તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મવિશ્વાસની આવશ્યકતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આત્મવિશ્વાસની આવશ્યકતા
શ્રુતિ બારમા ઘરમાં રહી બારમા ધોરણની તૈયારી કરતી રહી હતી. મનમાં ઉત્સાહ કાયમ હતો ને સખત મહેનત પણ કરતી હતી એટલે સારા પરિણામની અપેક્ષા હોય તે સ્વાભાવિક હતું. માતા-પિતા શિક્ષક હતાં. એ બંને અને મોટો ભાઈ હાર્દિક જ્યાં મુશ્કેલી જણાય ત્યાં મદદ કરવા તૈયાર રહેતાં હતાં. પરીક્ષાના દિવસો નજીક આવતા ગયા ત્યારે શ્રુતિએ અગાઉ લેવાયેલી પરીક્ષાનાં પ્રશ્નપત્રો ઘડિયાળ સામે રાખી જાણે પરીક્ષા આપતી હોય એ રીતે એક ઓરડામાં બેસી લખવાનું શરૂ કર્યું હતું. એને કશી ખલેલ ન પડે એનું સૌએ ધ્યાન રાખ્યું હતું.  

પરીક્ષાઓ શરૂ થઈ. શ્રુતિ પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષાખંડમાં પોતાની બેઠક પર જઈ બેસી ગઈ. પ્રશ્નપત્ર હાથમાં આવે તે પહેલાંની થોડી ક્ષણો તીવ્ર પ્રતીક્ષાભરી અને કદાચ બેચેન કરે તેવી પણ હોય છે. ત્યારે એ આંખો બંધ કરી ચૂપચાપ-કશો જ વિચાર કર્યા વગર બેસી રહી. પરીક્ષાખંડમાં ટાંકણી પડે તો પણ સંભળાય એવી શાંતિ હતી. પ્રશ્નપત્ર હાથમાં આવ્યું. પહેલો જ પ્રશ્ન વાંચતાં એ ગભરાઈ ગઈ. આ પ્રશ્ન કદાચ કોર્સ બહારનો હતો કે શું? પ્રશ્ન લખવાનું ફરજિયાત છે એવી સૂચના હતી એટલે એ આ પ્રશ્ન છોડી દઈ શકે તેમ પણ ન હતું. એને એના પપ્પા યાદ આવ્યા. એમણે કહ્યું હતું, ‘જો કોઈ પ્રશ્ન મુશ્કેલ જણાય તો થોડી વાર પૂરતું એનો જવાબ આપવાનું ટાળી અન્ય એવા પ્રશ્નોના ઉત્તર લખવા કે જેનો ઉત્તર આપણે સારી રીતે લખી શકીએ.’

‘એમ કરવાથી શું ફાયદો થાય, પપ્પા?’
‘એના બે ફાયદા છે.’ શ્રુતિના પપ્પાએ કહ્યું હતું, ‘એક તો એ કે આવડતા પ્રશ્નો પહેલાં લખવાથી સમય બચે છે ને આત્મવિશ્વાસ વધે છે કે આટલું સારી રીતે લખી શકાયું.’
‘ને બીજો ફાયદો?’ ‘બીજો ફાયદો એ કે ઉત્તરપત્રની શરૂઆતમાં જ સચોટ અને મુદ્દાસર આપ્યા હોય તો એની  ઉત્તરપોથી તપાસનાર પર પ્રારંભે એક છાપ પડે છે. સારી અસર પડે છે.’ શ્રુતિને એના પપ્પા સાથે થયેલો સંવાદ યાદ આવી ગયો ને એણે શરૂઆતના ફરજિયાત પ્રશ્નને થોડી વાર માટે એક તરફ રાખી બીજા સરળ પ્રશ્નોના ઉત્તર લખ્યા.

એ લખાઈ ગયા પછી એણે જોયું કે હજી એની પાસે ખાસ્સો સમય છે. એણે અઘરો જણાતો પહેલો પ્રશ્ન લખવાનું શરૂ કર્યું ત્યારે એને સહેજ પણ ગભરાટ ન હતો. પ્રશ્ન પણ શરૂઆતમાં લાગ્યો હતો એવો મુશ્કેલ ન જણાયો. એ પ્રશ્નનો ઉત્તર પણ એણે સંતોષકારક લખ્યો. પેપર સારું લખાયું છે એવી પ્રતીતિ સાથે ઘેર જઈ એ બીજા દિવસના પેપરની તૈયારીમાં
લાગી ગઈ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો