તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસથી દલાલ સુધી!

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિકાસથી દલાલ સુધી!
કેટલાક સંબંધો બહુ બળૂકા હોય છે, પરંતુ બોલકા હોતા નથી. આવો જ એક સંબંધ છે પિતા અને પુત્રનો. દીકરા બાપને લાડકા હોવા છતાં, તેમના વ્યવહારમાં હળવાશ કે મીઠાશ હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. આજે પિતાશ્રીની કથા, સોરી કૉલમ માંડવાનું નિમિત્ત પૂરું પાડ્યું છે જાણીતા શેફ વિકાસ ખન્નાની પિતાના નિધન સંદર્ભે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી પોસ્ટે. વિકાસભાઈએ 16મી માર્ચના રોજ પોતાના ફેસબુક પેજ પર લખ્યું હતું:

‘31મી જાન્યુઆરી, 2015ની સવારે મેં મારા નિત્યકર્મ મુજબ ઘરે ફોન કરીને મોમ અને ડેડ સાથે વાત કરી. ડેડ બે કારણસર અતિ ઉત્સાહમાં હતા. એક તો સેરેના વિલિયમ્સ ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં રમી રહી હતી અને બીજું મર્સિડીઝ સાથે મારો કરાર થયો હતો. તેમણે કહ્યું કે દીકરાની મર્સિડીઝમાં ફરવાનું તેમનું સપનું હતું. હું હસવા માંડ્યો અને કહ્યું કે તમે અગાઉ કેમ ન જણાવ્યું? તેઓ પણ હસ્યા અને બોલ્યા, ‘તેં ક્યારેય પૂછ્યું નહોતું.’ અમે હસીને ં વાત પૂરી કરી.’

‘એ જ દિવસે ઢળતા બપોરે તેમનું નિધન થયું. એકેય સંતાન આવડી મોટી ખોટ માટે ક્યારેય તૈયાર ન હોઈ શકે. આ ઘટના તમારા દિલને ભાંગી જ નાખે. તમે સુન્ન થઈ જાવ. ઈશ્વરે દગો દીધો હોય અને એકાએક અસુરક્ષિત વિશ્વમાં પહોંચી ગયા હોય એવું લાગવા માંડે...‘મને આજેય તેમના એ વાક્યનું અચરજ છે કે ‘તેં ક્યારેય પૂછ્યું નહોતું.’ ‘એ કમનસીબ દિવસ પછી મને અનેક વાર થયું છે કે હું તેમના માટે એવું ઘણું ઘણું કરી શક્યો હોત કે જેનાથી તેમને ગર્વ અનુભવાય અને તેમની તમામ આશાઓ પૂર્ણ થાત.’

‘જિંદગીએ મને બોધપાઠ ભણાવ્યો - વધુ એક પણ ક્ષણ માટે મોડું ન કરો. આપણાં મા-બાપ ભાગ્યે જ કશું માગશે, જ્યારે તેમણે તો આખી જિંદગી આપણને આપી દીધી હોય છે.’
‘તેમને અચરજ પમાડો, તેમને ખોટા પાડો, તેમને ભેટી પડો, તેમને જઈને પૂછો કે તમારા ઓરતા (સપનાં) શું છે અને તેમને ખૂબ ખૂબ ચાહો, કારણ કે એક દિવસ તમે કારોના થપ્પા કરવા સક્ષમ હશો, પણ તમે સમય નહીં ખરીદી શકો.’

વિકાસ ખન્નાની આ પોસ્ટને હજારો લોકોએ આંસુડે આંસુડે વધાવી છે. ફેસબુક પર મૂકેલી આ પોસ્ટને આશરે લાખેક લોકોએ લાઇક કરી અને ત્રણેક હજાર લોકોએ શેર કરેલી એટલું જ નહીં હજારેક લોકોએ પોતાનાં મા-બાપ અંગેની લાગણી કૉમેન્ટ સ્વરૂપે વ્યક્ત કરી હતી. વિકાસ ખન્નાની પોસ્ટ વાંચતાં ગુજરાતના વિખ્યાત સાહિત્યકાર જયંતિ દલાલની ‘હું એ? એ હું?’ વાર્તાનું સ્મરણ થઈ આવ્યું. આ વાર્તાના નાયકને મન તેમના પિતા એટલે ‘ઘણા સાંકડા દિલનો માણસ, મૂજી, ચિંગૂસ,આપમતલબી, મનસ્વી, તોરીલા, નાનકડા સરમુખત્યાર’. જોકે, પિતાના નિધન પછી તેને બહુ રડવું આવે છે અને એનું કારણ એ સમજી શકતો નથી.

આખરે પિતાનો એક પત્ર હાથમાં આવે છે, જેને તે પૂરો વાંચતો પણ નથી, પરંતુ આખરે તેને અહેસાસ થાય છે કે હું તો મારા પિતા જેવો જ છું! આપણને માતા-પિતાનું મૂલ્ય સમજાય ત્યારે ઘણું મોડું થઈ જતું હોય છે! બસ, હવે એક ક્ષણ પણ મોડું ન કરો, દિલ ખોલીને મા-બાપને મળી લો, જીવતેજીવ ચાહી લો, ફરી આ ક્ષણ મળે ન મળે!  
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો