તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વિધાયુક્ત મનને દેખાતું નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હંમેશાં ઉત્સાહથી છલોછલ હોય એવા લોકો આંગળીના વેઢે ગણાય એટલા જોવા મળશે. જે નવું કરવા, નવું શીખવા માટે સદાય તત્પર રહેતા હોય એવા લોકો પણ બહુ ઓછા જોવા મળે છે. ગમે ત્યાં જવાનું કહો તો ફક્ત એમ જ કહે કે ચાલો, પહાડી વિસ્તાર છે, રેતાળ દરિયાકિનારો છે કે રણ વિસ્તાર છે, જેથી કરીને નક્કી કરી શકે કે કેવાં પ્રકારનાં જૂતાં પહેરવાં પડશે. તેમનો જોશ નવાઈ પમાડે તેવો હોય છે, પણ તેને સમજી શકાતો નથી.

મનમાં જડતા હોય તો તેની પાસે ઊડવાની અપેક્ષા રાખવી એ અપ્રામાણિકતા જ ગણાય ? પાંખો બંધાયેલી હોય તો ઊડવાનું કઈ રીતે?

આવા લોકો જીવન પ્રત્યે ખૂબ જ સમર્પિત અને તેનો અવસર ઊજવવા માટે હંમેશાં તૈયાર રહે છે. આનું કારણ શું? શા માટે તે આમ કરે છે? આવું તે કેવી રીતે કરી શકે છે? તે મનને પ્રત્યેક પળે તાજુંમાજું રાખે છે એટલા માટે તે આવું કરી શકે છે. આમ કરવું અઘરું છે? આપણને આમની પાસેથી પ્રેરણા કેમ ન મળી શકે? કદાચ એટલા માટે આપણા બધાના પગ ક્યાંક પડે છે અને મન બીજે જ ક્યાંક હોય છે. આ મામલો આપણા મનની ભટકી જવાની વૃત્તિમાં અટવાઈને શક્તિ હણી લેવાનો છે. આપણે આપણું ધ્યાન નિરર્થક બાબતોમાં કેન્દ્રિત કરીએ છીએ એટલે પરિણામ શૂન્ય મળે છે.

દાખલા તરીકે, આપણે કોઈ એવી વ્યક્તિ પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ કે જેને આપણી જરાય પરવા નથી અને ક્યારેય પરવા કરશે પણ નહીં. તેમ છતાં આપણે કોણ જાણે કયા અભિમાનમાં ત્યાં જ મન પરોવીએ છીએ. અથવા તો આપણને માનસિક રીતે પરાવલંબી બનાવે એવા કોઈ સંબંધ પર આધાર રાખતા થઈ જઈએ છીએ. આવા સંજોગોમાં કોઈ પણ સ્વતંત્ર પહેલ કરવાનું વિચારી પણ નથી શકતા. કોઈ ધૂન, કામને આદર્શ રીતે કે કોઈ ચોક્કસ ઢબે કરવાની જિદ કે જીવન અને તેનાં પરિવર્તનો પ્રત્યેની નકારાત્મક વિચારધારા, આ બધું મનની શક્તિને ખતમ કરવા માટે જવાબદાર છે. નવીનતાને આવકારવામાં પગની બેડી ક્યાંક બાધારૂપ નીવડે છે.

પાંખો બંધાયેલી હોય તો ઊડવાનું કઈ રીતે? તમારા મનની બેડીઓને પારખવાનું કામ એ આ દિશામાં સૌથી મોટું પગલું ગણાશે. ત્યારબાદ મન ફક્ત એક જ સવાલ કરશે કે શા માટે આ બંધન અને આનાથી મુક્તિ કેવી રીતે? પછીનો રસ્તો સરળ છે. કોઈ પણ પ્રકારની ઊંઘમાંથી જાગવું જરૂરી છે. પછી એવું ભાન થઈ જશે કે બારી-બારણાં ખોલીને, તાજગીને આવકારવાનો સમય થઈ ગયો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો