તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ વળાંક વિચિત્ર છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૂના પડી ગયેલા બજારને જોવાનું ગમતું નથી. જાણે કે કોઈ ગંભીર બીમારીથી પીડાતા દર્દીને જોતા હોઈએ એવું લાગે. તેના માટે સમય અને દુઆઓ એ જ વિકલ્પ છે. બેચેની થવા લાગે છે. જાદુઈ લાકડી ફેરવી શકતા હોત અને તરત જ બધું લીલુંછમ થઈ જતું હોત તો કેવું સારું! પરંતુ વાસ્તવિકતા એ છે કે હજુ કળ વળતા વાર લાગશે. હજુ પ્રામાણિકતાની વધુ પરીક્ષાઓ આપવી પડશે. તેનાં પરિણામો લાઇનમાંથી બહાર આવીને જોઈશું તો દેખાશે.

જે અત્યારે જોવા મળે છે તે અગાઉ કોઈ કસોટીકાળમાં જોવા મળ્યું નથી. અમુક દિવસ સુધી દુકાનો બંધ જોવા મળતી હતી, પણ અગાઉ ક્યારેય સમોસાં-કચોરી, જલેબી એમના એમ ઠંડાં પડી રહેલાં જોવા મળ્યાં નહોતાં. જાણે કે ભૂખને પણ શિખામણ આપી દીધી હોય કે થોડાક દિવસ સુધી હેરાન ન કરીશ હોં! હાલમાં આર્થિક તંગીના સમયે તંબુ તાણી દીધા છે?

આવો સમય તો અગાઉ કદી જોયો નહોતો કે મંદિરમાં બે બે દિવસ સુધી વાસી ફૂલ ચડાવેલાં રહ્યાં હોય. ક્યાંક કોઈની શ્રદ્ધા ડગમગી ગઈ છે, પણ એનો સંબંધ મંદિર સાથે નથી, પણ પરિસ્થિતિ સાથે છે.
અને બીજી બાજુ જુઓ, ફૂલ ખીલતાં અટકી નથી ગયાં. એ તો ઊગી જ રહ્યાં છે. ફળ પણ પાકી જ રહ્યાં છે. અને પાકને પણ પોતાની જરૂરિયાતો પૂરી કરવાની પડી છે. કુદરત સાથે જ ઊભી છે, પણ માણસ અનેક મૂંઝવણો વચ્ચે ઘેરાયેલો છે. નોટબંધીના કારણે લોકો ઘંટીના પડની વચ્ચે પિસાઈ રહ્યા છે અને ચકડોળની જેમ ચકરાવે ચડ્યા છે. બધું જ નવું લાગે છે. અટપટું લાગે છે.

આ ધુમ્મસ નવી ચમક લઈને આવશે. લાઇનો આ જ આશાનું પરિણામ છે. બજારોનો સન્નાટો થોડા દિવસ પૂરતો છે. આ સમય પણ વીતી જશે. બધાની ધીરજ જોતાં ગર્વ પણ અનુભ‌વાય છે, જે બધાનાં વર્તનમાં સ્પષ્ટપણે જોવા મળે છે. પણ શું કરવું? ધ્રૂજતા પગ પણ દેખાય છે. આ કશુંક નોંધાવવાનો સમય છે. જીવનમાં મોટા મોટા વળાંક આવે છે અને બધાએ નવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, પરંતુ સમગ્ર દેશે પરીક્ષા આપવી પડે એવું ઓછું બનતું હશે. પેપર અઘરું નીકળ્યું છે, પરીક્ષાર્થી હિંમત નથી હારી ગયા. પરિણામ જોરદાર આવે તો મજા પડશે. દુઆ પણ એવી જ કરી છે.
અન્ય સમાચારો પણ છે...