પ્રેમીના પરિવારજનોને કેમ રાજી કરવા?

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રેમીના પરિવારજનોને  કેમ રાજી કરવા?
 
-પ્રશ્ન : હું જેને પ્રેમ કરું છું, તે અમારી જ્ઞાતિનો યુવાન નથી. એના પરિવારને અમારાં લગ્ન સ્વીકાર્ય નથી, જ્યારે મારાં માતા-પિતાને આ સામે કોઈ વાંધો નથી. મારા પ્રેમીના પરિવારજનોને કેવી રીતે રાજી કરવા?
ઉત્તર : આવા કિસ્સામાં સામાન્ય રીતે યુવતીના પરિવારજનો લગ્ન કરાવી આપવા માટે તૈયાર નથી થતા, ત્યારે તમારા પ્રેમીના પરિવારજનો રાજી નથી. તમે તમારાં માતા-પિતાને કહો કે તેઓ યુવાનનાં માતા-પિતાને મળી લગ્ન કરાવી આપવા સમજાવે.

-પ્રશ્ન : હું જ્યાં જોબ કરું છું, ત્યાં એક યુવાને મારી સાથે પહેલાં મારા પ્રત્યે ખૂબ લાગણી દર્શાવી, પ્રેમનો એકરાર કર્યો અને સમય જતાં અમારી વચ્ચેની તમામ મર્યાદાઓ ઓળંગાઈ ગઈ. એ પરિણીત છે, પણ એની દલીલ એવી હતી કે હું એને વધારે પસંદ છું. હવે એ બીજે જોબ કરે છે અને અમારી વચ્ચે પહેલાં જેવો સંબંધ નથી. એ મને મળવાનું પણ ટાળે છે. હું શું કરું?

ઉત્તર : પહેલી વાત તો એ કે તમે પરિણીત યુવાનને પ્રેમી તરીકે પસંદ કરવા સાથે એની સાથે તમામ મર્યાદાઓ ઓળંગી લીધી, જે બિલકુલ યોગ્ય નથી. જે પુરુષ પોતાની પત્નીને વફાદાર નથી એ તમારી સાથે કેટલો સમય રહેશે તેનો તમે વિચાર ન કર્યો. હવે એ તમને મળવા ન આવે અને બીજે જોબ કરે છે એથી તમને દુ:ખ થાય એ સ્વાભાવિક છે. તમે હવે જે કંઈ થઈ ગયું તે ભૂલી જાવ અને નવેસરથી જીવન શરૂ કરો તે જ તમારા માટે હિતાવહ છે.
અન્ય સમાચારો પણ છે...