કાનમાં થનારા ઇન્ફેક્શનને દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાનમાં થનારા ઇન્ફેક્શનનું કારણ અને તેનાથી બચવાની રીત
વયસ્કોમાં ઓટિટિસ મીડિયા ઇન્ફેક્શનની સમસ્યા સાઇનસાઇટિસ, એલર્જી, વાઇરલ ઇન્ફેક્શન, સ્મોકિંગ પોતાના દ્વારા અથવા અન્ય (સેકન્ડ હેન્ડ) દ્વારા, હવાઈ મુસાફરીને કારણે થઈ શકે છે.…

કાનમાં થનારા ઇન્ફેક્શનના બે પ્રકાર હોય છે. પહેલું આઉટર ઈયર ઇન્ફેક્શન. આ ઇન્ફેક્શન સ્વિમિંગ કરનારા લોકોમાં વધારે થાય છે. આ દર્દભર્યું ઇન્ફેક્શન કાનના બહારના ભાગમાં થાય છે. પ્રદૂષિત પાણીમાં સ્વિમિંગ કરવાથી બેક્ટેરિયા અને અન્ય માઇક્રો ઓર્ગેનિઝમને કારણે આ ઇન્ફેક્શન થતું હોય છે. વયસ્કોમાં આ ઇન્ફેક્શન થવું સામાન્ય છે. ઇન્ફેક્શનનો બીજો પ્રકાર એક્યૂટ મિડલ ઈયર ઇન્ફેક્શન છે, જે બાળકોમાં વધારે જોવા મળે છે. આ યુસ્ટેચિયન ટ્યૂબના નાના આકારને કારણે પસ બનવાથી થાય છે. તેને ઓટિટિસ મીડિયા પણ કહે છે.

કાનમાં સીટી વાગવી
કાનમાં સીટી વાગવી એટલે કે ટિનિટસનો તીવ્ર અવાજ એ કોઈ દવાની અસર હોઈ શકે છે. જ્યારે કાનના અંદરના ભાગોમાં થનારો મેનિયાર રોગ કાનમાં તરલ પદાર્થ પસ વહેવાને કારણે થઈ શકે છે. તેનાં લક્ષણ ટિનિટસ, ચક્કર આવવાં, માથાનો દુખાવો વગેરે હોય છે. કાનમાં થનારા બેરોટ્રામા ઓટિટિસ મીડિયા કાનના મધ્ય ભાગમાં થનારું ઇન્ફેક્શન છે. આ હવામાં પરિવર્તન અથવા પાણીના દબાણને કારણે પણ થઈ શકે છે. ગળામાં સોજો, શ્વાસ સંબંધી ઇન્ફેક્શનને કારણે પણ આ સમસ્યા થઈ શકે છે.

કેવી રીતે ઓળખશો?
ઇન્ફેક્શનમાં કાનમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. કાનમાં હળવું દર્દ અનુભવાય. કાનમાં દબાણ અનુભવાય. કાનમાંથી મેલ નીકળવો. સાંભળવામાં તકલીફ થવી અથવા તાવ આવવો વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ લક્ષણ સતત અથવા ક્યારેક ક્યારેક જ અનુભવાય છે. કાનમાં થનારી આ સામાન્ય સમસ્યાઓ ડોક્ટર દ્વારા જણાવાયેલા ડ્રોપ્સ અથવા ટેબ્લેટ્સ લેવાથી, શરદી-ખાંસીની દવા લેવાથી પણ ઠીક થઈ શકે છે.

કાનમાં થનારા ઇન્ફેક્શનને દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય

સોજો થશે ઓછો
એક કપ મીઠાને તવા પર ગરમ કરીને કપડામાં બાંધી લો. જ્યારે તે પૂરતું ગરમ હોય ત્યારે સૂઈ જાઓ અને 5થી 10 મિનિટ કાનના પ્રભાવિત ભાગ પર આ કપડાને મૂકી દો. તેનાથી કાનમાંથી પસ બહાર નીકળવાનું બંધ થાય છે. દુખાવો તથા સોજો પણ ઓછો થાય છે.

ઇન્ફેક્શનમાં રાહત
લસણમાં એન્ટિ બેક્ટેરિયલ અને દર્દ નિવારક તત્ત્વ પ્રાકૃતિક રીતે રહેલાં છે. તલ અથવા સરસવના તેલમાં લસણની બે-ચાર કળી કાળી ન થઈ જાય ત્યાં સુધી ગરમ કરો. હવે સંક્રમિત કાનમાં 2થી 4 ટપકાં આ તેલ નાખવાથી જરૂર રાહત મળશે.

દુખાવામાં મળશે આરામ
બોટલમાં ગરમ પાણી અથવા હીટિંગ પેડને ઇન્ફેક્ટેડ કાનની પાસે રાખો. તેનાથી કાનના દુખાવા અને ઇન્ફેક્શનમાં ઘણી રાહત મળે છે. ગરમ પાણીમાં સ્વચ્છ કપડું બો‌ળી નીચોવીને સંક્રમિત કાનની પાસે રાખવું. આ પ્રમાણે પાંચ મિનિટથી વધારે કરવું નહીં.

કાનને ઇન્ફેક્શનથી બચાવવા માટે  આ 4 ઉપાય અજમાવો
1 હાથને નિયમિત રીતે ધોવાથી કાનના ઇન્ફેક્શનના જોખમને ઓછું કરી શકાય છે.
2 નાનાં બાળકોમાં પેસિફાયર (નાનાં બાળકો દ્વારા ચૂસવામાં આવતી ચૂસણી)ને મોંમાં રાખીને ચૂસવાની ટેવ દૂર કરવી જોઈએ.
3 બ્રેસ્ટ ફીડિંગ પૂરતું હોય તો કાનના ઇન્ફેક્શનનું જોખમ ઓછું થાય છે.
4 સેકન્ડ હેન્ડ સ્મોકિંગ એટલે કે કોઈ બીજા દ્વારા જ્યારે સ્મોકિંગ કરવામાં આવી રહ્યું હોય ત્યારે તે જગ્યાએથી દૂર રહેવું અને વેક્સિનેશન કરાવવું જોઈએ.

તપાસ: કાનના બહારના ભાગ, નળી કે કાનના પડદાની તપાસ ઓટોસ્કોપથી કરવામાં આવે છે. જેમાં મેગ્નિફાઇંગ ગ્લાસ અને લાઇટ લાગેલી હોય છે.
 
દિનચર્યામાં આ ભૂલો કાનની  સમસ્યાઓ માટે જવાબદાર હોય છે
-ઈયર બડથી કાન સાફ કરવો : કોટન સ્વાબ અથવા ઈયર બડનો પ્રયોગ લોકો હંમેશાં કાન સાફ કરવા માટે કરે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. તેનાથી કાનના પડદાને નુકસાન થઈ શકે છે.
-ઈયરફોન શેર કરવાથી બચો : કોઈ બીજાના ઈયરફોન યૂઝ કરવા એ ઇન્ફેક્શનનું કારણ બની શકે છે.
-કાનમાં આંગળી નાખવી : કાનમાં રહેલા વેક્સને કાઢવા માટે ઘણી વાર લોકો કાનમાં આંગળી નાખે છે, તેનાથી કાનની નળીના કપાવા અથવા મેલનું કાનની અંદર જવાનું જોખમ વધી જાય છે. હાથની આંગળીઓમાં બહુ બધા સૂક્ષ્મ બેક્ટેરિયા હોય છે, જે કાનના ઇન્ફેક્શનને વધારી શકે છે.
 
અન્ય સમાચારો પણ છે...