તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિ હજી પણ તેમની પ્રેમિકા સાથે સંબંધ રાખે છે...

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પતિ હજી પણ તેમની પ્રેમિકા સાથે સંબંધ રાખે છે...

-પ્રશ્ન : અમારાં લગ્ન થયાં ત્યારે મારા પતિને એક યુવતી સાથે પ્રેમ હતો. એમણે મને પહેલી જ રાતે આ વાત કરી હતી, પરંતુ મેં મનોમન માન્યું હતું કે મારા પ્રેમથી એ યુવતીને ભુલાવી દઈશ. મારી આ માન્યતા ખોટી પડી અને મારા પતિ હજી પણ એ યુવતીને પ્રેમ કરે છે. એની સાથે ઘણી વાર રાત પણ રોકાય છે. મારે શું કરવું?

ઉત્તર : તમારા પતિએ પોતાના પ્રેમની વાત તમને કહી એ એક રીતે સારું કર્યું, કેમ કે એમણે તમને અંધારામાં નથી રાખ્યાં. તમે પ્રેમથી એમને તમારા કરવાનું વિચાર્યું એમાં પણ કંઈ ખોટું નથી, પરંતુ હજી પણ જો એ તેમની પ્રેમિકા સાથે આટલો ગાઢ સંબંધ રાખતા હોય તો હવે વિચારવાની જરૂર છે. લગ્ન પછી પતિએ પોતાની પત્નીના પ્રેમનો વિચાર કરવો જોઈએ અને એની લાગણીનું માન રાખવું જોઈએ. જ્યારે એ તો એમની પ્રેમિકા સાથે રાત રોકાવા સુધી આગળ વધી ગયા છે. તમારે આ અંગે એમની સાથે મુક્ત મને ચર્ચા કરી એમને અટકાવવાની જરૂર છે. જો એ સંબંધ અટકાવવા તૈયાર ન થાય તો ઘરમાં વડીલોને વાત કરો.
 
-પ્રશ્ન : હું કોલેજમાં ભણતી હતી ત્યારે એક યુવાનને અનહદ પ્રેમ કરતી હતી. એ પણ મને ખૂબ પ્રેમ કરતો હતો. અમારા બંનેની જ્ઞાતિ એક હોવા છતાં વડીલોને કંઈ વાંધો પડતાં અમારાં લગ્ન ન થઈ શક્યાં. એ યુવાન હજી મને પ્રેમ કરે છે. હમણાં મને જાણવા મળ્યું કે એની પત્ની લગ્ન થયાંના એક જ વર્ષમાં મૃત્યુ પામી છે. હું હવે એની સાથે લગ્ન કરી શકું?

ઉત્તર : તમે અત્યારે એ જ યુવાન સાથે લગ્ન કરવા તૈયાર થયા છો, જેની સાથે પહેલાં વડીલોના વાંધાને લીધે લગ્ન નહોતાં થઈ શક્યાં. તમારામાં જો આટલી હિંમત અત્યારે છે તો એ વખતે જ હિંમત કેમ ન દાખવી જ્યારે વડીલોને કારણે તમારાં લગ્ન એની સાથે નહોતાં થઈ શક્યાં? આમ છતાં તમને જો એમ લાગતું હોય કે હવે ઘરપરિવારમાંથી કોઈ વાંધો નહીં લે અને એ યુવાન તમને અપનાવવા તૈયાર હોય તો લગ્ન કરી શકો છો.

-પ્રશ્ન : મારા પતિને ઓફિસના કામ અંગે ઘણી વાર બહારગામ જવાનું થાય છે. હું ઘરમાં એ સમયે એકલી હોઉં છું. આ વાતની જાણ અમારા પરિવારમાં સૌને છે. બને છે એવું કે મારા જેઠ ત્યારે જ અમારા ઘરે આવે છે, જ્યારે મારા પતિ બહારગામ ગયા હોય. મને એમની આવી આદત નથી ગમતી, પરંતુ જેઠ હોવાથી કંઈ કહી શકું એમ નથી. મારે શું કરવું?

ઉત્તર : સૌથી પહેલાં તો તમે આ વાતની જાણ તમારા પતિને કરો અને જણાવો કે તેઓની ગેરહાજરીમાં જ તમારા જેઠ ઘરે આવે છે. તેઓ આવે તેની ના નથી, પરંતુ પોતાના ભાઈની હાજરીમાં આવે તો વધારે સારું એ રીતે જણાવો. તમારા પતિ પોતાના ભાઈને સમજાવશે. જો આમ કરવા છતાં પણ એ ઘરે આ‌વે તો એમને કહો કે આ રીતે તમે એકલાં હો ત્યારે ઘરે આવવાનું એમના (જેઠ) માટે શોભાસ્પદ નથી. પછી એ નહીં આવે.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો