નેવીમાં આર્ટિફિશર એપ્રેન્ટિસની ભરતી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ડિયન નેવીમાં ભરતી

ઇન્ડિયન નેવીમાં આર્ટિફિશર એપ્રેન્ટિસ તરીકે સેઇલરની જગ્યા ઉપર અપરિણીત પુરુષોની ભરતી થઈ રહી છે.
લાયકાત : મેથ્સ અને ફિઝિક્સ ફરજિયાત વિષય તથા કેમિસ્ટ્રી, બાયોલોજી, કમ્પ્યૂટર સાયન્સમાંથી કોઈ પણ એક વિષય સાથે એગ્રિગેટ 60 ટકા માર્ક્સ સાથે ધોરણ 12 પાસ કે સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો અરજીપાત્ર છે.
વયમર્યાદા : ઉમેદવારનો જન્મ તા. 1-2-1997થી તા. 31-1-2000 વચ્ચે કે આ જ તારીખે થયો હોવો જરૂરી છે.
શારીરિક ધોરણ : ઉમેદવારની ઊંચાઈ 157 સેમી તથા ઊંચાઈના સપ્રમાણમાં યોગ્ય વજન જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા : ઉમેદવારોની આવેલ અરજીના સંદર્ભમાં નેવી સિલેક્શન બોર્ડ ઉમેદવારોની યોગ્યતા અનુસાર ટૂંકી યાદી તૈયાર થશે. આ ટૂંકી યાદીમાં સમાવિસ્ટ ઉમેદવારોને વિવિધ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. જેમાં સૌપ્રથમ ઉમેદવારની લેખિત પરીક્ષા લેવામાં આવશે. લેખિત પરીક્ષામાં ઈંગ્લિશ, સાયન્સ, મેથેમેટિક્સ, જનરલ નોલેજના હેતુલક્ષી પ્રશ્નો હશે. લેખિત પરીક્ષાનું પરિણામ તે જ દિવસે જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારો આ લેખિત પરીક્ષામાં સફળ થાય તેમની શારીરિક ક્ષમતા કસોટી લેવામાં આવશે. શારીરિક ક્ષમતા કસોટીમાં 1.6 કિમી દોડ (7 મિનિટમાં) 20 ઊઠકબેઠક, 10 પુશઅપ્સ વગેરે પરીક્ષણો હશે. શારીરિક ક્ષમતા કસોટીમાં સફળ ઉમેદવારોની મેડિકલ પરીક્ષા લેવામાં આવશે.
અરજી પ્રક્રિયા : આ ભરતી અંગેની વિશેષ માહિતી તથા ઓનલાઇન અરજી માટે વેબસાઇટ www.joinindiannavy.gov.in પર સંપર્ક કરવો.
ઓનલાઇન અરજીની છેલ્લી તા. 19 જૂન, 2016 છે.

BSFમાં કોન્સ્ટેબલ ટ્રેડસમેનની ભરતી

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં કોન્સ્ટેબલ ટ્રેડસમેનની જગ્યાઓ ઉપર પુરુષ ઉમેદવારોની ભરતી થઈ રહી છે.
જગ્યાની વિગત: 561 જગ્યાઓ છે. આ કુલ જગ્યાઓમાં મોચી, દરજી, સુથાર, ડ્રાફ્ટમેન, પેઇન્ટર, રસોઈયા, વોટર કેરિયર, ધોબી, વાણંદ, સ્વીપર, વેઇટર, માળી, ખોજી વગેરે જગ્યાઓનો સમાવેશ થાય છે. આ કુલ જગ્યાઓમાં રિઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે નિયમાનુસાર અનામત જગ્યાઓ પણ ફાળવવામાં આવી છે.
લાયકાત : ધોરણ 10 પાસ ઉપરાંત જગ્યા સંબંધિત કામનો બે વર્ષનો અનુભવ અથવા આઈ.ટી.આઈ. / વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક વર્ષનો જગ્યા સંબંધિત ટ્રેડમાં કોર્સ ઉપરાંત એક વર્ષનો અનુભવ અથવા આઈ.ટી.આઇ.માંથી જગ્યા સંબંધિત ટ્રેડમાં બે વર્ષ આઈ.ટી.આઈ. કરેલા ઉમેદવારો અરજીપાત્ર છે.
વયમર્યાદા : તા. 1-8-2016ના રોજ 18થી 23 વર્ષ જરૂરી છે.
શારીરિક ધોરણ : ઉમેદવારની ઊંચાઈ 167.5 સેમી તથા ઊંચાઈના સપ્રમાણમાં યોગ્ય વજન જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા : સૌપ્રથમ ઉમેદવારની શારીરિક ક્ષમતા કસોટી, ત્યારબાદ ટ્રેડટેસ્ટ, લેખિત પરીક્ષા અને છેલ્લે મેડિકલ પરીક્ષા લેવામાં આવશે.
અરજી પ્રક્રિયા : આ ભરતી અંગેની વિશેષ માહિતી તથા નિયત અરજીપત્રક માટે વેબસાઇટ www.bsf.nic.in પર સંપર્ક કરવો.અરજીની છેલ્લી તા. 20 જૂન, 2016 છે.
અન્ય સમાચારો પણ છે...