તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરેક દિવસનું મહત્ત્વ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નાનાં નાનાં પગલાંઓથી જ મોટી સફળતા મળતી હોય છે. નિષ્ફળ જનારા મહત્તમ લોકો પ્રયાસ છોડી દેવાના કારણે નિષ્ફળ જતા હોય છે
‘M ay you live all the days of your life’ -Jonathan swift.
(જીવનના દરેક દિવસે તમે જીવો એ જ શુભકામના) - જોનાથન સ્વિફટ.
જાણીતા વ્યંગ લેખક સ્વિફ્ટનું આ કથન પ્રથમ દૃષ્ટિએ જરા વિચિત્ર જરૂર લાગે, પણ એમની સલાહમાં સત્ય છુપાયેલું છે. જીવનને પોતાની રીતે જીવવાનો નિર્ણય ઘણા કરતા હોય છે, પણ એનો અમલ બધા નથી કરી શકતા.
સમય કોઈના માટે રોકાતો નથી અને એક દિવસ અચાનક જ અહેસાસ થાય છે કે વર્ષો વીતી ગયાં, જીવનમાં જે પણ મળ્યું હોય તેને માણવા કરતાં જે નથી મળી શક્યું તેને મેળવવાના પ્રયત્નોમાં જ સમય વેડફાઈ જતો હોય છે. આજે જે મળ્યું છે તેની પણ એક સમયે આપણે ઇચ્છા કરતા હતા તે ભુલાઈ જાય છે અને વધારે મેળવવાની ધગશમાં જે મળ્યું છે તેનું મહત્ત્વ સમજાતું નથી.
આપણે ભૂતકાળના સારા દિવસોને યાદ કરીએ છીએ, પણ આજનો વર્તમાન જેવો પણ છે તે વર્ષો પછી ‘ગુડ ઓલ્ડ ડેઝ’ બની જશે તેવી સભાનતા કેળવી નથી શકતા. ભૂત અને ભવિષ્યના ચક્કરમાં વર્તમાન ઉપર ધ્યાન નથી આપી શકાતું. સારા વિચારો દરેકને આવતા હોય છે, પણ એમનો અમલ બહુ ઓછા કરી શકતા હોય છે. અમલ ન થવાના લીધે એ માત્ર યોજનાઓ જ રહી જાય છે અને સમય જતાં ભુલાઈ પણ જતી હોય છે. જ્યારે વિતેલા સમયનું અવલોકન કરીએ ત્યારે શ્રેષ્ઠ સમય વેડફાઈ ગયાની ભાવના થયા કરે છે. વિતેલો સમય પાછો નથી આવતો અને એને ખોવાનો રંજ રહી જાય છે.

આપણે જેવી સ્થિતિમાં છીએ તેમાં આપણી શક્તિ પ્રમાણે વર્તન કરવું પડે છે. કેવળ ફરિયાદો કરતા રહેવાથી કોઈ સુધારો નથી થતો. આવા સ્વભાવના લીધે ઘણી વાર બીજાઓ આપણાથી દૂર ચાલ્યા જાય છે. અન્યના દોષ શોધવા સહેલા છે, પણ પોતે સારું કરી બતાવવું અઘરું છે. આપણી નિષ્ફળતા માટે અન્ય ઉપર સહેલાઈથી દોષ ઢોળી શકાય છે, પણ ક્યારેક આપણી સફળતા માટે કોઈને શ્રેય આપ્યું છે. નાનાં નાનાં પગલાંઓથી જ મોટી સફળતા મળતી હોય છે. નિષ્ફળ જનારા મહત્તમ લોકો પ્રયાસ છોડી દેવાના કારણે જ નિષ્ફળ જતા હોય છે. પ્રેરણાત્મક પુસ્તકોના જાણીતા લેખક રોબર્ટ કિયોસાકી માને છે કે દરેક પ્રયાસમાં તમે જીતો છો અથવા કંઈક શીખો છો. આ નવું શીખવાનો અનુભવ આપણી વૃત્તિ પર આધાર રાખે છે.

બીજાઓ તમારા વિશે શું વિચારે છે તેના કરતાં તમે પોતાના વિશે કેવો અભિપ્રાય ધરાવો છો તે વધારે મહત્ત્વનું છે. કોઈ પણ ઘટના કરતાં તેના પ્રત્યે આપણી પ્રતિક્રિયા કેવી છે તે અગત્યનું છે. પોતાનાં મૂલ્યો સ્પષ્ટ હોય તો કોઈ પણ નિર્ણય લેવામાં સરળતા રહે છે. ભૂતકાળ ગમે તેટલો ભવ્ય હોય, પણ ભવિષ્યનું ઘડતર વર્તમાન ઉપર જ નિર્ભર કરે છે. આ સંદર્ભમાં જોઈએ તો જોનાથન સ્વિફ્ટના આ કથનની સાર્થકતા સમજી શકાય છે.
bakulbakshi@hotmail.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો