તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મને નથી લાગતું કે હું સેટ થઈ શકીશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રશ્ન: મારી ઉંમર 26 વર્ષ છે. મારી સગાઈ થઈ ચૂકી છે. હું અેન્જિનિયર છું અને મારા ભાવિ પતિ ડોક્ટર છે. મારાં સાસુ-સસરા પણ ડોક્ટર છે. ઘરના તમામ લોકો ડોક્ટર હોવાથી વારંવાર મને એવું ફીલ કરાવે છે કે હું તેમના કરતાં ઊતરતી છું. મેં એન્જિનિયરિંગમાં ડિગ્રી કરી હોવા છતાં હું જાણે અભણ હોઉં એવું વર્તન મારી સાથે કરે છે. મને નથી લાગતું કે હું ત્યાં સેટ થઈ શકીશ. મારે શું કરવું જોઈઅે?
ઉત્તર :
તમને એવું લાગતું હોય કે એક સ્ત્રી તરીકે તમારું સ્વમાન જળવાતું નથી તો આ અંગે પહેલાં તમારાં માતા-પિતાને વાત કરો, સાથે આ અંગે તમારા ભાવિ પતિને પણ જણાવો. એ લોકો તમારાં સાસુ-સસરાને સમજાવશે. તેનાથી કદાચ તેમના વર્તનમાં ફરક પડે. છતાં કોઈ સુધારો ન દેખાય અને તમારું મન ન માનતું હોય તો સગાઈ ફોક કરી દો.
પ્રશ્ન: હું 24 વર્ષની છું. મેં મારાં માતા-પિતાની વિરુદ્ધ જઈને પ્રેમલગ્ન કર્યાં હતાં. શરૂઆતમાં એકાદ વર્ષ તો બધું બરાબર ચાલ્યું, પણ પછી મને ખબર પડી કે પતિ કામચોર છે. તે ચાર-પાંચ મહિના માંડ નોકરી કરે છે અને પછી બે મહિના ઘરે બેસી રહે છે, તેથી નાછૂટકે મારે નોકરી કરવી પડે છે. હું શું કરું?
ઉત્તર :
તમારા પતિ કામચોર છે એમાંય તમે નોકરી કરો છો, તેથી તેમને મહેનત કરવાની જરૂર લાગતી નથી, પરંતુ પતિને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમે નોકરી કરવા જશો નહીં તથા જો તે વ્યવસ્થિત રીતે કામ નહીં કરે તો તમે તેને છોડી દેશો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો