તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષાર્થીની આત્મકથા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પરીક્ષાર્થીની આત્મકથા

મારું નામ રવિ છે. આવતા અઠવાડિયે મારી પરીક્ષા શરૂ થઈ જશે. મને ખબર નથી કે મારી તૈયારી કેવી છે, કેવાં પેપર નીકળશે, હું કેવું લખી શકીશ. મનમાં ખૂબ જ બીક લાગે છે. પેટમાં ફાળ પડી રહી છે. ક્યારેક તો રાતે ઊંઘ પણ બરાબર નથી આવતી. મારા મનમાં ઘણા બધા વિચારો ચાલી રહ્યા છે.  આજે મને બધું તો યાદ નથી, પરંતુ લગભગ પાંચમા વર્ષે હું ભણવા બેઠો હતો. તે વખતે મારાં મમ્મી-પપ્પાએ બધાને પેંડા વહેંચ્યા હતા. મારા પપ્પા આમ તો એક બેન્કમાં ક્લાર્ક તરીકે કામ કરતા હતા અને મારી મમ્મી ઘરકામ કરતી હતી. મારાં મમ્મી-પપ્પાની ઇચ્છા હું ડોક્ટર બનું તેવી હતી, તેથી મારા જન્મ વખતથી જ મને તેઓ નાનો ડોક્ટર તેવું કહીને બોલાવતા.

નાનપણમાં મને આની બહુ સમજણ ન હતી, પણ ધીરે ધીરે જ્યારે ઘરમાં કોઈને માંદગી હોય ત્યારે ડોક્ટરને મળવા જવાનું થાય એટલે થોડી ઘણી સમજણ પડવા માંડી હતી. ત્યારે તો મને એવું હતું કે આમાં તો ખૂબ મજા આવે. એ વખતે કોઇ પણ રમત રમતી વખતે પણ હું ડોક્ટર જ બનતો અને આમ કરતાં કરતાં હું આઠમા ધોરણમાં આવી ગયો. હવે મને ભણવાનું ભારે લાગવા પણ લાગ્યું હતું. મને ખરેખર તો મશીનોમાં,

તે કેવી રીતે ચાલે, તેને કેવી રીતે બનાવાય તે બધામાં વધારે રસ પડતો. મને ભણવામાં પણ ગણિત વધારે ગમતું અને વિજ્ઞાન બહુ ગમતું નહીં અને તેમાં પણ બાયોલોજી તો સહેજ પણ ગમતું નહીં. મને એવું થતું કે હું મારાં મમ્મી-પપ્પાને મારા ગમા-અણગમા વિશે વાત કરું, પરંતુ તેમની સામે ક્યારેય બોલી શકતો નહીં. તેમની મને ડોક્ટર બનાવવાની ઇચ્છા, બીજા આગળ હું ડોક્ટર બનીને શું કરીશ તેવી વાતો સાંભળીને હંમેશાં ચૂપ થઈ જતો. મારે ખરેખર ડોક્ટર નહોતું બનવું. મારે તો એન્જિનિયર બનવું છે, પરંતુ હું આ વાત એમને કેવી રીતે કહું? હું મનમાં ખૂબ જ મૂંઝવણ અનુભવી રહ્યો છું.
મને હંમેશાં એવું કહેવામાં આવે છે કે ભણવામાં ધ્યાન રાખ.

મારું રમવાનું, બહાર મિત્રો સાથે જવાનું બધું જ બંધ કરી દીધું છે. મારો ટીવી જોવાનો સમય પણ ઓછો કરી દીધો છે. મને મોબાઇલ વાપરવાની પણ મનાઈ ફરમાવી દીધી છે. હું મનમાં ને મનમાં ગૂંગળાવા લાગ્યો છું.   હમણાં મારા માર્ક્સ ખૂબ ઓછા આવવા લાગ્યા છે. બધા મને કહે છે કે તું ચિંતા ના કરીશ, પરંતુ કોઈ મને સમજી રહ્યું નથી. મને એવું લાગે છે કે હું ડોક્ટર બનવાને લાયક નથી અને મારે બનવું પણ નથી. મારાં મમ્મી-પપ્પા પણ એવું કહે છે કે ડોક્ટર નહીં બને તો ચાલશે પણ મારા મનમાં નાનપણથી અત્યાર સુધી જે નાખ્યું છે તેનું શું? શું હું ડોક્ટર બનીશ તો જ ખુશ રહીશ? સુખી થઈશ?
મારા પપ્પા ઝાઝું ભણ્યા નથી તો પણ સારી નોકરી કરે છે અને અમને બધાને સારી રીતે રાખે છે. તેમના એક મિત્ર તો ફક્ત દસ ધોરણ જ ભણ્યા છે, પરંતુ આજે લાખો રૂપિયાનો ધંધો કરે છે અને મજાથી દુનિયા ફરે છે.

મને તો એવું લાગે છે કે હું જે કરીશ તેમાં મને મજા આવતી હશે તો મારી જિંદગી વધારે સારી જશે. મારા ઘણા બધા મિત્રો આજે તેમને ન ગમતી લાઇનમાં ગયા છે અને દુ:ખી થયા છે.  મારી બધા વાલીઓને પણ વિનંતી છે કે અમારી કેપેસિટી જેટલો જ ભાર અમારા ઉપર નાખો. અમારી ખુશી અમે શું બનીશું તેમાં નહીં હોય, પણ જે કરીશું તે મજા આવે તેવું હશે તો ચોક્કસ વધારે આનંદમાં હોઈશું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો