તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓલ ડિલિટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પન લાચાર અને વિવશ થાય ત્યારે એ કમજોર થઈ જાય છે કે પછી એ કમજોર થઈ ગયા પછી લાચારી અને વિવશતા અનુભવતું હશે? શહેરના ઊબડખાબડ રસ્તા પરથી પસાર થતી રિક્ષામાં બેઠાં બેઠાં અર્પણાએ વિચાર્યું. એનું શરીર પણ સ્થિર નહોતું એના મનની જેમ જ. ઘરેથી પોસ્ટઓફિસ જવાનો આ જ એક રસ્તો હતો. જોકે, બીજી વાતો અર્પણાનું મન ડહોળી નાખવા માટે પૂરતી હતી.

પોતાના કરિયાવર માટે બાપુજીએ પગારમાંથી કપાવેલા રૂપિયાની બચતનું ખાતું કેવા ચોઘડિયે ખોલાવ્યું હશે કે અર્પણાની લગ્નની વાત વિસરાઈ ગઈ અને એ બચત ધીરે-ધીરે કરીને બાપુજીની અસાધ્ય બીમારીના ઇલાજ માટે ખર્ચ થતાં થતાં ખતમ થવા આવી હતી. અર્પણા આજે એ ખાતામાં બચેલા થોડાક રૂપિયાનો ઉપાડ કરવા જતી હતી. ડોક્ટરે સૂચવેલા ઇલાજ માટે એટલા રૂપિયા પર્યાપ્ત નહોતા, છતાંય પાસે હતું એટલું તો લઈ લેવું, બીજી રકમની વ્યવસ્થા પછી થઈ રહેશે એમ માને હૈયાધારણ આપેલી.

અર્પણાને કંઈ કહેવાની મથામણ કરતી ગભરુ અને સંવેદનશીલ મા સામે રડી ન પડાય એ કાળજીમાં અર્પણા ઘરની બહાર નીકળી ગઈ. બાપુજીના નિકટના મિત્રનાે દીકરો આલોક એ જ પોસ્ટઓફિસમાં કામ કરતો હતો. આજે ખાતામાંથી બધી જ રકમનો ઉપાડ કર્યા સુધીની પ્રોસિજર દરમિયાન અર્પણા ખૂબ ગંભીર–ચિંતાતુર અને સાવ મૌન હતી. હંમેશની જેમ જતી વેળાએ આલોકે અર્પણાને બાપુજીની તબિયત પૂછી. અર્પણાની આંખોમાં ઝળકેલાં ઝળઝળિયાંથી આલોક દ્રવી ઊઠ્યો. ઝડપથી રિક્ષામાં બેસીને ચાલી ગયેલી અર્પણા વિશે આલોક દિવસભર વિચારતો રહ્યો.

બાપુજીના કેન્સરના ઓપરેશન માટે શહેરની મોટી હોસ્પિટલમાં જવા માટે પોતે કોને વાત કરે! બાપુજીને દવા આપીને એ મોબાઇલનું કોન્ટેક્ટ લિસ્ટ ફંફોસી રહી હતી. 2-3 જણા સાથેની વાતચીતથી હતાશ થઈ એને કહેવાતાં સગાંસંબંધીઓનાં નામ પર ચોકડી મૂકવાનું મન થઈ આવ્યું. બધાની પાસે કેવાં-કેવાં બહાનાં હતાં, મદદ ન કરવા માટેનાં. બધા જ કોન્ટેક્ટ નંબર્સ સિલેક્ટ કરીને ઓલ ડિલીટનું બટન દબાવવા જતી જ હતી કે ફળિયામાં આલોક આવ્યો.

એના તરફ ધ્યાન જતાં જ અર્પણા ઊભી થઈ ગઈ. આલોક બોલ્યો, ‘કાલે હું તારી સાથે આવીશ. મારા સાહેબને એક મોટા ડોક્ટરની ઓળખાણ છે, મેં વાત કરી લીધી છે. થોડી મારી બચત પણ લઇ લઇશું. તું કાકાને લઈ જવાની તૈયારી કર. હું ટેક્સીનું નક્કી કરી આવું.’ એણે ઝડપથી મોબાઇલ ચેક કર્યો. ના, એમ ઓલ ડિલીટનું બટન ન દબાવી દેવાય.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો