તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૉકથી ‘સુલતાન’ સુધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સલમાનની લેટેસ્ટ ફિલ્મ ‘સુલતાન’નું કથાબીજ જેમાંથી જન્મે છે એ જ આજનો વિષય છે ‘લવ-શૉક.’ અનુષ્કા શર્મા દ્વારા લવ-શૉક પામેલા, ‘હીરો’ સુલતાનને પહેલવાન બનવાની ચાનક ચડે છે અને પછી સ્ટોરી આગળ વધે છે. મૂળ વાત મારે કરવી છે, પ્રેમમાં લાગતા આઘાતની અને જાતને પ્રૂવ કરી આપવાની. પ્રેમ જન્મે છે, ચાલે છે, લથડે છે, તૂટે છે અને સંધાય છે. ક્યારેક ગાંઠ વગર તો ક્યારેક ગાંઠ સાથે. વ્યક્તિનું વ્યક્તિત્વ, ઉછેર, શિક્ષણ અને સંજોગો જેવા હોય તે પ્રમાણે રિએક્શન આવે છે. સ્યુસાઇડ હેલ્પ લાઇનનો એક સર્વે જણાવે છે કે લગભગ 30%થી ઉપરના કોલ્સ એમને ભગ્નહૃદયીઓના મળે છે.

બ્રેકઅપ બાદ વ્યક્તિ ‘લવ-શૉક’ નામની મનોવૈજ્ઞાનિક સ્થિતિમાં પહોંચી જાય છે. જેમાં વિચાર અને લાગણીશૂન્યતા, ડિપ્રેશન, મૂંઝવણ અને એકલતાનો અંધકાર આભડી જાય છે. પછીના ત્રણ તબક્કા મહત્ત્વના છે. પહેલો-પ્રેમ કેદમાંથી મુક્તિ છે. બીજો-હકારાત્મક ભવિષ્યના વિચારોનું પુનઃર્નિમાણ છે અને ત્રીજો-નવા સંબંધ સાથે મજબૂત ઉકેલ તરફ પ્રગતિ. કોલંબિયા યુનિવર્સિટીના બિહેવિયરલ સાયન્સના એક્સ-પ્રોફેસર સ્ટીફન ગલો આ આખાય લવ-શૉકને મેનેજ કરવાના રસ્તા બતાવે છે.

સ્વ-નિરીક્ષણઃ વર્તનનું નિરીક્ષણ કરવાની ટેવ પાડી શકાય. સ્વ-જાગૃતિ વ્યક્તિગત વિકાસને ખાસ કરીને હૃદયભગ્નતાની સ્થિતિમાં પોઝિટિવ ધક્કો આપે છે. જાતને નુકસાન કરવામાંથી બચી શકાય છે. દુઃખની લાગણીઓને કાગળ પર લખીને કે મોબાઇલમાં રેકોર્ડ કરીને દિવસના અંતે ફાડી કે ડિલીટ કરી નાખવું જોઈએ.

વિચાર-બ્લોક ટેક્નિકઃ જ્યારે જ્યારે ‘એક્સ’ પાર્ટનર વિશે વિચાર આવે ત્યારે સતર્કતાથી તેને રોકવાની ટેવ પાડવી. બીજા એવા કામમાં મન પરોવવું કે જેમાં ફરજિયાતપણે રહેવું જ પડે. આમાં ધીરજ અને પ્રેક્ટિસ અનિવાર્ય છે.

ડાઇવર્ઝનઃ કોઈ પણ રચનાત્મક કામ ડિપ્રેશનનો શત્રુ બની શકે છે. બની શકે કે તમે કોઈ નવું કૌશલ્ય વિકસાવી શકો, કોઈ નવી રમત શીખી શકો, કોઈ નવી જૉબ કે છેવટે કોઈ નવો ‘લૂક’ મેળવી શકો.
રિલેક્સેશનઃ હેલ્ધી રસ્તે સ્ટ્રેસ અને ગભરામણને મેનેજ કરો, એક્સરસાઇઝ, યોગ, પ્રાણાયામ કરો. પેઇન્ટિંગ અને મ્યુઝિકનો શોખ કેળવો. નવું ઇન્સ્ટ્રુમેન્ટ શીખો. એમાં ‘દર્દભર્યા’ ગીત-સંગીતના બદલે હેપ્પી મૂડનું સંગીત માણો.

પોઝિટિવ સજેશન્સઃ રૂટિન લાઇફમાં કોન્શિયસ લેવલે અને વધુ સચોટ રીતે સબકોન્શિયસ લેવલે અપાતાં પોઝિટિવ સૂચનોની અચૂક અસર મન અને વર્તન પર થાય છે. ‘હું મારા પાછલા દુઃખી સંબંધમાંથી ચોક્કસ બહાર નીકળી રહ્યો છું કે રહી છું’ એવાં સૂચનો મનને મજબૂત કરે જ છે.

ઝીરો કમ્યુનિકેશનઃ ફોન, વોટ્સએપ કે અન્ય સંપર્ક સૂત્રોને તાત્કાલિક અસરથી કાપી નાખવાં જરૂરી છે. મનના કોઈ ઊંડે ખૂણે વાત કરવાનું તીવ્ર મન થઈ આવે છતાંય આ ‘શૂન્ય-સંવાદ’નું પાલન કરવું જરૂરી છે. અઘરું લાગશે, પણ છૂટકો નથી હોતો.

ફના થવું કે ફિનિક્સ?: વેલ, આ પેચીદો પ્રશ્ન છે, પણ આખી વાતની શરૂઆત જે ‘સુલતાન’ પિક્ચરથી થઈ હતી તેમાં રાખમાંથી પુનર્જીવિત થવાની વાત છે, પરંતુ સમજ્યા વગર ડિપ્રેશનના દરિયામાં હવાતિયાનાં હલેસાં માર્યાં વગર જેમ ‘સલમાન’ કોઈ અલગ ધ્યેય માટે પોતાની જાતને જે ‘મહેનત’થી ઊંચાઈએ જાય છે તેવું કોઈ ‘ધ્યેય’ શોધી નખાય તો પ્રેમની આસમાની સુલતાનીનો ફરી પણ અનુભવ થાય.

વિનિંગ સ્ટ્રોક : ‘જબ જિંદગી તુમ્હે પટકે તો તુમ ફિર ખડે હો ઔર ઐસા દાવ મારો કિ ઝિંદગી ચિત હો જાયે’ - ફિલ્મ ‘સુલતાન’નો ડાયલોગ
drprashantbhimani @yahoo.co.in
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો