તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યે હૌસલા કૈસે ઝૂકે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અણહકનું, ઉછીનું લઈને પ્રતિષ્ઠા મેળવવાનો કોઈ અર્થ નથી. પરસેવો પાડીને મેળવેલ રોટલામાં જે મીઠાશ છે તે મફતની મીઠાઈમાં નથી
તરી જવાના દરિયેદરિયા અલ્લાબેલી,
હૈયે હૈયા હામ જ ભરિયા અલ્લાબેલી.
કાલે ઊગી જઈશ હું તો છમ્મલીલું થઈ,
પાન ભલેને બધાં જ ખરિયાં અલ્લાબેલી.
- વિજય ઠક્કર

અથાગ પરિશ્રમ સામે ભાગ્ય પણ ગોઠણિયાભેર ઊભું રહી જતું હોય છે. મહેનત વગર કશું જ પ્રાપ્ત થતું નથી. ભાગ્યના સહારે તરી જનારા અપવાદ બહુ ઓછા હોય છે. સપનાંની નદી પડશે તો જ સપનાંમાં સાગરને મળી શકાતું હોય છે. ‘ફરે તે ચરે’ પ્રવાસન વિભાગ માટે ઉત્તમ સ્લોગન બની શકે, પણ એમાં મહેનતનો મહિમા છુપાયેલો છે, પણ અત્યારે તો ‘પરિશ્રમ એ જ પારસમણિ’ નિબંધ પરીક્ષામાં ચોરી કરીને લખાય છે. ગાંધીજીએ વિદ્યાર્થી કાળમાં ઇન્સ્પેક્શન વખતે ચોરી ન કરવી પસંદ કરી હતી. અણહકનું, ઉધાર, ઉછીનું લઈને પ્રતિષ્ઠા મેળવવાનો કોઈ અર્થ નથી. પરસેવો પાડીને મેળવેલ રોટલામાં જે મીઠાશ છે તે મફતની મીઠાઈમાં નથી. જોકે, હરામ હાડકાંના મગજમાં આ વાત નહીં બેસે. સંસ્કૃતમાં કહ્યું છે તેમ, ‘સૂતેલાનું નસીબ સૂતેલું, જાગતાનું નસીબ જાગતું અને દોડતાનું નસીબ દોડતું.’

‘યે હૌસલા કેસે રુકે’નું કંપોઝિશન આતમમાં થયું હોય તો તન-બદનમાં ‘ભાગ મિલ્ખા ભાગ’ જેમ લક્ષ્ય જ દેખાય છે. દુનિયાના તમામ ધર્મગ્રંથોમાં મહેનતના માહાત્મ્યને વર્ણવ્યો છે. બાઇબલમાં કહ્યું છે કે, ‘Whithout work you should not take food.’ ભગવદ્્ગીતામાં કહ્યું છે કે, ‘कर्मण्येवाघिकारस्ते मा फळेषु कदाचन.’ સંસ્કૃતમાં કહેવાયું છે કે, ‘उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथै. न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगा:.’ આ તો જંગલનો રાજા છે, બળવાન છે, તો ચાલો આપણે એના મોંમાં જઈ એનો ખોરાક બનીએ, એવું કદાપિ બનતું નથી. સિંહ પોતાનો જ શિકાર ખાય છે એટલે જ એ જંગલનો રાજા છે.

શેખચલ્લીના સ્વપ્ન અને વાસ્તવની વાર્તા જુદી છે. ઋગ્વેદમાં અદ્્ભુત વાત કહી છે, ‘अयं हस्तो मे भगवान्’ હાથને ભગવાનનું રૂપ અપાયું છે. ‘અપના હાથ, જગન્નાથ.’ ભગવાને આપણને હાથ આપી દીધા એટલે બીજું કશું માગવાની આપણને જરૂર જ નથી. ‘યે હાથ મુજે દે દે ઠાકુર’ કોઈ કહે ત્યારે આપણું સર્વસ્વ છીનવાઈ જતું લાગે. આપણી અંદરના જય વીરુ જાગી જાય છે. હાથની રેખાઓમાં નહીં, પણ બાવડાના બળમાં નસીબ લખાયેલું છે. વહેતા જળમાં કદી લીલ બાઝતી નથી.

A will will find a way. મન હોય તો માળવે જવાય અને માળવા પણ જવાય છે. મહેનતનાં ફળ મીઠાં હોય છે. અર્નેસ્ટ હેમિંગ્વેની ‘ઓલ્ડ મેન એન્ડ ધ સી’ કૃતિમાં પરિશ્રમનો કલાત્મક સ્પર્શ છે. કોશિશ કરને વાલોં કી હાર નહીં હોતી’ની ગાંઠ એ વૃદ્ધે ગાંઠે બાંધી હતી. કેતન મહેતાની ‘માંઝી’ ફિલ્મમાં નાયક વૃદ્ધ થઈ જાય, પણ પહાડને ચીરવાની ધૂન હટતી નથી. એમાં અદ્્ભુત સંવાદ આવે છે કે, ‘તમે ભગવાનના ભરોસે ન બેસી રહો, કદાચ ભગવાન તમારા ભરોસે બેઠો હોય.’
મહેનત અને મનોરથનું સુપર્બ કોમ્બિનેશન છે. જેને પોતાનો ભરોસો ન હોય એને પરમેશ્વરનો ભરોસો શા કામનો? આત્મશ્રદ્ધા વગર ઈશ્વર આસ્થા પૂર્ણ બનતી નથી. તકના ટકોરા અદૃશ્ય હોય છે. મહેનતના મારગમાં જ ‘Chance’ મળી જતો હોય છે. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવાની મહેનત ન કરાય. મહેનતને વ્યાપક સંદર્ભમાં લેવી જોઈએ. આજે સ્માર્ટ વર્કનો યુગ છે, હાર્ડ વર્ક નહીં. ટીપે ટીપે સરોવર ભરાય છે. સતત પડતું ટીપું પણ પથ્થર પર કાણું પાડે છે. કૂંપળ પણ ભીંતને

ફાડી શકે છે. દરિયાનાં મોજાં પણ કાળમીંઢ દીવાલને જર્જરિત કરી શકે છે. એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારોં.
hardwargoswami@gmail.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો