મેગ્નેશિયમ શા માટે જરૂરી છે?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેગ્નેશિયમ શા માટે જરૂરી છે?
આપણે જેટલા પણ રોગો વિશે જાણીએ છીએ તે બધાનો સંબંધ શરીરમાં મેગ્નેશિયમની ઊણપ સાથે છે. આ મિનરલ શરીરમાં હાજર પ્રત્યેક કોષની સ્ટેબિલિટી માટે જરૂરી છે. શરીરની મોટાભાગની બીમારીઓમાં અન્ય કોઈ પણ પોષકતત્ત્વોની સરખામણીએ મેગ્નેશિયમ વધુ જવાબદાર છે. હવા, પાણી અને આહાર બાદ મેગ્નેશિયમ જ સૌથી જરૂરી તત્ત્વો જેવાં કે કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમથી વધુ અગત્યનું છે. વળી, આ ત્રણેય તત્ત્વોનું મોનિટરિંગ પણ મેગ્નેશિયમ જ કરે છે. તેનું મહત્ત્વ ન જાણતાં લાખો લોકો દૈનિક ધોરણે તેની ઊણપ સામે ઝઝૂમી રહ્યા છે.

મેગ્નેશિયમની ઊણપ
જર્નલ ઓફ અમેરિકન કોલેજ ઓફ ન્યૂટ્રિશનના જણાવ્યા પ્રમાણે દર ત્રણમાંથી બે વ્યક્તિઓમાં મેગ્નેશિયમની ઊણપ હોય છે. તેને કારણે કેટલીયે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મેગ્નેશિયમની ઊણપ શરીરનાં બધાં અંગોને અસર કરે છે. તેનાં પ્રારંભિક લક્ષણ ખાસ્સાં સામાન્ય હોય છે. સૌથી વધુ મેગ્નેશિયમ ટિશ્યૂમાં હોય છે જેને કારણે પગ જકડાઈ જવા, પીડા, માંસપેશીઓની સમસ્યા જેવાં લક્ષણો હોઈ શકે છે.

અન્ય પ્રારંભિક લક્ષણોમાં એપેટાઇટ, ઊબકા આવવા, ઊલટી, થાક અને નબળાઈ છે. મેગ્નેશિયમની ઊણપને કારણે આંચકી આવવી, છાતીમાં બળતરા, હૃદયના અનિયમિત ધબકારા, વ્યક્તિત્વમાં પરિવર્તન, ઝણઝણાટી આવવી જેવી તકલીફો થઈ શકે છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સંબંધી સમસ્યા એંગ્ઝાઇટી, હાઇપર એક્ટિવિટી, પેનિક એટેક, પિરિયડ્સ દરમિયાન સમસ્યા, આંખોમાં તકલીફ, તીવ્ર અવાજ સાંભળવામાં તકલીફ, માઇગ્રેનની સમસ્યા થઈ શકે છે. ઝડપથી વાળ ખરવા, બ્લડ શુગરના લેવલમાં અસંતુલન, ઘામાં રૂઝ આવવામાં વધુ સમય લાગે જેવા તેના સંકેતો છે.

બચાવ માટે આટલી બાબતોનું ધ્યાન રાખવું
આહાર અને દિનચર્યામાં મેગ્નેશિયમની ઊણપને દૂર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આ બાબતો મેગ્નેશિયમની ઊણપને દૂર કરે છે. {ડૉ.રિચી શેઠ, ન્યુટ્રીશિયનિસ્ટ, ગુડગાંવ

હાડકાંના નિર્માણ અને વિકાસમાં મેગ્નેશિયમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. સાથે હાડકાંમાં કેલ્શિયમની ઊણપ અને જો આર્થરાઇટિસ હોય તો મેગ્નેશિયમ શરીરને પૂરતા પ્રમાણમાં નથી મળી શકતું. તેવા સંજોગોમાં ડોક્ટર મેગ્નેશિયમનો વધારાનો જથ્થો લેવાની સલાહ આપે છે.

ક્લોરોફિલમાંથી મેગ્નેશિયમ મળે છે
લીલાં પાંદડાંવાળાં શાકભાજીમાં ક્લોરોફિલ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે મેગ્નેશિયમનું જ મૉલીક્યૂલ છે.

રિફાઇન્ડ અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો
તેમાં વાઇટ શુગર અને મેંદાનો ભરપૂર ઉપયોગ થાય છે. પ્રોસેસિંગ દરમિયાન મેંદાને કારણે મેગ્નેશિયમ નષ્ટ થઈ જાય છે.

પ્રોબાયોટિક ફૂડ પણ મેગ્નેશિયમમાં વધારો કરે છે  
પ્રોબાયોટિક ફૂડ જેવાં કે દહીં, અથાણું વગેરેનું સેવન કરવાથી શરીરને મેગ્નેશિયમથી સમૃદ્ધ થવામાં મદદ મળે છે.

ખાસ સલાહ પ્રમાણે સપ્લિમેન્ટ
મેગ્નેશિયમની વધુ ઊણપને કારણે ડાયટ સપ્લિમેન્ટ લેવા માગતા હોય તો તેના માટે ન્યુટ્રિશિયનિસ્ટ સાથે ચર્ચા કરીને જ લેવું.

આહારમાં પ્રમાણ : કાજુ, બદામ, અેવોકાડો, ડાર્ક ચોકલેટ, માછલી, સોયાબીન, અંજીર, લીલાં પાંદડાંવાળાં શાકભાજી, કોળું અને સૂર્યમુખીનાં બીજ અને સ્ટ્રોબેરી આ બધાંમાંથી બે કે ત્રણ ચીજો નિયમિત આહારમાં લેવી.

હાર્ટ એટેકના 24 કલાકમાં મેગ્નેશિયમનો ખોરાક
હૃદયની માંસપેશીઓ માટે યોગ્ય પ્રમાણમાં મેગ્નેશિયમ હોવું જરૂરી છે. તેની ઊણપને કારણે હૃદયની માંસપેશીઓમાં પોટેશિયમની અછત થાય છે. જેને લીધે હૃદયની માંસપેશીઓ વધુ તીવ્ર અને અનિયમિત થઈ જાય છે. તેને કારણે પાૅલિમોરફિક વેન્ટરીકૂલર ટેકીકાર્ડિયા થઈ જાય છે. જેનો ઉપચાર મેગ્નેશિયમનો આહાર છે. હાર્ટઅેટેક આવવાના 24 કલાકમાં મેગ્નેશિયમનો ખોરાક આપવાથી હૃદયના ધબકારા અનિયમિત થવાનું જોખમ ઓછું થઈ જાય છે.  }ડૉ. હેમંત ચતુર્વેદી, કાર્ડિયોલોજિસ્ટ, જયપુર

મહિલાઓની સરખામણીમાં પુરુષોને 100 એમજી વધુ મેગ્નેશિયમની જરૂરિયાત હોય છે-
એક દિવસમાં વય મુજબ આટલું મેગ્નેશિયમ લેવું જોઈએ
 
 
 
અન્ય સમાચારો પણ છે...