એપેન્ડિસાઇટિસથી બચવાના ઉપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એપેન્ડિસાઇટિસ પેટ સાથે સંકળાયેલી એક સામાન્ય બીમારી છે. આ બીમારીના આપણા દેશમાં દર વર્ષે આશરે 10 લાખ કરતાં વધારે કેસો નોંધાય છે. જો સમયસર તેની સારવાર કરાવવામાં ન આવે તો એપેન્ડિક્સ ફાટી શકે છે. તેથી કોઈ પણ ગંભીર સમસ્યા સામે આવે એ પહેલાં ઉપચાર જરૂરી છે

એપેન્ડિક્સ લગભગ 4 ઇંચ લાંબું હોય છ

ક્વિક બાઇટ્સ
એપેન્ડિક્સ પેટના નીચેના ભાગમાં ડાબી બાજુ મોટા આંતરડા સાથે જોડાયેલું હોય છે. આ લગભગ 4 ઇંચ લાંબું હોય છે. શરીરમાં તેનો કોઈ વિશેષ ઉપયોગ નથી. પેટમાં સોજો આવવો, પેટના નીચેના ભાગમાં અસહ્ય દુખાવો થતો હોય તો સમજી લેવું કે આ સમસ્યા એપેન્ડિસાઇટિસ છે. જો સમયસર તેની સારવાર કરાવવામાં ન આવે તો એપેન્ડિક્સ ફાટવાની શક્યતા પણ રહે છે.

સમસ્યા
એપેન્ડિસાઇટિસ કોઈ પ્રકારના ઇન્ફેક્શન ઉપરાંત એપેન્ડિક્સમાં સોજો આવવો, ફળ કે શાકના ટુકડા આંતરડાંમાં ફસાવવાથી, પેટમાં કીટાણુ થવાને લીધે પણ હોઈ શકે છે. વૃદ્ધોમાં પેટના કેન્સરને લીધે પણ એપેન્ડિસાઇટિસ થવાની શક્યતા રહે છે.

એપેન્ડિસાઇટિસની બીમારીના શરૂઆતના તબક્કામાં તાવ આવે અને પેટના નીચેના ભાગમાં નાભિની આસપાસ તીવ્ર દુખાવો થાય છે. જે પેટના જમણા ભાગમાં થાય છે. આ સાથે ઊલટી થવી, ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ સર્જાય છે. એપેન્ડિસાઇટિસ છે એવી ખબર પડે કે 24 કલાકની અંદર એન્ટિબાયોિટક્સ અને સર્જરીની મદદથી તેની સારવાર કરવામાં આવે છે. જો યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો સિસ્ટમિક ઇન્ફેક્શન થઇ શકે છે.

લક્ષણ
* કબજિયાત, ગેસની સમસ્યા
* પેટના એક ભાગથી બીજા ભાગમાં તીવ્ર દુખાવો
* ઓછા તાપમાનમાં તાવ આવવો (37 ડિગ્રી સેલ્સિયસ-39 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે.)
* ઊલટી કે ઊબકા આવવા
* ભૂખ ઓછી લાગવી
* પેટમાં સોજો આવવો
* પેટના ડાબા ભાગને દબાવવાથી જમણા ભાગમાં દુખાવો થવો

ઉપચાર
1. અમુક ટેસ્ટ, ફિઝિકલ એક્ઝામિનેશનના આધાર પર એપેન્ડિસાઇિટસની જાણ ડોક્ટરને થાય છે. બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ પણ કરવામાં આવે છે, કારણ કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન પણ એપેન્ડિસાઇટિસનું લક્ષણ છે.

2. સીટી સ્કેન, અલ્ટ્રાસાઉન્ડ, લેપ્રોસ્કોપી, બેરિયમ એનિમા, સેડિમેન્ટેશન રેટની પણ તપાસ કરવામાં આવે છે.

3. એપેન્ડિસાઇટિસ થાય ત્યારે એપેન્ડિક્સને સર્જરી કરીને કાઢી નાખવું જોઈએ. આ જ તેનો એકમાત્ર ઉપચાર છે. આ પદ્ધતિને એપેન્ડેક્ટોમી કહે છે.

સમાધાન
1. ટોક્સિક પ્રોડક્ટ (ઝેરીલા પદાર્થો) શરીરમાં જવાથી એપેન્ડિક્સમાં સોજો અને બળતરા થાય છે. અમુક બાબતોમાં આંતરડાંમાં કીટાણુઓનું ઇન્ફેક્શન થઈ જાય છે, તેથી આવી વસ્તુઓ એટલે કે ડબ્બા પેક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ.

2. આહારમાં ફાઇબરનું ઓછું પ્રમાણ એનો એપેન્ડિસાઇટિસની બીમારી સાથે સંબંધ છે, તેથી સ્વસ્થ પાચનતંત્ર માટે આહારમાં હાઇ ફાઇબરયુક્ત આહાર સામેલ કરવો જોઈએ. પૂરતા પ્રમાણમાં ફાઇબર મળી રહે એ માટે ફળ અને શાકભાજી ખાવાં જોઈએ. આ ઉપરાંત અજમો, કાકડી, ઘઉંની રોટલી, અનાજ, ગાજર વગેરે ખાવાથી ફાયદો થાય છે. સંતુલિત આહાર લેવાથી અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી એપેન્ડિસાઇટિસના ભયને ઘટાડી શકાય છે.

3. મેથીના દાણાને દૂધમાં નાખીને તેની ચા બનાવીને પીવાથી ફાયદો થાય છે. આ ચા એપેન્ડિક્સમાં બનનાર પસ અને બલગમને બનતા અટકાવે છે. નિયમિત રીતે મેથીની ચા પીવી હેલ્થ માટે સારી છે.

4. એક મુઠ્ઠી મગને રાત્રે પાણીમાં પલા‌ળી દો. રોજ દિવસમાં ત્રણ વખત એક ચમચી તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. એપેન્ડિક્સમાં થનાર દુખાવા ઉપરાંત ઇન્ફેક્શનમાં પણ તેનાથી આરામ મળે છે.

અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે એપેન્ડિક્સ ઇમ્યુનિટી સિસ્ટમનો ભાગ છે.
એ શરીરમાં ઇમ્યુનોગ્લોબુલિન બનાવવામાં મદદ કરે છે. તે શરીરના અનેક ભાગમાં બને છે, તેથી એપેન્ડિક્સને કાઢી નાખ‌વામાં આવે તો ઇમ્યુનિટી સિસ્ટમ પર ખરાબ પ્રભાવ નહીં પડે.

આ જાણવું પણ જરૂરી
* સર્જરી થઈ ગયા પછી અનિયંત્રિત ઊલટી, પેટમાં દુખાવો, યુરિન કે ઊલટીમાં લોહી આવવું, તાવ, ચક્કર આવવાં, ચીરો મૂકવામાં આવ્યો હોય એ જગ્યા પર દુખાવો કે લાલાશ આવી જાય તો ડોક્ટર સાથે ચર્ચા કરવી જોઈએ. જોકે, આ બીમારી કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે, પરંતુ 10 વર્ષથી 19 વર્ષની ઉંમરમાં સૌથી વધારે થાય છે.

* એપેન્ડિક્સના દુખાવામાં આદુંનું સેવન કરવાથી રાહત મળે છે. તેની સાથે લસણનો ઉપયોગ પણ કરી શકો છો. પેટમાં સોજો આવે ત્યારે આદું કાચું કે પાઉડરના રૂપમાં પણ લઈ શકો છો. આ ઉપરાંત આદંુ અને હળદરના સેવનથી સોજો અને બળતરા ઓછી થાય છે. એપેન્ડિસાઇટિસને લીધે ઊલટી થઈ રહી હોય તો આદુંના ટુકડામાં મીઠું લગાવીને ખાઈ શકો છો.

* ફુદીનાના રસનાં 2-3 ટીપાં પાણીમાં નાખવાથી ફાયદો થાય છે. 3થી 4 કલાકના અંતરે આ પાણીને પી શકો છો. એપેન્ડિક્સને લીધે આવનારા તાવ અને દુખાવાને ઘટાડવા માટે તુલસીનાં પાનનું નિયમિત સેવન કરવું જોઈએ.

* ગરમ પાણી ત્રણ દિવસ સુધી સતત પીવાથી એપેન્ડિસાઇટિસની તકલીફમાં રાહત મળે છે, સાથે આંતરડાંને સાફ કરે છે. તાજાં ફળોનો જ્યૂસ પીવો ફાયદાકારક છે.

* ગરમ પાણી કે કપડાને ગરમ કરીને શેક કરવાથી પણ એપેન્ડિસાઇટિસના દુખાવામાં રાહત મળે છે.
અન્ય સમાચારો પણ છે...