તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફળતા આકસ્મિક નથી હોતી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સફળતા આકસ્મિક નથી હોતી
‘Success is never accidental’ - Jack Dorsey
(સફળતા ક્યારેય આકસ્મિક નથી હોતી, જેક ડોરસી).
 
આજે ટેક્નોલોજીના યુગમાં સોશિયલ મીડિયાનું મહત્ત્વ વધી ગયું છે અને ટ્વિટર દ્વારા દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય આપી શકે છે. ટ્વિટરના પ્રણેતા જેક ડોરસીનું આ અવતરણ એક એવી હકીકત દર્શાવે છે જેનો અનુભવ દરેક સફળ વ્યક્તિને થયો હોય છે. ઘણી વાર લોકોને એવું લાગે કે અમુક વ્યક્તિને અચાનક સફળતા મળી ગઈ છે. આવી વ્યક્તિની પ્રસિદ્ધિ નજર આવતી હોય છે, પણ એની પાછળ રહેલી મહેનત કે પહેલાં મળેલી નિષ્ફળતા દેખાતી નથી.

કોઈ પણ લક્ષ્યને પામવા માટે કરાતી પૂર્વ તૈયારી અને પ્રયાસ મહત્ત્વનાં છે. તેની સાથે મળેલી તકનો લાભ લેવાની આવડત પણ જરૂરી છે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે તક મળે ત્યારે એને સ્વીકારવાની આપણી તૈયારી ન હોય. અબ્રાહમ લિંકને કહ્યું હતું, હું હંમેશાં તૈયાર રહું છું, જેથી તક મળતાં જ એને ઝડપી શકાય. તકનો લાભ લેવા માટે જોખમ પણ લેવું પડતું હોય છે. ક્યારેક એ નિષ્ફળતાના રૂપમાં પણ આપણી સામે આવતી હોય છે.

દરેક નિષ્ફળતામાંથી કંઈક નવું શીખીને આગળ ન વધી શકાય તો એક સ્તર પર અટકી જવાય છે. સફળતાના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે પ્રયાસ છોડી દેવો. ઘણી વાર આપણે પોતે હાર માની લેતા હોઈએ છીએ. ક્યારેક તો લક્ષ્ય સુધી પહોંચ્યા બાદ પ્રયાસ છોડી દેવાતો હોય છે. ભલે વિલંબ થાય, પણ પોતાના ધ્યેય પર સફળ થનાર દરેક વ્યક્તિ એ જાણે છે કે પ્રતિભા કરતાં પણ પ્રયત્નનું યોગદાન વધારે હોય છે.
રમતના ક્ષેત્રમાં પણ એક નિયમ સ્વીકારાયો છે કે જે ખેલાડી વધારે પ્રેક્ટિસ કરે છે તેને વધારે સફળતા મળે છે. નાની ઉંમરે પ્રસિદ્ધિ મેળવતા મહત્તમ ખેલાડીઓએ રમવાનો આરંભ પણ નાની ઉંમરે જ કર્યો હોય છે.

વહેલા આરંભ કરનાર અન્યની સરખામણીમાં પોતાના ધ્યેયને પામવા માટે વધારે સમય ફાળવી શકે છે. ટોચના ખેલાડીઓને પણ નિયમિત પ્રેક્ટિસ કરતા રહેવું પડે છે. એક વાર સફળ થયા પછી જે ખેલાડી રમત પર ઓછું ધ્યાન આપે છે તે પોતાની સફળતાને ટકાવી નથી શકતા. ઘણા એવા હોય છે જે થોડા દિવસોની પ્રસિદ્ધિ પછી ખોવાઈ જતા હોય છે. સફળ થવા માટે અને એને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતા રહેવું પડે છે.

સફળતા કોઈ લોટરી નથી કે અચાનક લાગી જાય. એની પાછળ વર્ષોની મહેનત હોય છે. તેમ છતાં અન્યની સફળતા જોઈને ઘણાને એવો ભ્રમ થતો હોય છે કે આવી સિદ્ધિ માત્ર સારા નસીબના લીધે મળતી હોય છે. નસીબ એના સ્થાને છે, પણ પુરુષાર્થ વિના કંઈ જ પામી નથી શકાતું. આ પુરુષાર્થ કે મહેનત હંમેશાં પાર્શ્વભૂમિમાં રહેતી હોય છે જે દેખાતી નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો