચક્કર આવવાં.
બચવાની રીત...
- ઉકાળેલું પાણી પીવું જોઈએ
- ફૂટપાથ પર કે ગંદી જગ્યા પર ખાવાનું ટાળવું જોઈએ.
- આ વાતાવરણમાં માંસ ઓછું ખાવું જોઈએ.
- ફળો અને સલાડને પહેલેથી કાપીને ન રાખો.
- તાજાં ફળો ધોઈ નાખો. સલાડ બનાવતા પહેલાં તરત ખાઈ લો.
- વરસાદમાં પલળ્યા પછી ચોખ્ખા પાણીથી નહાવું જોઈએ.
- તમારાં જૂતાંને ઘરની બહાર ઉતારો જેથી કીટાણુ ઘરમાં ન આવે.
આ જાણવું પણ જરૂરી...
1. જ્યારે ડાયેરિયાની સ્થિતિ સામાન્ય થવા લાગે ત્યારે મુલાયમ અને સરળતાથી પચી જાય એવા ખાદ્યપદાર્થો જેમ કે, કેળાં, બાફેલા બટાકા સામેલ કરો. સાથે છાશ, લીંબુની શિકંજી, ભાત કે ખીચડી જેવો હળવો ખોરાક લેવો જોઈએ.
2. સંતુલિત પ્રમાણમાં અને ધીરે ધીરે પ્રવાહી લેવું યોગ્ય રહેશે. ખાસ કરીને નાનાં બાળકોના કેસમાં ગેસ્ટ્રોએન્ટરાઇટિસમાં પેટને સ્વસ્થ થતાં વાર લાગે છે, તેથી વધારે પ્રમાણમાં લિક્વિડ લેવાથી ઊલટીની સમસ્યા વધી શકે છે. 4થી 5 મિનિટના અંતરે 1થી 2 ચમચી લિક્વિડ આપો.
3. પીવાના પાણીમાં હેવી મેટલ્સ જેમ કે, આર્સેનિક, કેડમિયમ, લેડ કે મર્ક્યુરી હોવાને લીધે પણ ગેસ્ટ્રોએન્ટરાઇટિસની સમસ્યા થઈ શકે છે. વધારે પ્રમાણમાં એસિડિક ફૂડ જેમ કે, સિટ્રસ ફ્રૂટ્સ અને ટામેટાં ખાવાથી પણ આ સમસ્યા થવાનો ભય રહે છે.
4. અમુક ખાસ પ્રકારનાં સી ફૂડમાં ટોક્સિન્સ જોવા મળે છે અને તેના ઝેરી પ્રભાવના સતત સંપર્કમાં આવવાને લીધે ગેસ્ટ્રોએન્ટરાઇટિસની સમસ્યા થવાની શક્યતા રહે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો