તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત પોલીસ દળ વર્ગ-3માં ભરતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
- ગુજરાત પોલીસ દળમાં કુલ 17532 ઉમેદવારની ભરતી થવાની છે
- PGVCLમાં વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ)ની 35 જગ્યાઓ પર ભરતી
ગુજરાત પોલીસ દળમાં વર્ગ-3ની હથિયારી/બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક, એસ.આર.પી. કોન્સ્ટેબલ, જેલ સિપાઈ (પુરુષ), જેલ સિપાઈ (મહિલા)/મેટ્રન સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા યોગ્ય ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે.

જગ્યાની વિગત : કુલ 17532 છે. આ કુલ જગ્યાઓમાં (1) બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષકની પુરુષ ઉમેદવારોની 7571 જગ્યાઓ તથા મહિલા ઉમેદવારોની 3729 જગ્યાઓ છે. (2) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ- લોકરક્ષકની પુરુષ ઉમેદવારોની 1139 જગ્યાઓ તથા મહિલા ઉમેદવારોની 561 જગ્યાઓ છે. (3) એસ.આર.પી. કોન્સ્ટેબલની માત્ર પુરુષ ઉમેદવારોની 3780 જગ્યાઓ છે. (4) જેલ સિપાઈ પુરુષ ઉમેદવારોની 700 તથા મહિલા ઉમેદવારોની 52 જગ્યાઓ છે.

લાયકાત : આ માટે ધોરણ 12 પાસ (હાયર સેકન્ડરી પરીક્ષા પાસ) અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઈએ.

વયમર્યાદા : ઉમેદવારની વય 18થી 33 વર્ષ હોવી જરૂરી છે.
શારીરિક ધોરણ : પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ 165 સેમી તથા વજન લઘુતમ 50 કિગ્રા. મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ 155 સેમી તથા વજન લઘુતમ 40 કિગ્રા જરૂરી છે.

પસંદગી પ્રક્રિયા : તમામ સંવર્ગની જગ્યાઓ માટે લેખિત પરીક્ષા એક અનિવાર્ય ક્વોલિફાઇંગ ટેસ્ટ છે. લેખિત પરીક્ષા 100 માર્ક્સની એક કલાકની મુદતની હશે, જેમાં 100 પ્રશ્નો હશે. પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, કમ્પ્યૂટર જ્ઞાન, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, મેન્ટલ એબિલિટી, વિજ્ઞાન તેમજ ભારતનું બંધારણ, ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973, ઇન્ડિયન પીનલ કોડ 1860 અને એવિડન્સ એક્ટ 1872ને લગતા પ્રશ્નો આવરી લેવાશે. લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા 40 ટકા માર્ક્સ મેળવનાર ઉમેદવારોને જ શારીરિક ક્ષમતા કસોટી માટે ક્વોલિફાય ગણવામાં આવશે.

અરજી પ્રક્રિયા : આ ભરતી અંગેની વિશેષ માહિતી તથા
ઓનલાઇન અરજી માટે વેબસાઇટ http://ojas.gujarat.gov.in પર સંપર્ક કરવો.
ઓનલાઇન અરજીની છેલ્લી તા. 30 જુલાઈ, 2016 છે.

}PGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર) - ઇલેક્ટ્રિકલની 35 જગ્યાઓ પર ભરતી કરવાના હેતુથી યોગ્ય ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે.

લાયકાત : લઘુતમ 60 ટકા (SEBC/SC/ST/UEWS 55 ટકા) સાથે (એગ્રિગેટ 7 અને 8 સેમેસ્ટરમાં પ્રથમ પ્રયત્ને) બી.ઈ. ઇલેક્ટ્રિકલ કે બી.ટેક. ઇલેક્ટ્રિકલ રેગ્યુલર મોડમાં કરેલ ઉમેદવારો અરજીપાત્ર છે.

વયમર્યાદા : તા. 4-7-2016ના રોજ ઉમેદવારની વય 35 વર્ષથી ઓછી હોવી જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા સહિતની આ ભરતી અંગેની વિશેષ માહિતી તથા ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જુઓ વેબસાઇટ www.pgvcl.com
ઓનલાઇન રજિસ્ટ્રેશનની છેલ્લી તા. 25-7-2016 છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો