તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળક માતા-પિતાને બધું કહે તે માટે શું કરવું?

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાર વર્ષના પર્વનાં મમ્મી કહેતાં હતાં કે મને તે સ્કૂલમાં શું થયું કે શું ભણાવ્યું તે કહેતો નથી. તે ઘરે આવે પછી કેટલા પ્રેમથી હું તેની સાથે બેસું, નાસ્તો કરાવું અને પૂછું કે આજે સ્કૂલમાં શું નાસ્તો આપ્યો હતો કે ટીચરે કઈ વાર્તા કહી તો કશું બોલે નહીં. દરેક માતાને થાય જ કે પોતાનું બાળક તેની બધી વાતો પોતાની સાથે કરે, પણ બાળક નથી કહેતું. જ્યારે બાળકને બહુ પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે તે બોલતું બંધ જ થઈ જશે.

પર્વનાં મમ્મીને સલાહ આપવામાં આવી કે તે સ્કૂલેથી આવે એટલે તમે પ્રશ્નો પૂછવાનું બંધ કરો. તેની ગેરહાજરીમાં તમારી સાથે ઘરમાં શું બન્યું તે તેને કહો. હું શાક લેવા ગઈ, ઘરે મહેમાન આવ્યા હતા કે મેં આવી રસોઈ બનાવી વગેરે વાતો તેને કહેવાની શરૂ કરી. પોતાની વાત કહે પછી એને એવું નહીં કહેવાનું કે મેં મારી વાત કરી, ચાલ હવે તું કહે.  માત્ર તમારી વાત કહી અટકી જાવ. અઠવાડિયામાં જ પર્વ સ્કૂલમાં શું થતું હતું તે કહેવા લાગ્યો.

17 વર્ષની પૂર્વી પણ કોલેજના પ્રથમ વર્ષમાં ભણે છે. તેના પપ્પાને થતું કે પૂર્વી કોલેજમાં ગયા પછી જાણે બોલતી બંધ થઈ ગઈ. પૂર્વીનાં મમ્મી-પપ્પા પણ પર્વનાં મમ્મી જેવું જ કરતાં. દીકરી ઘરે આવે એટલે તારી ફ્રેન્ડ્સનાં નામ કહે. તમારી સાથે શું વાતો થાય કે કોલેજમાંથી તમે ક્યાંય નાસ્તો કરવા ગયાં હતાં જેવા પ્રશ્નો ચાલુ થઈ જાય. ટીનએજ બાળકોને પોતાની ઊલટતપાસ થાય તે જરાય ગમતું નથી. તે પ્રશ્નો કરનાર વ્યક્તિ સાથે પણ સંબંધો ઓછા કરી નાખશે.

પૂર્વીના પિતાએ તેની સાથે વધુ સમય ફાળવવાનું ચાલુ કર્યું. પૂર્વીના પપ્પા માત્ર તેમની સાથે ઓફિસમાં શું બન્યું તે વાતો કહેતા. પૂર્વીને પપ્પાની કંપની ગમવા લાગી. ધીરે ધીરે તે પણ તેના કોલેજની વાત પપ્પાને કહેવા લાગી. દરેક બાળકનાં માતા-પિતાને એમ હોય કે બાળકો પોતાને બધી વાત કરે અને પોતાની સલાહ લે, પણ એવું કહેવાથી તે નહીં બને. બાળકને પ્રતીતિ કરાવવી પડે કે તેઓ તેના શ્રેષ્ઠ મિત્ર છે અને માત્ર પૂછપરછ જ નથી કરતાં, તેમની સાથે હસી મજાક કરે છે અને સલાહ પણ લે છે. બાળકોને માત્ર સમય આપવાથી જ તે નજીક નથી આવતાં. તેમને બિનશરતી પ્રેમ અને સાંનિધ્ય આપવું પડે છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો