તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકનું શરીર સારું થતું નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અત્યારે બધાં માતા-પિતા બાળકની તંદુરસ્તી એવી રીતે જોતાં હોય છે કે તેમનું બાળક ઓવર વેઇટ હોય તો તંદુરસ્ત ગણાય. સામાજિક રીતે પણ લોકો માતા-પિતા પર દબાણ વધારતા હોય છે. બાજુવાળાનો છોકરો 12 વર્ષનો છે, પણ તેનું વજન 45 કિગ્રા છે અને તમારો યશ પણ 12 વર્ષનો છે, તો તેનું વજન કેમ 34 કિગ્રા છે? તમે બરાબર જમાડતા નથી લાગતા અથવા કોઈ સારા ડોક્ટરને મળી કોઈ શક્તિની અને વજન વધવાની સારી દવા લખાવો.
ખરેખર તો યશનું વજન જે 12 વર્ષે 34 કિગ્રા છે તે ઉંમર પ્રમાણે હોવું જોઈએ તે એકદમ બરાબર છે, માત્ર તે ઓવર વેઇટ નથી. 45 કિગ્રા વજન ધરાવતા બાળકનાં માતા-પિતાએ ખુશ નથી થવાનું કે તેમનું બાળક તંદુરસ્ત છે. તેમનું બાળક ‘ચાઇલ્ડહૂડ ઓબેસિટી’ અર્થાત્ જાડા બાળકમાં આવે છે, જેને આગળ જતાં સ્થૂળતાને લીધે થતી સંભવિત તકલીફો જેમ કે ડાયાબિટીસ, લોહીનું ઊંચું દબાણ કે સાંધાની તકલીફો થઈ શકે છે.

બાળ ઉછેરમાં બાળકના વજનને લોકો જરૂર કરતાં વધુ મહત્ત્વ આપે છે. વજન વધારવા માટે તેના પર ખવડાવવામાં પણ દબાણ થતું હોય છે અને ડોક્ટર પાસે પણ સગા કોઈ પ્રોટીન પાઉડરના કે વિટામિન સિરપ લખાવવાનો આગ્રહ રાખતા હોય છે. બે વર્ષ બાદ અને બાર વર્ષ સુધી બાળકનું વજન દર વર્ષે બે કિગ્રા વધવું જોઈએ. સાથે બાળકની લંબાઈ પણ આ ગાળામાં પ્રતિ વર્ષ છ સેમી વધતી હોય છે. આથી ઘણાં માતા-પિતાને એમ જ લાગે કે ગયા વર્ષે હતું એટલું જ વજન છે અને શરીર થતું નથી, પણ લંબાઈ પણ વધી હોય આથી બે કિગ્રા વધેલું વજન દેખાતું નથી.

બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી શારીરિક વિકાસ અને ભણતર એમ બાળકનાં બંને કામો દબાણરહિત થવાં જોઈએ. વજનમાં બાળકની તંદુરસ્તી કરતાં તેના માઇલસ્ટોન(માનસિક વિકાસ) પર માતા-પિતાએ વધુ ધ્યાન આપવું જોઈએ. તેના શ્રેષ્ઠ માનસિક વિકાસ માટે તેને ખુલ્લામાં રમતગમત, સંગીત, સાઇકલ ચલાવવી, ટ્રેકિંગ વગેરેમાં તે રસ લેતો થાય અને તેમાં આગળ વધે તેમાં ધ્યાન આપવું જોઈએ. વધુ વજનવાળાં બાળકો થોડાં આળસુ અને ધીમાં હોય છે. બે વર્ષથી મોટા જે બાળકની એક વર્ષમાં લંબાઈ છ સેન્ટિમીટર અને વજન બે કિગ્રા વધતું હોય પછી ભલે તે અન્યની સરખામણીમાં પાતળું દેખાતું હોય છતાં તેમનાં માતા-પિતાએ ગભરાવાની જરૂર નથી.
અન્ય સમાચારો પણ છે...