તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાયર થેરપી: આગનો ખેલ કે સારવાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘પહેલું સુખ તે જાતે નર્યા’ એટલે કે તંદુરસ્તી જ જીવનનું ખરું સુખ છે, જે વ્યક્તિ પોતે જ ભોગવી શકે છે. સ્વાસ્થ્ય સારું રહે તે માટે અને રોગ હોય તો તેને દૂર કરવા માટે લોકો જાતજાતની તરકીબો અજમાવે છે. એમાં યોગ-પ્રાણાયામ, કસરતો અને વિવિધ પ્રકારની થેરપીઓ પણ અજમાવવામાં આવે છે. જેમ કે, મસાજ થેરપી, સ્પીચ થેરપી, મેગ્નેટ થેરપી, એક્યુપ્રેશર, એક્યુપંક્ચર વગેરે ખૂબ જ જાણીતી છે. આવી તો અસંખ્ય થેરપીઓ દેશ-દુનિયામાં જોવા મળે છે. એક્યુપંક્ચરમાં શરીરમાં વિવિધ પોઇન્ટ્સ (જગ્યાઓ) પર પાતળી સોય ખોંપીને સારવાર કરવામાં આવે છે. આ થેરપી ચીનમાંથી આખી દુનિયામાં પ્રસરી છે, પરંતુ ત્યાં એક એવી પણ થેરપી છે જે ખરેખર જોખમી છે અને પ્રથમ દૃષ્ટિએ થેરપી જ ન લાગે. તેનું નામ છે ફાયર થેરપી.

ફાયર થેરપી વર્ષોથી ચીનમાં ઉપયોગમાં લેવાઈ રહી છે. જોકે, એ વાતનાં કોઈ નક્કર પ્રમાણ નથી મળ્યાં કે ફાયર થેરપી ખરેખર કારગર છે કે નહીં! છતાંય ચીનમાં તણાવ, અવસાદ, કબજિયાત, વાંઝિયાપણાથી લઈને કેન્સર સુધીની વિવિધ પ્રકારની બીમારીઓના ઇલાજ માટે ફાયર થેરપીને અકસીર માનવામાં આવે છે.

ઝાંગ ફેંગાઓ નામની વ્યક્તિ બેઇજિંગના એક નાનકડા એપાર્ટમેન્ટમાં રહે છે અને ફાયર થેરપી દ્વારા લોકોનો ઇલાજ કરે છે. આ થેરપીની પદ્ધતિ અંગે ફેંગાઓ જણાવે છે કે, ‘મેં એક દર્દીની પીઠ પર જડીબુટ્ટીઓમાંથી બનાવેલો લેપ લગાવ્યો, તેને એક રૂમાલથી ઢાંકી દીધો, પછી તેના પર પાણી અને આલ્કોહોલનો છંટકાવ કરીને રૂમાલને આગ લગાવી દીધી. તેનાથી દર્દીને થોડું ગરમ લાગે છે, પરંતુ દુખાવો કે બળતરા નથી થતી. આ થેરપીને કારણે તે દર્દી ઓપરેશનથી બચી શકી.’

ફેંગાઓએ 47 વર્ષના દર્દી ક્વી કે જેને બ્રેઇન હેમરેજ થયું હતું અને તેની યાદશક્તિ તથા શારીરિક ગતિવિધિઓ પ્રભાવિત થઈ હતી. તેનો ઇલાજ પણ ફાયર થેરપીથી સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો. ફાયર થેરપીનો સિદ્ધાંત ચીનની પ્રાચીન માન્યતાઓ પર આધારિત છે. જેના અનુસાર શરીરમાં ગરમી અને ઠંડક વચ્ચે સામંજસ્ય બનાવવામાં આવે છે. શરીરની ઉપરની સપાટીને ગરમ કરવાથી અંદરની ઠંડક દૂર થઈ જાય છે. આ રીતે રોગ જડ-મૂળથી નાશ પામે છે. ભયંકર બીમારીઓની સારવારમાં મોટો ખર્ચ કરવાનું દરેક માટે શક્ય નથી. તેથી જ ફાયર થેરપી લોકો અજમાવે છે. બધા જ દર્દીઓ ફાયરનું નામ સાંભળીને ગભરાઈ જાય છે, પરંતુ ધીરે-ધીરે તેમનો ડર દૂર થઈ જાય છે. સારવારની અસર જોતાં દર્દીઓની લાંબી લાઇનો લાગે છે.

જોકે, આ જ ફાયર થેરપીને લઈને અનેક સવાલો ઊભા થયા છે કે થેરપી કરનાર પાસે સર્ટિફિકેટ છે કે નહીં? સારવાર દરમિયાન દુર્ઘટનાથી બચવાની કોઈ વ્યવસ્થા છે કે નહીં? કારણ કે કેટલાંક દર્દીઓ દાઝ્યા હોવાના કિસ્સાઓ પણ બહાર આવ્યા છે. જોકે, ડોક્ટર્સ તો તેને આગ સાથે રમત કરવા જેવું જ કહે છે.
prashantvpatel2011@gmail.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો