તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જે દીર્ઘ છે, તેને લઘુ કેવી રીતે કહેવાય?

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જે દીર્ઘ છે, તેને લઘુ કેવી રીતે કહેવાય?
એક વાર્તા વાંચી, જેમાં એક યુવતીની વ્યથાનું વર્ણન હતું. અનેક પાનાંઓમાં એ વ્યથિત યુવતીનું મન કેવા કેવા ચડાવ-ઉતાર અનુભવી રહ્યું હતું, એ કેવા વિચારો આવવાથી શું અનુભવતી હતી એનું વિસ્તૃત વર્ણન હતું. લગભગ આખી વાર્તામાં જ્યાં પણ ઘટનાક્રમ બદલાતો, પાત્રોના વિચારોનો પ્રવાહ પાનાં પર વિસ્તૃત રીતે વહેતો. અનેક જગ્યાએ તો એવું લાગ્યું કે જાણે કોઈ સજીવ પાત્રની વિચારસરણીનો સામનો કરી રહ્યો હોય અને એક સંવાદ સધાઈ રહ્યો હોય, લાંબો, અત્યંત રોચક અને બાંધી લેનારો. આ વાર્તા વિશે એ સમયના વાચકોના વિચારો વિશે જાણતાં આશ્ચર્ય થયું.

લગભગ સૌનું એમ જ કહેવું હતું કે વાર્તા માત્ર થોડાં જ પાનાંઓમાં પૂરી કરી શકાઈ હોત. વિસ્તાર ખાસ કરીને પાત્રોનાં મનમાં શું ચાલી રહ્યું છે તેનું વર્ણન બિનજરૂરી હતું. અલબત્ત, આ વાચકોએ એ વાત માની કે એનાથી વાર્તા સમજવામાં, એમના વિચારોથી એમના નિર્ણયોના વિશ્લેષણમાં સારી એવી મદદ મળી, પણ જે વાંધો હતો તે તો યથાવત્ રહ્યો. એમની વાતનું વિશ્લેષણ કરતાં એ કારણ જાણવા મળ્યું કે એટલો સમય કોની પાસે છે કે બીજાના મનની ગડમથલ જાણે સમજે?

સાચે જ, હવે એટલી ધીરજ નથી. જેને સમજાવવાની હોય પોતાની વાત તે સ્પષ્ટ અને ટૂંકમાં સમજાવી દો. હવે તો લાંબા સંવાદોથી પણ લોકો ગભરાય છે. જે કહેવું હોય તે ઝડપથી કહી દો. એમનું માનવું છે કે કેટલાક ગણતરીના હાવભાવ જ હોય છે, જાણે મોબાઇલના ઇમોજીસ. બસ, એવી જ રીતે સમજાવી દો.  આશ્ચર્યની વાત તો એ છે કે આજે આપણે જેટલું ઓછું બોલીએ છીએ, એટલા જ અંદરખાને ગૂંચવાતા જઈએ છીએ. વળી, અાપણા મનને સમજવા માટે આધાર શોધીએ છીએ. મૌન રહીએ છીએ, તો વધારે મૂંઝવણમાં મુકાઈએ છીએ.

સીધી વાત છે કે જે મનને સમજે છે, એ જ વિસ્તૃત રીતે કહી શકે છે. એના દ્વારા મન સુધી પહોંચીએ, તો મનમાં કોઈ પ્રકારની ગૂંચવણ કે મૂંઝવણ નહીં જોવા મળે. એકબીજાના મનનો તાગ પામી લઈએ, તો હાથ પકડીને સાંત્વન આપી શકીએ છીએ. બધા સમજે, બધા સંકળાય તો જીવન કેટલું સરળ બની જાય. પછી વણકહી,  વણસમજી, વણસમજાવેલી મૂંઝવણ નહીં હોય.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો