તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્કનો ઉપયોગ કરીને ઘરને બનાવો સ્ટાઇલિશ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોર્કનો ઉપયોગ કરીને ઘરને બનાવો સ્ટાઇલિશ

જેમ રોજ નવાં નવાં કપડાં પહેરીને આપણે નિતનવો લુક મેળ‌વતાં હોઈએ છીએ. તેમ ઘરને પણ જાતજાતની વસ્તુઓથી સજાવવા અથાગ મહેનત કરવામાં આ‌વતી હોય છે. કેટલાક ઘરને યુનિક લુક આપવા માટે ઇન્ટીરિયર ડેકોરેટર્સની મદદ લેતા હોય છે અને ઘરને ક્રિએટિવ લુક આપતા હોય છે, પરંતુ જો તમારે વિના મૂલ્યે કોઈની પણ સલાહ લીધા વગર તમારા ઘરને સ્ટાઇલિશ ટ્રીટમેન્ટ આપવી હોય તો તમે કોર્કનો ઉપયોગ કરી શકો છો.

હોમ ડેકોરેશનના માર્કેટમાં કોર્કનો નવો ટ્રેન્ડ ચાલ્યો છે. કોર્ક એટલે ખાલી બોટલનું ઢાંકણું. જેના દ્વારા તમે ઘરની ખાસ રીતે સજાવટ કરી શકો છો. બે પ્રકારના કોર્કથી ઘરની સજાવટ કરી શકાય છે. એક રીત છે કોર્કની અને બીજી છે કોર્ક મટીરિયલની. બજારમાં કોર્ક મટીરિયલ પણ મળે છે. ઘરના મોટા હિસ્સાને કોર્ક મટીરિયલ દ્વારા સજાવી શકાય છે. આ સિવાય કોર્ક એટલે કે બોટલના ઢાંકણાંથી ઘરની નાની-નાની વસ્તુઓને સ્ટાઇલિશ લુક આપી શકાય છે. કોર્ક મટીરિયલ ડાર્ક અને લાઇટ બ્રાઉન કલરમાં ઉપલબ્ધ છે. આ પ્રકારનાં મટીરિયલ ઘરમાં ઉષ્મા ફેલાવે છે. તેમજ ઘરને સુંદર ટેક્સ્ચર આપવામાં મદદરૂપ બને છે. મોટા અને ખુલ્લા ઘરમાં કોર્ક મટીરિયલનો ઉપયોગ વધારે સારી રીતે કરી શકાય છે.

ઘરના લિવિંગ રૂમથી શરૂ કરીએ તો રૂમની એક આખી દીવાલને કોર્ક મટીરિયલથી બનાવી શકાય છે. આજકાલ ઘરમાં રૂમની એક દીવાલને અલગ કલર કરવાનો ટ્રેન્ડ છે, પરંતુ જો તમે આ ટ્રેન્ડમાં વેરાઇટી લાવવા માગતાં હો તો જે તે દીવાલને કોર્ક મટીરિયલથી સજાવી શકો છો. જે ઘરનું સેન્ટર ઓફ ધ અટ્રેક્શન બનશે. રૂમની સેન્ટર ટિપાઈમાં પણ કોર્ક મટીરિયલનો ઉપયોગ કરી શકાય છે. તેમજ આ ટિપાઈમાં કાચની અંદર કોર્ક મૂકીને ટિપાઈને એટ્રેક્ટિવ બનાવી શકાય છે. લિવિંગ રૂમ બાદ બેડરૂમને પણ કોર્કથી સજાવી શકાય છે. રૂમમાં મૂકેલા સિંગલ સોફામાં કોર્કની સ્ટાઇલ અપનાવી શકાય છે. તેમજ કોફી ટેબલ, ખુરશી અને નાના સ્ટૂલમાં પણ કોર્ક મટીરિયલનો ઉપયોગ કરીને ઘરને નવો લુક આપી શકાય છે. કોર્ક સાથે સ્ટોનનો પણ ઉપયોગ કરી શકાય છે. સાઇડ ટેબલ અથવા કોફી ટેબલમાં કોર્ક સાથે સ્ટોનને મેચ કરીને ઘરને ક્રિએટિવ બનાવી શકાય છે. વોલ પેઇન્ટિંગની ફ્રેમમાં પણ કોર્ક મટીરિયલનો ઉપયોગ કરી શકાય છે.

સાઇડ ટેબલ ઉપર પડેલી ફોટો ફ્રેમથી લઈને રસોડામાં રાખેલા કોફી મગ અને કપ અને ગ્લાસને પણ કોર્ક મટીરિયલથી સજાવી શકાય છે. આ પ્રકારે તમે કિચનને પણ સ્ટાઇલિશ લુક આપી શકો છો. જોકે, ઘર સિવાય કોર્કનો ઉપયોગ ઓફિસની સજાવટ માટે પણ કરવામાં આવે છે અથવા ઘરમાં જ જો એક નાની ઓફિસ બનાવી હોય તો તેની એક દીવાલ કોર્ક મટીરિયલથી સજાવી શકાય છે. જેના ઉપર પિન મારીને મહત્ત્વની અને ઉપયોગી નોટ્સ લગાવી શકાય છે. આ ઉપરાંત, ઘરના ફ્લોરિંગમાં પણ કોર્ક મટીરિયલનો ઉપયોગ થઈ શકે છે. તેમજ જો તમને વાંચવાનો શોખ હોય અને ઘરમાં નાની લાઇબ્રેરી બનાવી હોય તો બુક્સ રાખવા માટે બનાવેલા બુક શેલ્વ્સને પણ કોર્ક મટીરિયલથી સજાવી શકાય છે.

જે તમારી મનપસંદ જગ્યાને વધારે મનમોહક બનાવવામાં ઉપયોગી નીવડશે. આ તો વાત થઇ ઇનડોર ડેકોરેશનની, આ ઉપરાંત, ઘર કે ઓફિસના આઉટડોર એરિયામાં પણ કોર્કનો ઉપયોગ કરી શકાય છે. જો તમારા ઘરનો આઉટડોર એરિયા નાનો હોય તો ત્યાં નાની એવી બેન્ચ મૂકીને મહેમાનોને બેસવાની સુવિધા કરી શકાય છે. આ બેન્ચની સીટના ભાગમાં કોર્ક મટીરિયલનો ઉપયોગ થઈ શકે છે. જો આઉટડોર એરિયામાં ગાર્ડન બનાવ્યો હોય તો ઘરના ગાર્ડનમાં આરામથી બેસવા માટેના ટેબલ ખુરશીમાં કોર્ક મટીરિયલનો ઉપયોગ થઈ શકે છે.  એનાથી તમારા ગાર્ડનનો લુક પણ એકદમ યુનિક લાગશે. આમ, ઘરના દરેક ખૂણાને સજાવવા કોર્કનો ઉપયોગ કરી શકાય છે.
 
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો