તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભ્યાસના વિષયને આત્મસાત કરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યાત્રિક અને રૂપેશ એજ્યુકેશનની કોલેજમાં ભણતા હતા. બંને બી.એડ. કરી શિક્ષક બનવા ઇચ્છતા હતા. બંને અંગ્રેજી લઈને સ્નાતક થયા હતા. એમની વચ્ચે સારી મિત્રતા પણ હતી. યાત્રિકને અંગ્રેજી ભાષામાં અને સાહિત્યમાં ઊંડો રસ હતો. એ એવું માનતો હતો કે એ અંગ્રેજીનો શિક્ષક થવા જઈ રહ્યો છે અંગ્રેજીનું એની પાસે પૂરું જ્ઞાન હોય તે જરૂરી છે. અંગ્રેજી ભાષાને આત્મસાત્ કરવા માટે એના એવા પ્રયાસ પણ રહેતા.
એનાથી ઊલટું, રૂપેશ પૂરો અભ્યાસક્રમ વાંચી જવામાં માનતો ન હતો. બીજા કેટલાયે વિદ્યાર્થીઓની જેમ એ માનતો હતો કે ભણવાનો ઉદ્દેશ પરીક્ષા સારા માર્ક્સથી પસાર કરી મનગમતી નોકરી મેળવવા માટે હોય છે. રૂપેશ યાત્રિકને હસીને કહેતો, તું અભ્યાસક્રમ સિવાય વિષયને પૂરક એવી બીજી કોઈ વાત કરીશ તો વિદ્યાર્થીઓ સ્વીકારશે જ નહીં. એમને તો બસ પરીક્ષાલક્ષી માહિતી જોઈએ.
યોગાનુયોગ એવો સર્જાયો કે બંનેને એક જ શહેરમાં અલગ અલગ શાળામાં શિક્ષક તરીકે નોકરી મળી. યાત્રિક વિદ્યાર્થીઓને જે લેસન શીખવવાનું હોય એની પૂર્વ તૈયારી કરતો એની સાથે એવી પૂરક માહિતી લાવતો કે સૌને એમાં રસ પડે. રૂપેશ પાઠ વાંચી જતો એમાં પ્રશ્ન તારવતો અને કહેતો કે અમુક પ્રશ્નો પરીક્ષામાં પુછાય તેમ છે એટલે એ યાદ કરી જવા. એવું બનતું કે વિદ્યાર્થીઓ રૂપેશે આપેલા પ્રશ્નો તૈયાર કરી-સમજ્યા વગર યાદ કરી પાસ થઈ જતા પણ એમને વધુ માર્ક્સ આવતા નહીં.
યાત્રિક પોતાની પાસે ભણતા વિદ્યાર્થીઓને સખત કામ કરવું પડે એવી પરિસ્થિતિમાં એમને મૂકી અંગ્રેજી ભાષાની ખૂબીઓ શીખવતો અને તે વિષયમાં વિદ્યાર્થી ભવિષ્યમાં ક્યારેય પાછળ ન પડે તેમ કરવા હંમેશાં પ્રયત્નશીલ રહેતો. વર્ષો વીતવા લાગ્યાં. આજે શહેરમાં બેય મિત્રો શિક્ષક તરીકે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જુદી જુદી રીતે ઓળખાય છે. બધા કહે છે કે જો અંગ્રેજી ભાષા જીવનભર સાથે રહે એમ એને નખશિખ શીખવી હોય તો યાત્રિક સર પાસે જવું જોઈએ. યાત્રિકના કેટલાયે વિદ્યાર્થીઓ એવા છે જે આજે પણ એને આદરથી યાદ કરે છે. રૂપેશ પાસે ભણેલા વિદ્યાર્થીઓ આજે જ્યાં છે ત્યાં એમને અંગ્રેજીમાં પત્ર લખવામાં કે બોલવામાં તકલીફ પડે છે ત્યારે એ પણ રૂપેશ સરને યાદ કરે છે, પણ જરા જુદી રીતે.
bakuldave2211@gmail.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો