તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવ હથેળીમાં લઈને જવું પડે તેવી જગ્યાઓ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જીવ હથેળીમાં લઈને જવું પડે તેવી જગ્યાઓ
ખતરનાક કે ડરામણી જગ્યાઓ ઘણા લોકોને ગમતી હોય છે, કારણ કે ત્યાં એક વિશેષ પ્રકારનો રોમાંચ તેમને અનુભવાતો હોય છે, પરંતુ રોમાંચની મજા ક્યારેક મોતની સજા પણ બની શકે છે. ક્યાંક ભૂત-પ્રેતના ડરે કે અન્ય કારણોસર જે-તે જગ્યા ખતરનાક બની છે. દુનિયાભરમાં એવી કેટલીયે જગ્યાઓ છે જ્યાં જવું હોય તો જીવ હથેળીમાં લઈને જવું પડે છે.

હેલ ટાઉન : ભૂતિયા શહેર
અમેરિકાના બોસ્ટનના ઓહાયા પાસે એક ગામ આવેલું છે જેને લોકો ‘હેલ ટાઉન’ એટલે કે નરકના શહેર તરીકે ઓળખે છે. એક સમયમાં ગામમાં જનજીવન ધબકતું હતું અને આજે આખુંય ગામ સ્મશાન જેવું સૂમસામ પડ્યું છે. બોસ્ટનની સ્થાપના ઈ.સ. 1806માં કરવામાં આવી હતી. ઈ.સ. 1947માં બિલ કાઉન્ટીમાં એક રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવા માટે ગામમાં સ્થિત કેટલાંક મકાનોને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યાં. આ દરમિયાન એવી અફવાએ પણ જોર પકડ્યું કે સરકાર અહીં રાસાયણિક પદાર્થો છુપાવી રહી છે. આ અફવાને પગલે લોકોએ શહેર છોડી દીધું અને ત્યારથી એ વેરાન પડ્યું છે.
જોકે, સ્થાનિક કિંવદંતીઓ અનુસાર આ શેતાનોનું ગામ છે.

શેતાનો અહીં કોઈને સુખેથી જીવવા નહીં દે, તેથી જ કદાચ આ જગ્યા ‘નરકનું શહેર’ તરીકે પ્રચલિત થઈ હશે. આજેય ગામમાં વસવા કોઈ તૈયાર નથી ને ગામ ખાલી થવાનું કારણ કોઈને ખબર નથી. ગામમાં માત્ર પ્રવાસીઓ જ આવે છે અને ગામમાં પ્રવેશતાં જ હેલ ટાઉન લખેલું કાળા રંગનું પાટિયું જોવા મળે છે.

ઓકિગહારા  :  લાશોનું જંગલ
જાપાનના માઉન્ટ ફુજીની તળેટીમાં ઓકિગહારા જંગલ આવેલું છે. આ જંગલ સામાન્ય જંગલ જેવું જ સુંદર છે. ત્યાં પણ વન્યજીવન ધબકે છે. પક્ષીઓ કલરવ કરે છે, પરંતુ ત્યાં 60 વર્ષોમાં હજારોની સંખ્યામાં થયેલી આત્મહત્યાઓએ તેને ડરામણું જંગલ બનાવી દીધું છે. આશરે 60 વર્ષ પહેલાં જ્યારે સીકો માત્સુમોતો નામના લેખકનું પુસ્તક ‘બ્લેક સી ઓફ ટ્રીઝ’ પ્રકાશિત થયું હતું. સ્ટોરી પ્રમાણે પુસ્તકનાં પાત્રો ઓકિગહારા જંગલમાં આવીને સામૂહિક રીતે આત્મહત્યા કરે છે. ત્યારબાદથી તો આ જંગલ આત્મહત્યા કરનારા લોકો માટે પસંદગીની જગ્યા બની ગઈ. દર વર્ષે ઓછામાં ઓછા 70થી 100 લોકો વૃક્ષની ડાળીઓ કે થડ પર લટકીને આત્મહત્યા કરવા લાગ્યા.

જંગલમાં જ્યાં જુઓ ત્યાં આમતેમ લટકતી, ખવાયેલી અને દુર્ગંધ મારતી લાશોનું ભયાનક દૃશ્ય જોવા મળે. લોકો આત્મહત્યા ન કરે તે માટે ત્યાં ઠેર ઠેર લાગણીસભર વાક્યો લખેલાં પાટિયાં પણ લગાવવામાં આવ્યાં અને ચોકીપહેરો પણ ભરવામાં આવ્યો, પરંતુ તેમ છતાંય ત્યાં આત્મહત્યાનું પ્રમાણ ઘટ્યું નથી. એવું કહેવાય છે કે ત્યાં કમોતે મરેલા લોકોના પ્રેત ભટકે છે અને જંગલમાં આવનારા લોકોને આત્મહત્યા કરવા માટે પ્રેરે છે. વળી, જંગલમાં એવા મર્ડરર અને લુટારુઓ પણ છે, જેઓ આત્મહત્યા કરનારા લોકોના કે ત્યાં આવનારના ખિસ્સા પર પોતાનો હાથ સાફ કરે છે. આત્મહત્યા કરાવનાર પ્રેતો કે લૂંટી લેતા લુટારુના કારણે ઓકિગહારાનું જંગલ વધારે ડરામણું બની ગયું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો