તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તું કન્ફ્યૂઝ્ડ કેમ છે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તું કન્ફ્યૂઝ્ડ કેમ છે?
અર્જુન, આપણાં લગ્નને આવતી કાલે દસ વર્ષ પૂરાં થશે. તું હજુ નક્કી નથી કરી શક્યો કે આપણે બાળક જોઈએ કે નહીં! બધાએ હવે મને પૂછવાનું પણ બંધ કરી દીધું છે કે તું ક્યારે ગુડ ન્યૂઝ આપીશ?’ મને હવે ખરેખર ફ્રસ્ટ્રેશન થાય છે. ડૉક્ટર, ઘણી વાર વિચાર આવે કે અર્જુનનું મહેલ જેવું ઘર છોડીને ભાગી જઉં.’ અર્જુનના દેખતા જ સિદ્ધિ બળાપો કાઢી રહી હતી.

અર્જુનની કેસ હિસ્ટ્રીમાં એક મહત્ત્વની વાત ઊપસી આવી. પિતા સેવંતીલાલ જોઇન્ટ ફેમિલી છોડીને અમદાવાદ સેટલ થયા હતા. સામાન્ય પરિસ્થિતિમાંથી બિઝનેસ કરિયર ચાલુ કરી હતી. અર્જુનનાં મમ્મી અને પપ્પાને ખાસ બને નહીં. મમ્મી અને દાદી વચ્ચે પણ તણખા ઝર્યા કરે. ઝઘડાઓથી કંટાળીને પરિવાર વિભક્ત બન્યો, પણ બિઝનેસ અને સોશિયલ સ્ટ્રેસ નાનકડા અર્જુન અને એની મમ્મી પર રોજ ક્રોધના સ્વરૂપમાં ઉતારતા ગયા.

સેવંતીલાલમા એટલો ગુસ્સો કે એક વખત અર્જુન સાતમા ધોરણમાં ફર્સ્ટ આવ્યાનું રિઝલ્ટ બતાવવા ગયો તો કોઈ બીજાની સાથે બોલચાલ થઈ હશે, તો અર્જુનનું રિઝલ્ટ ફાડી નાખ્યું હતું. માંડ માંડ ગ્રેજ્યુએટ થયો અને પરંપરાગત બિઝનેસ ગાદી પર કમને બેસી પણ ગયો. કોઈ પણ અભિપ્રાય પૂછ્યા વગર સિદ્ધિ સાથે પરણાવી દીધો. બિઝનેસ ડાઉન થતાં અને ઉંમર વધતાં સેવંતીલાલનો ક્રોધ એમને હાર્ટએટેકના સ્વરૂપમાં ભરખી ગયો.

હંમેશાં દ્વિધામાં રહેતો અર્જુન પાંત્રીસ વર્ષનો થયો તો પણ પોતાને બિઝનેસમાં અસ્થિર માનતો. જોકે, પરિસ્થિતિ સાવ ખરાબ નહોતી. સિદ્ધિ તેને ફેક્ટરીમાં એડમિનિસ્ટ્રેશનમાં મદદ કરતી. અર્જુનની મનોચિકિત્સા દ્વારા એનામાં આત્મવિશ્વાસ ઊભો કરવામાં આવ્યો. માતા-પિતાની છત્રછાયા જરૂરી છે, પણ ક્યારેક ત્રાસ-છાયા રહી જાય એવી ભૂલો મા-બાપ કરી બેસતાં હોય છે. અર્જુન સમજ્યો કે તેનું સ્વતંત્ર વ્યક્તિત્વ અને દાંપત્ય છે. જૂની બિનજરૂરી ઘરેડમાંથી માતા-પિતાના સન્માનને ઠેસ ન પહોંચે તેવી રીતે નીકળી શકાય છે. જાતને સમાજમાં અને કામમાં સફળ સાબિત કરવાની હોય છે, તો બહારના અને ઘરના બંને ખુશ રહે છે.

વિનિંગ સ્ટ્રોક : માતા-પિતાઓએ ઘણી વાર સેન્સર બોર્ડ જેવું ફિલ્ટરિંગનું કામ કરવું જોઈએ, જેથી પરંપરાગત આવેલી નકારાત્મકતા ભવિષ્યની પેઢીને વારસામાં ન મળે.
 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો